આ અસરકારક ઘરેલુ ઉપાય અપાવશે તમને શરદી, તાવ, કફ અને ગળાના ઇન્ફેકશનથી તમને તુરંત રાહત, આજે જ જાણો આ ઉપચારના ઉપયોગની યોગ્ય રીત…

Spread the love

મિત્રો, આ વધી રહેલા કોરોના કાળમા ઘણા બીજા રોગો પણ ફેલાઈ રહ્યા છે. તેનુ મુખ્ય કારણ છે આ બદલાતી ઋતુ. મૌસમમા અવારનવાર અનેકવિધ પ્રકારના પરિવર્તન આવતા રહેતા હોય છે અને તેમા પણ ચોમાસા દરમિયાન તો વાયરલ ઇન્ફેકશનનુ પ્રમાણ ખુબ જ વધારે પડતુ રહે છે. આ સમસ્યા દરમિયાન અનેકવિધ બેક્ટેરિયા નાક વાટે શરીરમાં પ્રવેશે છે અને તેને કારણે શરીરમા કફનુ પ્રમાણ પણ વધે છે.

આ વધતા જતા કોરોનામા સામાન્ય શરદી, કફ, ઉધરસ હોય તો પણ કોરોના થવાની બીક લાગી રહે છે. તેથી તેને સમયસર નાબૂદ કરવા પણ ખૂબ જ આવશ્યક છે. કફમા કોરોનાના બેક્ટેરિયા ભળતા સંક્રમણ વધી શકે છે તેથી ચાલો જોઈએ આ બીમારીઓ દૂર કરવાના કેટલાક ઔષધીય ઉપાય.

જો તમે ઇલાયચીનો પાવડર તૈયાર કરીને તેને સુંઘો તો તમને શરદીની સમસ્યાથી તુરંત રાહત મળે છે. આ સિવાય જો તમે ૧૦ ગ્રામ આદુને ખાંડીને ૨૦૦ મિલી ગરમ પાણીમા ઉકાળી લો અને ત્યારબાદ તેનુ સેવન કરો તો શરદી, ઉધરસ અને ગળામા કફની સમસ્યાથી તમને રાહત મળે છે. આ સિવાય જાયફળને વાટી દૂધમાં મિક્સ કરી પીવાથી પણ શરદી અને ઉધરસમાં રાહત મળે છે.

આ સિવાય મેથીના બીજને સવાર-સાંજ દૂધ સાથે સેવન કરવાથી પણ રાહત મળે છે. આ ઉપરાંત ખજૂરને દૂધમા ઉકાળીને ત્યારબાદ તેને ખાવાથી શરદી અને કફની સમસ્યામા પણ રાહત મળે છે. આ ઉપરાંત જો તમે ફુદીનાના રસનું એક ટીપું નાકમાં નાખવાથી નાકમાં રહેલી ગંદકી દૂર થાય છે અને બંધ નાક ખૂલી જાય છે.

ગરમ પાણીમાં લીંબુ નિચોવીને દિવસમાં ૩-૪ વાર પીવાથી ગળાના દુ:ખાવામાં રાહત થાય છે અને ઉધરસમા પણ ફાયદો થાય છે. રાત્રે સૂતા પહેલા અજમા ફાકવાથી ઉધરસ મટે છે અને ગળુ પણ સાફ રહે છે. આ સિવાય સૂંઠ, વરિયાળી અને તજ ને મિક્સ કરી ચૂર્ણ બનાવી પાણી સાથે ફાકવાથી ગળાની પણ યોગ્ય રીતે સાફ-સફાઈ થાય છે અને કફની સમસ્યા દૂર થાય છે. હળદર માં સહેજ નિમક નાખી પાણી સાથે પીવાથી ઉધરસની સમસ્યા પણ દૂર થાય છે.

આ સિવાય મધમા થોડો લીંબુનો રસ ઉમેરી તેને ચાટવાથી ઉધરસ અને કફની સમસ્યા પણ જડમુળથી દૂર કરી શકાય છે. આ સિવાય વાંસનો રસ, આદુ અને મધ એકસાથે સેવન કરવાથી પણ થોડા જ દિવસમા ઉધરસ, દમ અને અસ્થમા જેવી બીમારીઓને મટાડી શકાય છે. આ ઉપરાંત હરડેનુ ચૂર્ણ અને કાળુ નમક સવારે અને સાંજે ખાવાથી પણ કફની સમસ્યામા રાહત મળી શકે છે તેમજ શરદી અને ઉધરસમા પણ રાહત મળે છે.

જો તમે હળદર અને અજમા પાણીમાં ઉકાળી તેમાં ચપટી નિમક અને લીંબુનો રસ નાખી આ ઉકાળો પીવાથી બંધ નાક ખૂલે છે અને ગળાનો કફ દૂર થાય છે. આ સિવાય ચા મા સૂંઠ નાખી પીવાથી પણ ઉધરસમાં ફાયદો થાય છે અને શરદીમા પણ રાહત મળે છે. આ ઉપરાંત નવશેકા દૂધમાં હળદર નાખીને પીવાથી ઉધરસ અને છાતીનો દુ:ખાવો પણ દૂર થાય છે. તો આજે જ અજમાવો આ ઉપાય અને જુઓ ફરક.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *