આ છે “તારક મહેતા…“ના બબીતાજી નુ આટલા કરોડ નુ ઘર, જુઓ આ મનમોહક તસ્વીરો…

Spread the love

મિત્રો, આજે આ લેખમા આપણે તારક મહેતા કા ઉલટા ચશ્માની એક ખુબ જ ઉત્કૃષ્ટ અભિનેત્રી બબીતાજી ઉર્ફે મુનમુન દતા વિશે વાત કરીશુ. આજે આપણે તેણીના અંગત જીવન વિશે થોડી માહિતી મેળવીશુ. મુનમુન દત્તા એ મુંબઈના અંધેરી વિસ્તારમા વસવાટ કરે છે. તેણી અંધેરી વેસ્ટમા પોતાની માતા સાથે રહે છે. તેણીના પિતાનુ હાલ થોડા વર્ષ પહેલા જ નિધન થયુ છે ત્યારે હવે અહીં તેઓ પોતાની માતા સાથે રહે છે.

સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે બબીતાજી આ ઘર રાખવા ઈચ્છતી નથી. તેણી હાલ પોતાનુ આ જુનું ઘર વહેંચીને નવુ ઘર લેવાની ઈચ્છા ધરાવે છે પરંતુ, તેણીને તેની ઈચ્છા મુજબનો ભાવ ના મળતા હાલ તે શાંતિથી બેઠી છે. તે ઈચ્છે છે કે, તેનુ ઘર ૧.૨૫ કરોડમા વહેંચાય પરંતુ, હાલ કોઈ આ ભાવમા તેનુ ઘર ખરીદવા તૈયાર નથી.

જો તેણીના અભ્યાસ વિશે વાત કરીએ, તો તેણીએ મહારાષ્ટ્રમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેણી મૂળ બંગાળી છે પરંતુ, તેણીએ પૂનામા અંગ્રેજીમાં માસ્ટર ડિગ્રી લીધી છે. અહી તે ફેશન શો મા મોડેલીંગ પણ કરતી હતી અને આં સમય દરમિયાન જ જેઠાલાલ એટલે કે દિલીપ જોશીની નજર તેમના પર પડી અને તેમને તારક મહેતા ટીમનો ભાગ બનવા માટે નિમંત્રણ પાઠવવામા આવ્યુ.

મુનમુન દત્તા તથા દિલીપ જોષી એકબીજાને વર્ષ ૨૦૦૪ થી ઓળખે છે અને તમે જોઈ પણ શકો છો કે, હાલ બન્ને એકબીજા સાથે સુપર રોલ પ્લે કરી રહ્યાં છે. મુનમુન ફિલ્મોમા પણ કામ કરી ચુકી છે. તેણીએ કમલ હાસનની ફિલ્મ “મુંબઈ એક્સપ્રેસ”મા કામ કર્યુ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૦૫મા રિલીઝ થઈ હતી. આ સિવાય તેણીએ અન્ય અનેકવિધ ફિલ્મોમા પણ કામ કર્યુ છે અને હાલ તે તારક મહેતા શો દ્વારા દર્શકોને ભરપૂર મનોરંજન પૂરુ પાડી રહી છે.

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ તેણી ડોક્ટર બનવા ઈચ્છતી હતી પરંતુ, તેણીનુ ભાગ્ય કઈક અલગ જ ઇચ્છતુ હતુ અને તેણી અભિનેત્રી બની ગઈ. આ ઉપરાંત તેણી સામાજિક પ્રવૃતિઓ સાથે પણ જોડાયેલી છે. થોડા સમય પહેલા જ તેણે ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમને લઈને એક ઓપન લેટર લખ્યો હતો અને તેમાં તેણે શિક્ષણ પ્રણાલીની ટીકા કરી હતી. આ સીવ્બાય તેણી પોતાના હેરડ્રેસરની દીકરી તથા કામવાળીના બાળકનો ભણવાનો તમામ ખર્ચ પણ ઉપાડી રહી છે.

તમને એ વાત જાણીને ખુબ જ નવાઈ લાગશે કે, ૩૨ વર્ષની ઉમર ધરાવતી મુનમુન હજુ પણ સિંગલ છે.એક સમયે બબિતાના સંબંધો ‘બિગ બોસ’ના પૂર્વ સ્પર્ધક અરમાન કોહલી સાથે હતા પરંતુ, પતિની હરકતોએ બન્નેને અલગ કરવા પર મજબૂર કર્યા હતા. ઓસ્ટ્રેલિયા મા અરમાને મુનમુન દત્તાનુ ગળું દબાવ્યું હતું અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ બાદ બંને વચ્ચેના સંબંધો તૂટી ગયા હતા અને આંજે તે સિંગલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *