આ એક વસ્તુ મોઢા પર લગાવવાથી થાય છે અનેક ફાયદા, જાણીને તમે પણ રહી જશો દંગ…

Spread the love

અત્યારે બધા એવું ઈચ્છે છે કે તેનો ચહેરો ખૂબ સુંદર દેખાય અને તેની ત્વચા દોરી દેખાય. તે હમેશા માટે સુંદર દેખાવા માંગે છે. આ બધાનું સપનું હોય છે પરંતુ સપનું બધાનું પૂરું થતું નથી. અત્યારના સમયમાં પ્રભાવશાળી ચહેરાની સાથે બેડાઘ અને સુંદર ત્વચા ખૂબ મહત્વ ધરાવે છે. તેથી તમારે સુંદર દેખાવું પણ ખૂબ જરૂરી છે. અત્યારે છોકરો હોય કે છોકરી બધા જ સુંદર દેખાવા માંગે છે. ઘણી વાર ડાઘ, ખીલ અને ફોલ્લીઓ ચહેરાને સુંદર લાગવા દેતા નથી.

જ્યારે લોકોના ચહેરા પર ખીલ, ડાઘ અને ફોલ્લી હોય ત્યારે તે તેને છુપાવવા માટે ઘણા ઉપાયો કરે છે. ઘણા લોકો તો આ સમસ્યા માઠી છુટકારો મેળવવા માટે અનેક પ્રકારની દવા અને વધારે કેમિકલ્સ વાળી વસ્તુઓ વાપરતા હોય છે. તેની કિમત ખૂબ વધારે હોય છે. ઘણી છોકરીઓ લગ્ન કરવા માટે ના પડતી હોય છે કારણકે તેના ચહેરા પણ ખીલ અથવા ડાઘ હોય ત્યારે તે લગ્ન માટે તૈયાર થતી નથી. તે ખીલની પાછળ તેની સુંદરતા છુપાય જાય છે.

તેમણે હવે નિરાશ થવાની કોઈ જરૂર નથી કારણે આજે આપણે એવા ઉપાય વિષે જાણવાના છીએ કે તેનાથી તમારે આ તકલીફ હમેશા માટે દૂર થતી જણાશે. તેનો ઉપાય અપનાવીને તમે કાળા ડાઘ, ખીલ અને ફોલ્લી જેવી ચહેરાને લગતી તકલીફથી તમને વહેલી તકે મુક્તિ મળશે. આજે આપણે તેના માટે કેટલાક ઘરેલુ ઉપચાર વિષે જાણીએ જે ખૂબ ઓછી કિમતે તમને ખૂબ સુંદર બનાવી શકે છે. આયુર્વેદિક ઉપચાર કરવા ખૂબ અસરકારક અને સરળ હોય છે.

બધા જાણતા જ હશે કે આયુર્વેદિક ઉપચાર કરવાથી કોઈ પણ આડઅસર થતી નથી. તેથી તમે પણ કોઈ પણ ચિંતા કર્યા વગર આનો ઉપયોગ કરી શકો છો. તેથી આપણે આજે જાણીએ કે ચહેરાને કેવી રીતે સુધારી શકાય છે. તેનાથી તમારી બેજાન અને સૂકી ત્વચા દૂર કરેને તમારા ચહેરાનું તેજ વધારે છે. આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ મુલતાની માટી, ચણાનો લોટ, ચંદન પાવડર અને ગુલાબજળ ની જ જરૂર રહેશે.

આ વસ્તુનો તમે ઘણી વખત ઉપયોગ પહેલા પણ કર્યો જ હશે. પરંતુ આજે આપણે તેનો કેવી રીતે ઉપયોગ કરાય તેના વિષે આપણે જાણીએ. તેને વાપરવાની સાચી રીત જાણીએ. તમે આવી રીતે ઘણી વાર આનો ઉપયોગ પણ કર્યો હશે. તેને વાપરવા માટે તમારે બે ચમચી મુલતાની માટી લઈ તેમાં તમારે અડધી ચમચી ચણાનો લોટ અને તેની સાથે તેમાં ચંદન પાઉડર પણ તેમાં નાખવો.

તે પછી તમારે તેમાં ૭ થી ૮ ચમચી જેટલું ગુલાબજળ નાખીને તમારે તેને સરખી રીતે ભેળવીને તમારે તેને આઈસ ટ્રેમાં નાખીને તેને તમારે ૪ થી ૫ કલાક માટે ફ્રિજમાં રાખવું જોઈએ તે બરફ જેવું થઈ જાય તે પછી તમારે તેનો ઉપયોગ કરવાનો રહેશે. તેને ઉપયોગ કરવા માટે તમારે એક સ્વચ્છ કપડામાં આના ટુકડાને લઈને તમારે ૫ મિનિટ માટે તમારે તેને ત્વચા પર હળવા હાથેથી મસાજ કરવું.

તે પછી તમારે તેને ૧૫ મિનિટ માટે રહેવા દેવું અને ત્યાર બાદ તમારે તેને ઠંડા પાણીથી સાફ કરી લેવું. આ ઉપયોગ તમારે ૧૫ દિવસ માટે નિયમિત રીતે કરવાથી તમારી ત્વચાને લગતી બધી જ સમસ્યા દૂર થઈ જશે. તેનાથી તમારા ખીલ, ડાઘ અને ફોલ્લી હમેશા માટે દૂર થઈ જશે. તેથી તમારે આનો ઉપયોગ જરૂર કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *