આ ઔષધિ ૨૦ કરતા પણ વધુ બીમારીઓને દૂર કરવા માટે સાબિત થાય છે ઉપયોગી, આજે જ જાણો ઉપયોગ કરવાની રીત…

Spread the love

મિત્રો, આજે આપણે જે ઔષધિ વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેના ઉપયોગથી તમને અનેકવિધ બીમારીઓ સામે રાહત મળી શકે છે. આ ઔષધિ આપણા દેશમા જ નહી પરંતુ, અન્ય અનેકવિધ દેશોમા જોવા મળે છે. આ ઔષધિના ઉપયોગ વિશે અને તેનાથી કઈ-કઈ બીમારીઓના નિદાન થઇ શકે છે? તેના વિશે આજે આપણે માહિતી મેળવીશુ.

આપણે આજે જે ઔષધિ વિશે વિસ્તૃત ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેનુ નામ છે શતાવરી. આપણા દેશમા લગભગ દરેક જગ્યાએ આ છોડ તમને જોવા મળી રહેશે. આપણા પૂર્વજો આ છોડને લગભગ “એકલકાંતા” ના નામેથી ઓળખતા હશે. પહેલાના સમયમા લગભગ દરેક વ્યક્તિ આ છોડને આ નામથી જ ઓળખતા હતા. તો ચાલો આ અંગે હજુ થોડી વિસ્તૃત માહિતી મેળવીએ.

જો તમારા શરીરમા ગરમીનુ પ્રમાણ વધી જાય તો તમને શરીરમાં ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ ઊભી થઇ શકે છે. પેટ સાથે સંકળાયેલ આવી સમસ્યાઓના નિવારણ માટે શતાવરી ખુબજ લાભદાયી સાબિત થાય છે. નિયમિતિ સવારે ૫-૭ મિલી શતાવરીનો રસ લઇને તેમા ૭-૮ ગ્રામ મધ મિક્સ કરી તેનુ સેવન કરો તો આ સમસ્યામાંથી તમને તુરંત રાહત મળી જશે.

આ સિવાય જો તમે એક ગ્લાસ દૂધની અંદર એક નાની ચમચી શતાવરીના મૂળનુ ચૂર્ણ મિક્સ કરી તેનુંસેવન કરો તો પણ તમને એસિડિટીની સમસ્યામાથી તુરંત રાહત મળી શકે છે. આ દૂધ અને ચૂર્ણનુ નિયમિત સેવન કરવાથી તમને થોડા સમયમા જ એસિડિટીની સમસ્યાથી રાહત મળી શકે છે. આ સિવાય આ ઔષધિના સેવનથી મોઢા અને આંડતરડામા ગરમીના કારણે જે ચાંદા પડી જાય છે તે સમસ્યામા પણ રાહત મળે છે.

આ સિવાય શરીરમાં નબળાઈ આવવી, શરીર કમજોર પડી જવુ, શરીરનો વિકાસ રુન્ધાવો વગેરે જેવી સમસ્યાઓના નિવારણ માટે પણ શતાવરી ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ઔષધીને પીસીને તેની પેસ્ટ તૈયાર કરીને તેની અંદર બે ચમચી ગરમ ઘી મિક્સ કરો અને બે ગ્રામ સાકરનો પાવડર મિક્સ કરી અને તેનુ નિયમિત વહેલી સવારે સેવન કરો તો તમને એસીડીટીની સમસ્યાથી ખુબ જ સરળતાથી રાહત મળી શકે છે.

જો તમે નિયમિત ૫-૭ ગ્રામ શતવારીનુ ચૂર્ણ એક ગ્લાસ ગરમ દૂધમા મિક્સ કરી અને તેની અંદર થોડી સાકર મેળવી સૂતા પહેલા સેવન કરો તપ તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિ તાવની સમસ્યાથી પીડાઈ રહ્યો હોય તો શતાવરીનો રસ ૧૨ મિલી લઈને તેની અંદર ૫-૭ ગ્રામ ગોળ મિક્સ કરીને તેનુ સેવન કરવામા આવે તો આ સમસ્યા તુરંત દૂર થઇ જાય છે.

આ ઉપરાંત શ્વાસ સાથે સંકળાયેલી સમસ્યાઓથી પીડાતા લોકો માટે પણ શતાવરી ખુબજ લાભદાયી સાબિત થાય છે. જો તમે નિયમિત ૭ ગ્રામ શતાવરીનુ ચૂર્ણ લઈને ત્યારબાદ તેની પેસ્ટ તૈયાર કરી તેને દૂધમા મિક્સ કરીને સેવન કરો તો તમારી શ્વાસ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓનુ નિવારણ થઇ જાય છે. તો એકવાર આ ઔષધીનો ઉપયોગ અવશ્યપણે કરજો અને પછી જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *