આ ઘરેલું તેલ તમારા વાળાને કાળા, લાંબા અને સિલ્કી બનાવવા માટે છે શ્રેષ્ઠ ઉપાય, જાણો બનાવવાની રીત…

Spread the love

અત્યારના સમય લગભગ બધા વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા થતી હોય છે. એવું કોક જ વ્યક્તિ હશે જેને વાળ ખરવાની સમસ્યા રહેતી નથી. અત્યારે બધા લોકો તેમના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ તેમના વાળની સાર સંભાર રાખી શકતા નથી. જેને લીધે તેમના વાળમાં અનેક સમસ્યા જોવા મળે છે. વાળ માટે લોકો કેટલાય મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે તેમછતા તેમા તેને કોઈ ફેર પડતો નથી.

આજે આપણે વાળની સમસ્યાને દુર કરવા માટે આજે અમે આ લેખમાં એવા ઘરેલું ઉપાય વિષે વાત કરીશું. આજે આપણે હેર ઓઈલ બનાવીશું. આ ઓઈલને એક વખત જ બનાવું. ત્યાર બાદ તેનો એક વર્ષ સુધી ઉપયોગ કરી શકાય છે. આ હેર ઓઈલ એટલું ચમત્કારી છે, જે આપણા વાળની બધી સમસ્યાને મૂળમાંથી દુર કરે છે.

આ હેર ઓઈલ વાળમાં લગાવ્યા બાદ તેમાં તમને ઘણા ફાયદા જોવા મળશે. આ હેર ઓઈલનો બધા લોકો પર ઉપયોગ કરી શકે છે. આ હેર ઓઈલનો ઉપયોગ કરવાથી વાળની બધી સમસ્યા જેવી કે વાળમાં ખોડો થવો, વાળ કડક થઈ જવા, જેવી અનેક સમસ્યામાં આ રાહત આપે છે.

 

આપણા વાળ અકાળે સફેદ થવા , તાલ પડવી, વાળમાં ગ્રોથ થતો અટકી જવો. આ તેલનો ઉપયોગ કરવાથી આપણા વાળ મજબુત બને છે, અને તેના ગ્રોથમાં પણ વધારો થાય છે. ઉનાળામાં વધુ તડકાને લીધે આપણા વાળમાં નુકશાન થાય છે. તેના માટે આ તેલ ખુબ ઉપયોગી બને છે. આ તેલમાં ઘણા પોષક તત્વો રહેલા છે. જે આપણા વાળ માટે ખુબ ઉપયોગી બને છે. તો ચાલો આ તેલ બનવાની રીત જાણીએ. આ તેલની ઉપયોગ એક વર્ષ સુધી કરી શકાય છે.

આવશ્યક સાધન-સામગ્રી :

એક લિટર કોકોનેટ તેલ, બસો પચાસ મિલી સફેદ તેલ અથવા કાળા તલનું તેલ, દીવેલ તેલ બસો પચાસ ગ્રામ, બદામનું તેલ ૨૫૦ મિલી, ઓલિવ ઓઈલ ૨૫૦ મિલી, એક નંગ છીણેલી દૂધી, એસો પચાસ અથવા બસો ગ્રામ સુકા આમળાનો પાવડર, દસ થી પંદર નંગ ગુલાબની પાંદડી, એક બાઉલ લીમડાના પાન.

વિધિ :

સૌ પ્રથમ એક વાસણમાં કોકોનેટનું તેલ નાખો, તેમાં દિવેલનું તેલ તથા તલનું તેલ નાખી તેને સારી રીતે મિક્સ કરો. ત્યાર પછી તેમાં દુધી ઉમેરો. ત્યાર પછી આ બધી વસ્તુને ગરમ કરો અને ઉકળવા દેવી. ત્યાર બાદ તેને ઢાકી એક દિવસ માટે છોડી દો. તે બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેને ફરી વાર ઉકળવા મુકવું. ત્યાર બાદ તેમાં ગુલાબના પાન પણ નાખવા. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ થવા દો.

ત્યાર પછી તેમાં લીમડાના પાન નાખી એક મિનીટ સુધી ઉકળવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી તેને એક દિવસ ઠંડું થવા મૂકી દો. ત્યાર બાદ બીજા દિવસે તેને લીમડાના પાનનો કલર બદલાઈ નહિ ત્યાં સુધી તેને ગેસ પર રહેવા દો. ત્યાર બાદ તેને ઠંડું કરવા મૂકી દો. આ તેલને કોઈ સુતરાવ કાપડ લઈ તેમાં ગાળી લો. આ તેલ સારી રીતે ગળાઈ જાય પછી તેમાં ઓલિવ ઓઈલ અને બદામનું તેલ મિક્સ કરી લો. આ તેલને એક બોટમાં ભરી તેનો ઉપયોગ એક વર્ષ સુધી કરી શકાય છે.

વાળમા લગાવવાની રીત :

આ તેલને વાળમાં નાખતી વખતે થોડું ગરમ કરી લો. ત્યાર પછી રૂના નાના પૂમડાં વડે તે તેલને તમારા વાળમાં લાગવુ અને દસ મિનીટ સુધી આ તેલની માલીસ કરવી. ત્યાર બાદ તેને એક કલાક સુધી વાળમાં રહેવા દો, ત્યારબાદ તેને શેમ્પુ વડે ધોઈ લો.

ખાસ નોધ :

જો તમારી પાસે એલોવેરા હોય તો તે પણ આ તેલમાં મિકસ કરી શકાય છે. તેનાથી આપણા વાળ ચમકીલા બને છે. જો તમે આ તેલમાં બદામનું તેલ ન નાખો તો પણ ચાલશે. તે ઉપરાંત આમળાની સિઝનમાં આમળાના પાવડરની જગ્યાએ આમળાનો પણ ઉપયોગ કરી શકો છે. તે માટે આમળાને ક્રશ કરી તેનો ઉપયોગ કરવો.

દુધી અને ગુલાબના પાન આપણા માથામાં ઠંડક આપે છે. જેને લીધે તમે તણાવ મુક્ત બની શકો. આ તેલને વધુ ઉકાળવું નહિ, કેમ કે તેવું કરવાથી તેલ બળી જાય છે. આ તેલનો નિયમિત ઉપયોગ કરવાથી વાળ ચમકીલા ઘાટા અને મજબુત બને છે, અને જે વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા છે તે પણ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *