આ બે વસ્તુઓ નો રસ ભેળવીને અઠવાડિયામા બે વખત લગાવવાથી વાળને મળે છે આવા અદભુત લાભ, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, લાંબા વાળની સાર-સંભાળ રાખવી એ ખુબ જ પરિશ્રમ ભરેલુ કાર્ય છે. દરેક સ્ત્રીને લાંબા વાળ રાખવા ખુબ જ વધારે પડતા પસંદ હોય છે પરંતુ, પ્રવર્તમાન સમયનુ પ્રદુષણ ભરેલુ વાતવરણ અને વ્યસ્ત જીવનશૈલીના કારણે તે શક્ય બનતુ નથી. જો તમે પણ લાંબા વાળની ઈચ્છા ધરાવો છો તો ઘરે રહીને જ તમારે તમારા વાળની સાર-સંભાળ રાખવી પડશે. આ માટે તમારે સૌથી પહેલા તમારા ડાયટમા આદુ અને કાકાડીને સામેલ કરવુ પડશે ફક્ત એટલું જ નહિ, તમારે આદુ અને કાકડીનુ મિશ્રણ તૈયાર કરીને તમારા વાળ પર હેયર પેકની જેમ પણ લગાવવું પડશે. તો ચાલો આ ઉપાય વિશે વિગતવાર ચર્ચા કરીએ.

તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આદુમા પુષ્કળ માત્રામા મેગ્નેશિયમ, પોટેશિયમ અને વિટામિન્સ સમાવિષ્ટ હોય છે. તે ફક્ત તમારા શરીર માટે જ નહિ પરંતુ, તેની સાથે જ તમારા વાળના આરોગ્ય માટે સ્વાસ્થ્યપ્રદ સાબિત થાય છે. આદુ અને કાકડી બંને તમારા વાળને પોષણ આપવાની સાથે-સાથે મજબુતી પણ આપે છે. આ ઉપાય અજમાવવાથી તમારા વાળ ઓછા તૂટશે અને વાળનો વિકાસ પણ સારો થશે, તો ચાલો જાણીએ આ ઉપાય વિશે.

વાળ માટે આદુ, કાકડી, કોકોનટનુ ઓઈલ અને તુલસી પણ આપણા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ બધી જ વસ્તુઓમા પુષ્કળ માત્રામા પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જે વાળનો વિકાસ વધારવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. કાકડીનો રસ એ વાળનો વિકાસ વધારે છે અને તુલસીનુ ઓઈલ તમારા વાળમા પડેલા ખોળાની સમસ્યાને દુર કરે છે.

જો તમે એક મોટી ચમચી પીસેલુ આદુ, અડધો કપ પીસેલી કાકડી, એક મોટી ચમચી કોકોનટનુ ઓઈલ અને એક મોટી ચમચી તુલસીનુ ઓઈલ મિક્સ કરી તેની એક મુલાયમ પેસ્ટ તૈયાર કરો અને ત્યારપછી આ મિશ્રણને તમારા વાળમા લગાવો. આ પેસ્ટને માથામા જડમૂળ સુધી લગાવો અને તેને ૩૦ મિનીટ સુધી રહેવા દો અને ત્યારબાદ તમારા વાળને શેમ્પુ વડે સાફ કરી લો. અઠવાડિયામા બે વાર આ પેસ્ટ તમારા વાળમા લગાવો તો તમારા વાળ લાંબા અને મજબુત બનશે.

આ ઉપરાંત વાળ માટે સલ્ફર પણ એક અત્યંત આવશ્યક પોષકતત્વ છે. ડુંગળીમા પુષ્કળ માત્રામા પોષકતત્વ સમાવિષ્ટ છે. જો તમે બે ચમચી પીસેલી ડુંગળી સાથે એક ચમચી પીસેલુ આદુ મિક્સ કરો અને તેને વાળ પર લગાવો તો તમારા વાળની શુષ્કતા તુરંત દૂર થઇ જશે અને તમારા વાળ એકદમ કાળા, આકર્ષક અને મજબુત બનશે.

આ સિવાય જો તમે ડુંગળી અને આદુનો રસ કાઢી અને તેને એક પાત્રમા મિક્સ કરીને ત્યારપછી તમારા વાળ પર લગાવો અને તેને ૨૦ મિનીટ માટે રહેવા દો અને પછી શેમ્પૂથી તમારા વાળને સાફ કરી લો તો તમારા વાળ એકદમ સિલ્કી અને આકર્ષક બને છે તથા તમારી વાળ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે, જો તમે પણ વાળ સાથે સંકળાયેલ કોઈ સમસ્યાથી પીડાવ છો તો આ ઉપાય અવશ્યપણે અજમાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *