આ ચાર ચટાકેદાર ચટણી ભુલાવી દેશે તમને સબ્જીનો સ્વાદ, એકવાર જરૂરથી કરો ઘરે ટ્રાય, નોંધીલો તેની બનાવવાની રીત

Spread the love

આપણે રસોઈમાં કેટલીક ચટણી બનાવતા હોઈએ છીએ. ઘણી ચટણી તો આપણે રોટલી સાથે ખાઈએ છીએ અને શાક ના હોય તો પણ ચલાવી લઈએ છીએ. ચટણી બનાવવા માટે મરચા અને ધાણાનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી સ્વાદ ખૂબ સારો આવે છે.

ધાણા, મરચુ, લીલું લસણ, સિંગના બીજ, લીંબુ સ્વાદ અનુસાર મીઠું અને ગોળ લેવા. ત્યારબાદ ધાણા મરચાં ને લસણને એકસાથે પીસી નાખવું જોઈએ. પછી સીંગના બીજ પીસવા તે બધાને મિક્સ કરીને તેમાં સ્વાદ અનુસાર મીઠું અને ગોળ નાખવો. તે ચટણીને એક બાઉલમાં મિક્સ કરીને રાખી દેવી જોઈએ. તેનો સ્વાદ ખૂબ સરસ આવે છે. તે રોટલી સાથે ખાઈ શકાય.

લીલી હળદર અને ધાણા, લસણ, મરચાં, સ્વાદ પ્રમાણે મીઠું અને ગોળ, લીંબુનો રસ લેવા. મરચાં અને ધાણાને મિક્સ કરીને પીસી નાખવા. ત્યારબાદ લીલી હળદર અને લસણને પીસી નાખવું જોઈએ. તે બધુ મિક્સ કરીને તેમાં સ્વાદ અનુસાર નમક અને ગોળ નાખીને ભેળવવું ત્યારબાદ તીખાશ હોય તે પ્રમાણે જરૂર મુજબ તેમાં લીંબુનો રસ નાખવો. જે લોકોને હળદર પસંદ ન હોય તે લોકોને પણ આ ચટણી ભાવશે.

ધાણાની દાંડી, લસણ, મરચાં, ગાંઠિયા, સ્વાદ પ્રમાણે ખાંડ, નમક, અને લીંબુનો રસ લેવા જોઈએ. લસણની કળી અને ધાણાની દાંડીને ખાંડી નાખવી જોઈએ. ત્યારબાદ ગાંઠિયાનો ભૂકો કરી નાખવો. તે બધી વસ્તુઑ મિક્સ કરીને તેમાં તમારા સ્વાદ અનુસાર ખાંડ, મીઠું અને લીંબુ નાખી શકો છો. આ ચટણી બનાવવા માટે બધી વસ્તુઓ આપના ઘરમાં જ રહેલી હોય છે. તેને થેપલા,પરાઠા અને રોટલી સાથે તમે ખાઈ શકો છો.

મહારાષ્ટ્રમા  લોકો કેવી ચટણી બનાવે છે તેનો સ્વાદ કેવો હોય છે. તેના માટે આપણે ચટણી બનાવીને તેનો સ્વાદ લઈએ. તેના માટે તેલ, મરચાં, સીંગદાણા, ધાણા, લસણ અને સ્વાદ પ્રમાણે મીઠું લેવું જોઈએ. એક વાસણમાં તેલ ગરમ કરીને તેમાં મરચાં અને લસણ નાખી દેવા ત્યારબાદ તેને પીસી નાખવા. દાણા ખાંડીને તેમાં મિક્સ કરવા. તે પેસ્ટને તેલમાં નાખી દેવી તેમાં સ્વાદ અનુસાર મીઠું અને લીંબુ નાખવુ. આ ચટણીને રોટલી અને બીજી વસ્તુ સાથે ખાઈ શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *