આ આયુર્વેદિક ઔષધ છે શરદી, ફ્લુ અને ચામડીની બીમારીઓને દૂર કરવા માટેનો અસરકારક ઈલાજ, બસ એકવાર અજમાવો અને કરી જુઓ ખાતરી…

Spread the love

આજે આપણે વાત કરીશું ગલગોટા વિશે તેને અંગ્રેજીમાં “મેરીગોલ્ડ”, ગુજરાતીમાં “હજારીગલ” તેમજ સંસ્કૃતમાં “સ્થુલ પુષ્પ” તરીકે ઓળખવામાં આવે છે. તે ખુબજ સુંદર અને વિઘ્નોને દૂર કરવાનું પ્રતિક છે. ગલગોટો મૂળ મેક્સિકો માંથી આવેલ છે. તે ૫૦૦ વર્ષ પહેલા પોર્ટૂગીઝ દ્વારા આપણાં દેશમા લાવવામાં આવ્યું હતું.

અત્યારે આ ફૂલ ગામડે-ગામડે જાણીતા થઈ ગયા છે. કેમ કે ગલગોટા ની ખેતી અલગ-અલગ જમીન અને આબોહવામાં પણ ખૂબ સારી રીતે કરી શકાય છે. તેની ખેતી આખું વર્ષ કરી શકાય છે, ફૂલો પણ લાંબા સમય સુધી આવે છે, ફૂલ ઉતાર્યા પછી પણ તે લાંબો સમય સુધી તાજા રહે છે. તેનો રંગ આકર્ષક હોય છે. તેથી આ ફૂલ આપણા દેશમાં લોકપ્રિય બન્યું છે.

તેનો રંગ કેસરી અને પીળો હોવાથી તેનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં, શણગારમાં, ભગવાનને ચડાવવા માટે, તેમજ રંગોળી કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તેના રંગ અને ફૂલ માં પણ વિવિધતા જોવા મળે છે તેથી બગીચાની શોભા વધારવા માટે પણ ઉપયોગમાં લેવાય છે.

ગલગોટાના ફૂલ માં લ્યૂટિન નામનો કુદરતી કલર હોય છે. તેથી તે ખાદ્ય પદાર્થ ના રંગ માટે, પોલ્ટ્રી ફીડ તરીકે, ફાર્માસ્યુટિકલ તથા ટેક્સટાઈલ ઉદ્યોગમાં કુદરતી રંગ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ફૂલની ખેતી આપણા દેશ માં મુખ્યત્વે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ,અને મધ્યપ્રદેશમાં થાય છે.

ગલગોટાના તેલ, છોડની દાંડી, પાંદડા અને ફૂલ ઔષધીય ગુણ ધરાવે છે તેથી તેનો ઉપયોગ કેટલાક રોગોના ઉપચાર માટે પણ થાય છે. તેના પાનમાંથી બનાવેલી ચા અપચો અને કબજિયાત માટે ખૂબ ઉપયોગી છે. ગલગોટાના ફૂલ ની પાંખડી માં એન્ટી ઇનફલામેટરી ગુણ હોય છે, જે જખમ, ફોલ્લીઓ, રમતવીરોના પગ તેમજ ચામડીના ચેપના ઈલાજ માટે વાપરે છે.

ગલગોટાનુ તેલ તમને મચ્છર, જીવજંતુ, જુ થી પણ રક્ષણ આપે છે. જીવજંતુ ના ડંખ કે કરડવાથી થતી અસર ને નાબૂદ કરે છે. તેના ફૂલનો ઉપયોગ ચામડી ના રોગો દૂર કરવા માટે પણ થાય છે. તે અલ્સર, તીવ્ર ઘાવ અને ગેંગ્રીન માં પણ ઉપયોગી છે. તે ચોટ માં મેગોટસ ના વિકાસને રોકે છે. તેનું તેલ તણાવમાં રાહત આપે છે.

જાડા, ઉધરસ અને તનાવથી રાહત આપવા માટે પણ તે ખૂબ ઉપયોગી છે. ગલગોટા ના ફૂલ ત્વચાને હાઈડ્રેટ કરે છે તેથી ઉમર પહેલા વૃદ્ધત્વ ના લક્ષણો દેખાતા નથી. તેના પાનનો ૨૦-૩૦ ml ઉકાળો થોડા દિવસો પીવાથી પથરી નો નાશ થાય છે. તે એન્ટી બેક્ટેરિયલ હોય છે તેથી ખીલ દૂર કરે છે. જો કાનમાં દુખાવો હોય તો તેના પાન ના રસ ના ૨ ટીપા નાખવાથી રાહત મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *