આ ફૂલ ને ઔષધિઓ નો રાજા કેહવામા આવે તો પણ ખોટું નથી, જાણો તમારા તમામ રોગ ના ઈલાજ માટે છે ઉપયોગી…

Spread the love

હોળી અને ધૂળેટીના પર્વ માં ઉત્સવ માં વપરાતા ફૂલ એટલે કે કેસુડા. જે ફાગણ મહિનામાં આવે છે અને વર્ષોથી તેમનું સ્થાન અનન્ય છે. તેનાં ફૂલ મોટેભાગે પંચમહાલ જિલ્લામાં વધારે થાય છે. તે સૂકા ઉનાળામાં જંગલો ની શોભા વધારે છે. કેસુડાના ફૂલ વગર ધુળેટીનો ઉત્સવ અધૂરો છે. કેસુડાના પાન દ્વારા પળીયા અથવા પત્રાવડા બનાવવાય છે. જ્યારે પાનખર ઋતુમાં બધા વૃક્ષોના ફૂલ ખરી જાય છે. ત્યારે કેસુડાના ફૂલ આવતા હોય છે. કેસુડો એક કુદરતી રંગ ગણાય છે તેના ફૂલ માંથી રંગ બનાવી શકાય છે અને ધુળેટી માં તેનાથી રંગે રમી શકાય છે.

આ સિવાય તેના ઘણા બધા ફાયદા છે ગર્ભવતી સ્ત્રી જો દરરોજ કેસુડાના ફૂલનો પાવડર દૂધ સાથે પીવે તો તેનું આવનારું બાળક ખૂબ જ તાકાતવર હોય છે અને વીર્યવાન પણ બને છે. જો કોઈને ગર્ભધારણ ન કરવું હોય તો તેમાં કેસુડાના બી નો ઉપયોગ થઈ શકે છે. તે માટે કેસુડા ની છાલ સાત ગ્રામ ચૂર્ણ પાણીમાં પીવાથી ફાયદો થાય છે અને જો કોઈને પેશાબ બળતરા થતી હોય તો કેસુડાના ફૂલનો રસ પિવાથી તેમાં રાહત થાય છે. જો કોઈને મસા ને લગતી સમસ્યા હોય તો તેના પાનને દહીં સાથે ખાવા છે તેમાં રાહત મળે છે.

જો ખૂબ જ તાવ આવી ગયો હોય તો કેસુડાના પાન નો રસ કે પાણી તેના શરીર પર લગાવવાથી તેના શરીરમાં બળતરા ઓછી થશે અને તેના શરીરને ઠંડક મળશે. જો કોઈને વાગ્યું હોય કે તેનો ઘા રુજતો ન હોય તો તેના થડીયા નુ મિશરણ બનાવો તેને ઘા પર લગાવો. આમ કરવાથી તેનો ઘા ફટાફટ રુઝાઇ જશે. જો હાથીપગો થયો અને તમારા પગ સોજી ગયા હોય તો કેસૂડાના થળિયાનો રસ સરસવના તેલમાં ભેળવી સવારે અને સાંજે એક-એક ચમચી પીવાથી વધારે રાહત મળે છે.

જો તમારે આંખની દ્રષ્ટિ વધારે તેજ બનાવી છે તો તેમાં મધ ઉમેરો અને આંખ ને આંજતા હોય તે રીતે તેના પર લગાડો આમ કરવાથી વધારે રાહત થશે. જો નપુંસકતાની કોઈપણ સમસ્યા હોય તો તેમાં કેસુડાના બીયા વધારે કામ લાગે છે. તેને તમે પીસી અને દવા માં મેળવી ને ઉપયોગમાં લઈ શકો છો. શરીરમાં કોઈ જગ્યાએ ગાંઠ થઈ હોય તો કેસુડા ના પાન ગરમ કરવા અને તેને પીસી નાખવા અને આ મિશ્રણને ગાંઠ ઉપર લગાડો તેનાથી તમને ખૂબ રાહત થશે. જો તમને પથરીનો દુખાવો હોય તો કેસુડાના ફૂલ રાતે પાણીમાં પલાળી દેવા અને સવારે પાણી કાઢી નાખો.

હવે આ ફુલ તમારા પેડુના ભાગે બાંધી દેવા આમ કરવાથી પથરી પેશાબ ના સ્વરૂપમાં નીકળી જશે. કેસુડા ના પાન અને બિયા ચામડીના રોગોમાં પણ અત્યંત રાહત આપે છે જો તમને ધાધર ખૂજલી કે ખંજવાળ ને લગતી સમસ્યા હોય તો તેના બીને લીંબુના રસ જોડે પીવા છે તેમાં રાહત મળે છે. તેના પાન થી બનેલા પાતર માં જમવામાં આવે તો તે ચાંદીના વાસણમાં ભોજન ગ્રહણ કર્યા બરાબર છે. પહેલાના સમયમાં આજ વાસણનો ઉપયોગ કરતા કેસુડાના ફૂલ ને પાવડર બનાવી તેને મીઠા દૂધ અને આમળા સાથે પીવાથી વીર્યમાં વૃદ્ધિ થાય છે અને હાડકાને મજબૂત બનાવે છે.

માસિક સમયે જો કોઈ સ્ત્રીને પેશાબ મા તકલીફ હોય તો કેસુડાના ફૂલ ને ઉપાડો અને તેને ગરમ કરો અને તેને પેડુના ભાગ પર બાંધવાથી તેમાં રાહત મળે છે. કેસુડાના ફૂલ આંખ ની બીમારી તેવી કે મોતિયો તેમાં પણ રાહત આપે છે અને તેને મધમાં ઉમેરીને પણ આંખ માં નાખી શકાય છે. કેસુડાના થળીયા માં પેલ્સોનોનીન નામનું દ્રવ્ય હોય છે. તે કૃમિનો નાશ કરે છે. જો તેનું ચૂરણ બનાવીને સવારે દૂધ જોડે નિયમિત રીતે લેવાથી અથવા તેમાં દસ કે પંદર ચમચી એરંડાનું તેલ ભેળવીને પીવામાં આવે તો કૃમિનો નાશ થાય છે.

જો વીંછી દંશ થયો હોય તો અને વધારે દુખાવો થતો હોય તો કેસુડાના બી અને આંકડા ના પાન દૂધ સાથે મિશ્રણ બનાવી જે તે જગ્યાએ લગાવવાથી તેમાં રાહત મળે છે. ઝાડા સાથે લોહી નીકળતું હોય તો કેસુડા ની છાલ ને ગરમ કરીને ઉકાળો તેમાં ખાંડ ભેળવો અને જો તેને નિયમિત રીતે પીવામાં આવે તો તેમાં મોટી રાહત થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *