આ બોલિવૂડ સ્ટાર્સ પાસે છે આવા લક્ઝુરિયસ બંગલો, ઘરમા આવી સુવિધાઓ જોઈને રહી જશો દંગ !

Spread the love

મિત્રો, હાલ આખો દેશ કોરોના વાઇરસ ની સમસ્યા સામે ઝઝુમી રહ્યો છે અને લડી રહ્યો છે ત્યારે આ સમસ્યા ને દૂર કરવા માટે બોલીવુડ સિતારાઓ પણ મન મૂકીને આગળ આવ્યા છે. તેમણે આ કોરોના વાઇરસ થી પીડાતા લોકો ની સારવાર કરવા માટે લાખો રૂપિયા નુ દાન કર્યું છે. જે લોકો દાન મા લાખો રૂપિયા આપી શકતા હોય તે કેટલા સમૃધ્ધ હશે તે તમે તેના પરથી અંદાજ લગાવી શકો.

ફક્ત પૈસા જ નહિ પરંતુ, આ લોકો સારી સારી સંપત્તિ ના માલિક પણ છે. તેમના બંગલાઓ જોઈને તથા તેમના વિશે જાણીને તમે તેમની સમૃધ્ધિ નો અંદાજ લગાવી શકો છો. આજે આપણે આ લેખમા અમુક એવા બોલીવુડ ના સિતારાઓ વિશે જાણીશુ કે જેમના બંગલા છે સૌથી વિશેષ અને તમામ સુખ-સુવિધાઓ થી પરિપૂર્ણ.

શાહરૂખ ખાન :

આ યાદીમા સૌથી પહેલુ નામ આવે છે શાહરૂખ ખાન. તેમના બંગલા નુ નામ છે “મન્નત”. તેમનો બંગલો મહેલ થી કઈ કમ નથી. શાહરૂખ ખાન ના આ બંગલામા જીમ, સ્વિમિંગ પૂલ, મીની થીએટર, લાઇબ્રેરી, બાર અને સ્પોર્ટ્સ રૂમ જેવી અનેકવિધ સુવિધાઓ આવેલી છે.

જૉન અબ્રાહમ :

જૉન અબ્રાહમ નો બંગલો એ દરિયાકિનારા થી તદન નજીક છે. તેમના ઘર ની બાલ્કની થી દરિયા નો વ્યૂ ખૂબ જ સરસ આવે છે. તેમણે તેમના ઘર ના દરેક રૂમ ને કીમતી અને મૂલ્યવાન ચીજવસ્તુઓ થી સજાવીને રાખ્યો છે.

અમિતાભ બચ્ચન :

અમિતાભ બચ્ચન ની પાસે ૨ બંગલો છે જેમાંથી એક બંગલા નુ નામ “જલસા” છે , જ્યા તે પોતાની ફેમિલી સાથે રહે છે તથા તેમના બીજા બંગલા નુ નામ “પ્રતીક્ષા” છે , જે પણ ખૂબ જ ભવ્ય છે.

સૈફ અલી ખાન :

સૈફ અલી ખાન ની વાત જ તદન અલગ છે. તે રાજપરિવાર ના એક વંશજ છે. તે એક નહિ પણ અનેક હવેલીઓ ના માલિક છે. તે હાલ બાંદ્રા ના ફોર્ચ્યું હાઈટ્સ મા રહે છે. ગુજરાત મા ઇબ્રાહિમ કોઠી , ગુરુગ્રામ મા પટોડી અને ભોપાલ મા આવી અનેક પ્રોપર્ટી ના તે માલિક છે.

સલમાન ખાન :

સલમાન ખાન ના ઠાઠ પણ રાજાશાહી થી કઈ કમ નથી. તે કાર્ટર રોડ પર સ્થિત ગેલેક્સી એપારટમેન્ટમા પોતાની ફેમિલી સાથે રહે છે. આ બિલ્ડિંગ મા રહેલો તેમનો એપારટમેન્ટ ખૂબ જ ભવ્ય છે. જો કે સલમાન ખાન પાસે પોતાનુ એક ફાર્મ હાઉસ પણ છે જે પણ ખૂબ જ ભવ્ય છે.

શિલ્પા શેટ્ટી કુંદ્રા :

શિલ્પા શેટ્ટી જેટલી પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે તેટલી જ પોતાની સંપત્તિ માટે પણ જાણીતી છે. તેમણે હાલ થોડા સમય પહેલા જ રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા. આ બંને જુહુ પાસે ના બંગલા મા રહે છે.

અક્ષય કુમાર :

અક્ષય કુમાર એ ખૂબ જ મોટી અને વિશાળ વિલા ના માલિક છે. તેમનો બંગલો પણ અન્ય સિતારાઓ ની જેમ દરિયાકિનારે આવેલો છે. એવુ કહેવાય છે કે જ્યારે અક્ષય અભિનય ક્ષેત્ર ના પ્રારંભિક સમય મા આ પ્રોપર્ટી પાસે ઉભા રહીને પોર્ટફોલિયો શૂટ કરવા માટે આવતા તો તેમને ત્યાંથી ભગાડી દેવામા આવતા અને આજે અક્ષય તે જ પ્રોપર્ટી ના માલિક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *