આ છે ડાયાબીટીસ દૂર કરવા માટેના રામબાણ ઈલાજ, એકવાર જરૂર જાણી લો આ વસ્તુઓની ઉપયોગની રીત…

Spread the love

ડાયાબિટીસની બીમારી આજના મોટાભાગના લોકોને થવા લાગી છે. તે લોકો ડોક્ટરો પાસેથી લીધેલી દવાનું સેવન કરતાં હોય છે. તેનાથી શુગરને નિયંત્રિત રાખી શકાય છે. તે દવાનો પાવર હોય ત્યાં સુધી સારું રહે છે. ત્યારબાદ્દ આ સમસ્યામાં વધારો થવા લાગે છે. તે દર્દીઑને કેલેરીનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક ન ખાવો જોઈએ. કેટલાક લોકોને તે વારસાગત બીમારી આવતી હોય છે. આજના ઘણા લોકોને આ સમસ્યાઓ છે. તેને દૂર કરવા માટે ઘરેલુ ઉપાય કરવા જોઈએ.

તજનો ઉપયોગ કરવો:

તજનો સ્વાદ મીઠો અને તીખો હોય છે. તેનાથી શરીરના શુગરના લેવલને નિયંત્રિત કરી શકાય છે. શરીરમાં તે અનેક રોગો દૂર કરવા માટે ખૂબ જરૂરી છે. કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે તેમનો ઉપયોગ કરવો ખૂબ ફાયદાકારક છે. તેનાથી શરીરની ઇમ્યુનિટીમાં વધારો થાય છે. તેમનો પાવડર કરીને તેને ગરમ પાણી સાથે પીવાથી શુગર નિયંત્રિત રાખી શકાય છે. તેનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસની બીમારી દૂર થાય છે.

આમળા શુગરને નિયંત્રિત કરે છે:

આમળા શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તેમનો ઉપયોગ હળદર સાથે કરવાથી ખૂબ ફાયદો થાય છે. તેમનો રસ કાઢીને તેમાં થોડી હળદર નાખીને પીવાથી શુગરને નિયંત્રિત રાખી શકાય છે. તેમાં ક્રોમિયમ જેવા મિનરલ તત્વો જોવા મળે છે. તેનાથી શરીરનું મેટાબોલીઝમમાં વધારો થઈ શકે છે. નિયમિત તેનું સેવન કરવાથી ડાયાબિટીસમાં શુગરનું પ્રમાણ ઘટાડી શકાય છે.

બારમાસી ઉપયોગી:

બારમાસીના ફૂલનો ઉપયોગ આપણે ઘણી જ્ગ્યાએ કરીએ છીએ. તે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર જેવી અનેક બીમારીઓ સામે દવા સમાન માનવામાં આવે છે. તેનાથી લોહીનું શુદ્ધિકરણ બરાબર થાય છે. તેમના ફૂલ, પાન, ટામેટાં , કાકડી બધાનો મિક્સ રસ કાઢીને તેને પીવું જોઈએ. તેનાથી શુગર ઘટી શકે છે.

મીઠો લીમડો:

લીમડો શરીરની અનેક બીમારીઓ સામે લડી શકે છે. તેમાં ખૂબ ગુણ રહેલા હોય છે. તેનાથી ડાયાબીટીસના દર્દી માટે તે ખૂબ ઉપયોગી છે. પાણીમાં તેમના પાન વાટીને નાખવા જે પાણીને ખૂબ ઉકાળીને તે ઠંડુ થયા બાદ પીવાથી શુગરનું લેવલ ઝડપથી ઘટાડી શકાય છે. તેનો નિયમિત ઉપયોગ કરવાથી આ સમસ્યામાથી છુટકારો મેળવી શકાય છે.

કૂવારપાઠું ઉપયોગી:

કૂવારપાઠું વાળ માટે ખૂબ મહત્વની ઔષધિ છે. તે કેટલાક ચામડીના રોગો દૂર કરવામાં ખૂબ ફાયદો કરે છે. તેનાથી ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર, પેટની કેટલીક તકલીફો જેવી અનેક સમસ્યાઓ દૂર કરવા માટે તેનો ઉપયોગી કરવો ખૂબ જરૂરી છે. તેનો રસ કાઢીને તેને ગરમ પાણી સાથે પીવાથી શુગરમ ઘટાડો કરી શકાય છે.

આંબો ડાયાબિટીસ માટે ઉપયોગી:

આંબાના પાન ડાયાબીટીસની બીમારી દૂર કરવા માટે ખૂબ ઉપયોગી છે. તેનાથી આંતરડાની બીમારી દૂર થાય છે. તેમના પાનને વાટીને તેને પાણીમાં પલાળીને રાખવા જોઈએ. બીજા દિવસે તે પાણીને ભૂખ્યા પેટે પીવાથી શરીરમાં રહેલી શુગરમાં ઘટાડો થાય છે.

જાંબુ શુગરને નિયંત્રિત કરે છે:

આયુર્વેદમાં જાંબુનો ઉપયોગ ડાયાબીટીસના દર્દી માટે ખૂબ ઉપયોગી છે. તે આંખો અને ચામડી માટે ખૂબ જરૂરી છે. તેનું નિયમિત સેવન કરવાથી શુગરને ઝડપથી નિયંત્રિત રાખી શકાય છે. તે અમુક રૂતુમાં જ જોવા મળે છે. તેના ઠળિયાનો પાવડર બનાવીને તેને ગરમ પાણી સાથે પીવાથી શુગર નિયંત્રિત થઈ શકે છે.

કાળીજીરી ડાયાબીટીસ દૂર કરે છે :

કાળીજીરી શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તેમાં ખૂબ પ્રમાણમા એમીનોએસિડ રહેલા હોય છે. તેથી તે ઘણા રોગો સામે રક્ષણ આપે છે. ડાયાબિટીની બીમારી દૂર કરવા માટે તેનો પાવડર કરીને તેને નિયમિત પીવાથી તે સમસ્યામાથી છુટકારો મેળવી શકાય છે. તેને ગરમ પાણી સાથે પીવી જોઈએ. તેથી શુગરમાં ઘટાડો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *