આ અનાથ સ્ત્રી નુ લોકડાઉન દરમિયાન થયુ મૃત્યુ, ફરજ પર હાજર રહેલા પોલીસ કર્મીઓએ પૂરી કરી દીકરા ની ખોટ

Spread the love

મિત્રો, ચીન માંથી ફાટી નીકળેલો આ કોરોના વાઈરસ હાલ સમગ્ર વિશ્વ મા પ્રસરી ચુક્યો છે. આ વાઈરસ ના કારણે સમગ્ર વિશ્વમા લાખો લોકો ના મૃત્યુ થઈ ચૂક્યા છે. હાલ, આપણા દેશ ની સ્થિતિ ખુબ જ કફોળી ચાલી રહી છે. આપણા દેશમા હાલ સુધીમા ૧૩ હજાર થી પણ વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને હાલ સમગ્ર દેશમા લોકડાઉન ચાલી રહ્યુ છે.

જો કે હજુ પણ એવા કેટલાય બેજવાબદાર લોકો છે જે આ સ્થિતિ ને ગંભીરતા થી નથી લેતા અને તે લોકડાઉન ને યોગ્ય રીતે પાળતા નથી. સુરક્ષા ને ધ્યાનમા રાખીને પોલીસ કર્મચારીઓ રાત-દિવસ નિરંતર ફરજ બજાવી રહ્યા છે. ઘણા પોલીસ કર્મચારીઓ તો એ ભય થી પણ ઘરે નથી જતા કે તેમના ઘર ના સદસ્યો ને પણ કોરોના નો ચેપ લાગી જશે.

પરંતુ, અમુક લોકો ને પોલીસ ની કદર જ નથી અને તે પોલીસ પર હુમલા કરવા જેવા કૃત્ય કરવા પર ઉતરી આવ્યા છે. જો કે તેમ છતા પોલીસ કર્મચારી પોતાની ફરજ બજાવી રહ્યા છે. લોકડાઉનના આ સમયમા ઘણા એવા ફોટા વાઈરલ થયા છે જેમા પોલીસ કર્મચારીઓ ની નેક કામગીરી જોવા મળી હોય. આવી જ એક ઘટના ગયા મંગળવારે ઉત્તરપ્રદેશના સહારનપુર મા બની.

તમને જણાવી દઈએ કે અહી એક અસહાય સ્ત્રીને પોલીસ ભાઈઓએ પુત્ર ની જેમ કાંધ આપીને સ્મશાને પહોચાડ્યા. પોલીસ ભાઈઓ ના આ ફોટા સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઇ રહ્યા છે. કિશનપુરા ગ્રામ્ય વિસ્તાર ની નિવાસી મીના નામની ૫૫ વર્ષની વિધવા સ્ત્રી નુ નિધન થઇ ગયુ હતુ. મીના મજુરીકાર્ય કરીને આજીવિકા મેળવતી હતી.

પરંતુ, લોકડાઉનના કારણે તેણે અનેકવિધ સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે. તે થોડા દિવસથી બીમાર હતી. તેથી, સંજય કુમારના નિર્દેશ પર બડગામની પોલીસ મીના માટે ભોજન પણ લઈને પહોંચાડતી હતી. અહી એસ.એસ.આઈ. દીપક ચૌધરીએ આ વિધવા અને અસહાય સ્ત્રીને તેના હાથે જમાડ્યુ અને સરકારી દવાખાનામા દાખલ કરી. કારણ કે, મીનાનુ આગળ-પાછળ કોઈ જ સંબંધી નહોતુ.

તેથી સ્વાસ્થ્ય કેન્દ્ર પોલીસ ની ગાડી જ તેને દવાખાને લઇ ગઈ. તમને જણાવી દઈએ કે દવાખાના મા સારવાર દરમિયાન તેનુ મૃત્યુ નીપજ્યુ. આ સમયે એસ.એસ.પી. દીપક ચોધરી, કોન્સ્ટેબલ ગૌરવ કુમાર અને વિનોદ કુમારે મૃત પામેલ વિધવાના પુત્રો બની ગયા અને તેના શબ ને કાંધો આપીને સ્મશાનઘાટ સુધી લઇ ગયા.

ત્યારબાદ આ વૃધ્ધા ના અંતિમ સંસ્કાર કરવામા આવ્યા. સી.એચ.સી. પ્રભારીના જણાવ્યા મુજબ મીનાને રક્ત ઉણપ ની સમસ્યા સર્જાઈ હતી જેથી, તેના હદય એ કાર્ય કરવાનુ બંધ કરી દીધુ અને તેણી નુ મૃત્યુ નીપજ્યુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *