આ છે દુનિયાની સૌથી મોંઘી થાળી, જો 30 મિનિટ માં ખાઈ ગયા તો…

Spread the love

મિત્રો , હાલ ના આધુનિક સમય મા લોકો ને બહાર નું ભોજન વધુ પડતું પસંદ પડે છે. મોટા ભાગ ના લોકો વિકેન્ડ્સ પર બહાર હોટેલ અથવા તો રેસ્ટોરાં મા જમવાનું પસંદ કરતાં હોય છે. આ ઉપરાંત આ હોટેલો તથા રેસ્ટોરાં ગ્રાહકો ને આકર્ષવા માટે અનેકવિધ પ્રકાર ની લોભામણી જાહેરાતો પણ બહાર પાડતા હોય છે.

હાલ આપણે આજે આ લેખ મા મુંબઈ ના એક આવા જ રેસ્ટોરાં વિશે ચર્ચા કરવાની છે કે જેમને માંસાહાર વર્ગ માટે એક વિશિષ્ટ થાળી નું આયોજન કરેલું છે. એવું કહેવાય છે કે આ વિશ્વ ની સૌથી મોટી ભોજન ની થાળી છે. બોમ્બે ના પવઈ માં મિનિ પંજાબ લેકસાઈડ ના નામે એક ફેમસ રેસ્ટોરાં એ વિશ્વ ની સૌથી વિશાળ અને લિજ્જતદાર માંસાહારી થાળી બનાવી છે. આ ફેમસ માંસાહારી થાળી ને એક પ્રખ્યાત કુસ્તીબાજ દારાસિંહ નું નામ આપવામાં આવ્યું છે.

આ દારા સિંહ પ્લેટ મા ટોટલ ૪૪ પ્રકાર ની અવનવી વાનગીઓ નો સમાવેશ કરવામાં આવેલો છે. આ રેસ્ટોરાં ના ઓનર જગજીત સિંહ જણાવે છે કે , આ પ્લેટ નું નામ દારા સિંહ એટલા માટે રાખવામા આવ્યું કારણ કે તેમણે પંજાબી ફૂડ અત્યંત પ્રિય હતું. આ દારાસિંહ નામક થાળી માં સિખ કબાબ , મકાઇ ની રોટી , દાળ , મટન , બટર ચિકન , પાપડ , કચુંબર , મટન મસાલા , ચિકન બિરયાની , ટંગડી કબાબ , કોલીવાડા , ચૂર-ચૂર નાન વગેરે વાનગીઓ નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત તેમાં પંજાબી લસ્સી , શિકંજી , છાસ , બ્લેક કૈરલ પીવા માટે આપવામાં આવે છે અને હવે મિષ્ટાન ની વાત પર આવે તો રસગુલ્લા , જલેબી , રબડી , મગ ની દાળ નો હળવો , પુડિંગ , પેડા , બરફી , માલપુઆ , કેક અને આઇસ્ક્રીમ નો સમાવેશ થાય છે.

આ થાળી બનાવવા પાછળ નો શ્રેય નવનીત ચાવલા ને જાય છે. જો કોઈ વ્યક્તિ આ થાળી ને ૩૦ મિનિટ ની અંદર પૂર્ણ કરી લે તો તેમણે આ થાળી માટે એક પણ રૂપિયો ચૂકવવો પડશે નહીં એટલે કે આ સંપૂર્ણ થાળી તેમના માટે ફ્રી. હાલ સુધી માં આ થાળી ને ૧૨ લોકો પૂર્ણ કરવામાં સફળ રહ્યા છે જેમાં સૌથી ઝડપી એક વિદેશી વ્યક્તિ દ્વારા આ થાળી પૂર્ણ કરવામાં આવી હતી. આ વ્યક્તિ એ આ થાળી ને ૨૯ મિનિટ અને ૨૯ સેકન્ડ માં થાળી ને પૂરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *