આ સાયકલ માત્ર પચાસ રૂપિયામા ચાલશે ૧૦૦૦ કિ.મી., ફોનની જેમ કરી શકાય છે ચાર્જ, કિંમત સાંભળીને આજે જ વસાવી લેશો

Spread the love

ભારતમાં સમાન્ય માણસની સામે સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો તે છે મોંઘવારી. મોંઘવારી અને વધતા જતા પેટ્રોલ અને ડીજલને કારણે સમાન્ય માણસ મુશ્કેલીમાં મુકાય જાય છે. સામાન્ય માણસો વિચારી પણ નથી શકતા કે તે આ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવનો સામનો કેવી રીતે કરશે. આજે કોઈ પણ પ્રકારની ગાડી ખરીદતા પહેલા લોકો સો વાર વિચાર કરતા હોય છે. આ વચ્ચે અમે તમને રાહત મળે તેવા સમાચાર આપશું. જેમાં તમારે કોઈ પણ પેટ્રોલ કે ડીઝલની જરૂર નહિ પડે માત્ર ચાર્જીંગ કરીને તમે તેને ગમે તે જગ્યાએ લઈ જઈ શકો છો.

આ ઈ-સાયકલ મા પુણે ખાતે નેક્સજુ મોબિલીટી એક સ્ટાર્ટઅપ છે જે તમારા બધાની સૌથી મોટી આશા બનીને બહાર આવી છે. અતુલ્ય મિત્તલે આ સ્ટાર્ટઅ પને ૨૦૧૫મા શરૂ કર્યું હતું. તેનું જૂનું નામ અવાન મોટર્સ હતું, જે ઈ-સાયકલ અને ઈ-સ્કૂટરને બનાવતું હતું. ઈ-સાઈકલ વિશે બતાવતા અતુલ્ય કહે છે કે, તેમનું ઈવી મોડલ ના માત્ર રસ્તું છે, પરંતુ તે પર્યાવરણ માટે પણ બધા માપદંડોમાં ખરું ઉતરે એવું છે. અતુલ્ય પ્રમાણે એક ઈવીને ચલાવવાનો ખર્ચો ૦.૨ રૂપિયા પ્રતિ કિલોમીટર આવે છે, જ્યારે પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોમાં આ ખર્ચ ૧.૫ રૂપિયા પ્રતિ કિલોમીટર પર પડે છે.

આ સાથે જ તેમણે કહ્યું કે, દસ રૂપિયાના ચાર્જ કરવા પર, અમારી ઈ-સાયકલ ૧૫૦ કિલોમીટર જેટલું અંતર કાપે છે, અને સ્કૂટર ૪૫ કિમીનું અંતર પસાર કરી લે છે. જ્યારે ૫૦ રૂપિયામાં આ સાયકલ ૧૦૦૦ કિલોમીટર સુધી ચાલી શકે છે. આપણા શહેરમાં વીજળીની કિમત પ્રતિ યુનિટના રૂપિયા આઠ હોય છે, તો આ સાયકલનો ચાર્જ કરવા માટે દસ રૂપિયાનો ખર્ચ થશે. તે સાયકલ પૂરી રીતે મેડ ઈન ઇન્ડિયાની બનેલી છે. તેનો દરેક પાર્ટને ભારતમાં બનાવામાં આવ્યા છે. તેમાં ઘણા ઓછા પાર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને લીધે તેનું વજન સાવ ઓછુ છે.

તેને સાચવામાં પણ ઓછો ખર્ચ આવે છે. ઈ- સાયકલની સૌથી મહત્વની વાત એ છે કે તેમાં ચાર્જ કરવું ખુબ સરળ છે. તેને તમે તમારા ફોન અને લેપટોપની જેમ તેમાં પણ ચાર્જ કરી શકો છો. આ સાયકલને બે વેરીએન્ટ Rompus+ અને Roadlark માં જોઈ શકાય છે. જો તે સાયકલની કિંમત વિષે વાત કરીએ તો Rompus+ ઇલેક્ટ્રીક સાયકલની કિમત ૩૧,૯૮૦ છે, અને વધારે કિમત વળી Roadlark ની કિમત ૪૨,૩૧૭ રૂપિયા રાખવામાં આવી છે.

આ શાનદાર ઇલેક્ટ્રીક સાયકલ માં 36V, 250 WUB HUB બ્રશલેસ ડીસી (BLDC) મોટરને લગાવવામાં આવેલી છે. તેમાં 36V, 5.2AH લિથિયમ આયન બેટરી પણ લગાવેલી છે. આ બેટરી સાઇકલને ૭૫૦ સાયકલ બેટરીની લાઈફ આપે છે. આ બેટરીને તમે ૨.૫ થી ૩ કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય છે. જો તમે આ શાનદાર સાયકલને ખરીદવા માંગતા હોય તો તમે નેક્સજૂ ડીલરશીપ પર જઈને તેને ખરીદી શકો છો. આ સાથે જ તમે તે કંપનીની વેબસાઈટથી પણ ઓનલાઇન પણ તેને ખરીદી શકો છો. આ બંને વસ્તુ થોડા સમયમાં એમેઝોન અને અન્ય વેબસાઈટ પર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *