આ ફળના દરેક ભાગ છે ઔષધી, પાચનથી લગતી કોઇપણ બીમારીઓને કરે છે દૂર, આજે જ જાણીલો આ ફાયદાઓ વિશે

Spread the love

જૂના જમાનામા લોકો વાડીએ ઢોર ચરાવવા જતાં. ત્યારે તે લોકો બોરડીમાંથી બોર વીણીને ખાતા હતા. તેનાથી તે લોકોનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેતું. નાના ચણિયા બોર શરીર માટે ખૂબ ઉપયોગી છે. તેનું સેવન કરવાથી ભૂખ લાગે છે. તેનાથી શરીરમાં રહેલું લોહી શુદ્ધ બને છે. શરીરમાં સ્ફૂર્તિ મેળવવા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે.

મોટા અને નાના બે પ્રકારના બોર જોવા મળે છે. નાના બોરને ચણિયા બોર કહેવામા આવે છે. તે ઓછા લોકો ખરીદે છે. મોટા બોરની ખરીદી લોકો વધારે કરે છે. તે ઝડપથી ખવાય જાય છે. તે બોર ખાવાથી શરીરમાં વાયુ જેવા રોગો દૂર થાય છે. કફ, શરીરમાં બળતરા, થાક લાગવો, સોજો જેવા અનેક રોગો દૂર કરવા માટે તેનું સેવન કરવું ખૂબ જરૂરી છે.

કેટલાક લોકો નાના બોરની સુકવણી કરીને તેનો પાવડર બનાવવામાં આવે છે. તેને ગરમીમાં શરબત બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેનાથી ખાસી, હદયરોગ, તરસ છિપાવવી જેવી અનેક સમસ્યાઓમાથી બચી શકાય છે. તેમાં ખૂબ પ્રમાણમા ફાઈબર રહેલૂ હોય છે.

કેટલાક લોકોને ઊંઘ ન આવતી હોય તે લોકોને બોરનું સેવન કરવું જોઈએ. તેનાથી ઊંઘ સારી આવે છે. માનસિક અને તણાવ દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. તેનું સેવન કરવાથી તેમની અસર મગજ પર પડે છે. તેથી તમારી ચિંતાઑ દૂર થાય છે. તમે સ્ફૂર્તિનો અનુભવ કરી શકો છો. તેનાથી તમને ઊંઘની ખુશીનો અનુભવ કરી શકશો.

મોઢામાં પડેલા ચાંદા દૂર કરે:

શરીરની ગરમીના લીધે કેટલાક લોકોને મોમાં ચાંદા પડતાં હોય છે. કે મોઢું આવી જાય છે. તે લોકોને આ સમસ્યા દૂર કરવા માટે બોરના પાનનો ભૂકો કરીને તેને પાણીમાં ઉકાળીને તેના કોગળા કરવા જોઈએ. નિયમિત આ પ્રક્રિયા કરવામાં આવે તો આ બીમારી દૂર થાય છે.

પાચનક્રિયા બજબૂત કરવી:

કેટલાક લોકોની પાચનશક્તિ નબળી હોય છે. તે લોકોને બોરનું સેવન કરવું જોઈએ. તેમાં કેલ્શિયમ ખૂબ રહેલું હોય છે. તેનાથી શરીરની પાચનક્રિયા સક્રિય બને છે. નિયમિત તેનું સેવન કરવામાં આવે તો પેટની કોઈ બીમારી થતી નથી.

બોર ક્યારે ન ખાવા જોઈએ:

કાચા અને ખાટાં બોર ન ખાવા જોઈએ. તેનાથી શરીરમાં કફ, પિત, તાવ, માથાનો દુખાવો, સોજો આવી જવો જેવી અનેક બીમારીઓ થાય છે. દૂધ પીધું હોય ત્યારે તેનો ઉપયોગ ન કરવો જોઈએ. તે એકબીજાના વિરોધી છે. તેથી કેટલાક રોગો થઈ શકે છે. ચામડીના રોગ, શરદી જેવી અનેક બીમારીઓ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *