આ છે દુનિયાનો સૌથી લાંબો પોલીસ જવાન, લંબાઈની દ્રષ્ટિએ આપે છે “ખલી” ને પણ ટક્કર, જુઓ તસ્વીરો
મિત્રો, આપણે આપણા રોજ-બરોજ ના જીવનમા એવા અનેકવિધ લોકો વિશે સાંભળતા હશુ કે જે પોતાની આવડત ના કારણે સમગ્ર વિશ્વ મા પોતાના નામની એક આગવી છાપ છોડી જાય છે ત્યારે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પંજાબ ના એક પોલીસ કર્મચારી વિશે જે પોતાની હાઇટ અને વજન ના કારણે હાલ ચર્ચા મા છે.
આ પોલીસમેન નુ નામ છે જગદીપ સિંહ. જગદીપ સિંહ છેલ્લા ૨૦ વર્ષ થી પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવી રહ્યો છે. જગદીપ સિંહ ૭ ફૂટ ૬ ઇંચ ની હાઇટ ધરાવે છે તથા તેમનો વજન ૧૯૦ કિલો છે, તેમને ૧૯ નંબર ના શૂઝ પણ ખૂબ જ મુશ્કેલી થી આવે છે. આ નંબર સાંભળીને તમને એમ થતુ હશે કે શુ આ નંબર ના શૂઝ પણ આવતા હશે? આ ઉપરાંત તે પોતાના કપડા પણ સિવડાવી ને પહેરે છે.
જગદીપ સિંહ જણાવે છે કે આ વધુ હાઇટ ના કારણે તેમને જીવનમા અનેકવિધ મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો. તે પોતાના મન મુજબ કપડા નહોતા પહેરી શકતા, તે સામાન્ય શૌચાલય નો ઉપયોગ કરી શકતા નથી , આ ઉપરાંત ના તો તે કોઈ ના હૃદય મા જગ્યા બનાવી શકે છે એટલે કે તેમના લગ્ન માટે પણ આ હાઇટ અને વજન વિઘ્ન બની રહ્યુ હતુ.
આ સિવાય વધારે હાઇટ અને વજન ના કારણે તે બસ મા પણ સફર કરી શકતા નથી. તેમને ક્યાય પણ જવુ હોય તો તેમણે પોતાની કાર લઈને જવુ પડે છે. આ સિવાય તેમને ધ્યાન મા રાખીને તેમની પોલીસ ચોકી પણ વિશિષ્ટ સ્વરૂપે ડીઝાઇન કરવામા આવી હતી.
જગદીપ સિંહ ના પત્ની જણાવે છે કે , મને મારા પતિ પર ગર્વ છે કે તે પંજાબ પોલીસ મા સૌથી વધુ હાઇટ ધરાવતા પોલીસમેન છે, જગદીપ સિંહ સાથે તેમના પત્ની ને સેલિબ્રિટી જેવી ફિલિંગ આવે છે, કારણ કે લોકો ઘણી વાર તેમની પાસે આવીને તેમની સાથે સેલ્ફી ક્લિક કરતા હોય છે. મિત્રો , જ્યારે ભગવાન એક હાથ થી તમારા પાસે થી કઈક લઈ લે છે તો બીજા હાથે તેના કરતા પણ વિશેષ તમને પરત આપે છે.