૯૯૯૫ ફૂટ ની ઊંચાઈ પર આવેલું છે ૫૧ શક્તિ પીઠ માથી એક મંદિર, દર્શન માત્રથી મળે છે સાત જન્મો ના પાપો થી મુક્તિ, જાણો ક્યાં આવેલું છે આ ધામ…

Spread the love

આપના ભારત દેશમાં ઘણી જગ્યાએ માતા લક્ષ્મીના મંદિર આવેલા છે. તેમાથી ઘણા મંદિરમાં ઘણા ચમત્કાર પણ જોવા મળ્યા છે તેને જાણીને આશ્ચર્ય થશે. તેમાં પણ બધા માતાજીનાં મંદિર માથી ૫૧ શક્તિપીઠ સૌથી મુખ્ય માનવામાં આવે છે. તે દેવીઓ પર્વતના નામ પરથી ઓળખાતા હોય છે કારણ કે તેનું મુખ્ય આવાશ પર્વત પર હોય છે. આજે આપણે પર્વતો પર આવેલા એક એવા મંદિર વિષે જાણીએ કે તેને ખૂબ ઓછા લોકો તેના વિષે જણાતા હશે.

આ શક્તિપીઠ પાછળની એવી માન્યતા રહેલી છે કે અહી દર્શન કરવાથી સાત જન્મના પાપ ધોવાઈ જાય છે. ઘણી વખતે આપણે સારા કર્મ કરતાં હોઈએ છીએ તે છતાં પણ આપણને અનેક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આપણે માનીએ છીએ કે આપણે તો બધા સારા કર્મો જ કરિયા છે ત્યારે લાગે કે આ કદાચ ગયા જન્મના પાપ હશે. ત્યારે ઘણા લોકો આ માતાના શક્તિપીઠના દર્શન કરવા માટે જાય છે.

એવું માનવમાં આવે છે કે આ માતાજીનાં દર્શન કરવાથી તમારા ગયા જન્મના અને વર્તમાનના બધા પાપ ધોવાય જાય છે. આ મંદિર એટલા માટે વિશેષ છે કે કારણ કે આ ૫૧ શક્તિપીઠના મંદિર માથી એક છે. આજે આપણને આ મંદિરના રહસ્ય અને તે ક્યાં આવેલું છે તેના વિષે જાણીએ.

આ મંદિર કે જે ૫૧ શક્તિપીઠમા આવેલૂ છે તે ઉત્તરખંડની દેવભૂમિ ટિહરી જનપદમાં આવેલું છે. આ પર્વતનું નામ સુરકૂટ છે. આ સાંકળ દરિયાની સપાટીથી ૯૯૯૫ ફૂટ ઊંચો છે. આ પર્વત પર જે દેવીનું મંદિર આવેલું છે તે મંદિરમાં સુરકુંડા દેવી બીમાજમાં છે. ત્યાં દેવી કાળીની પ્રતિમા પણ આવેલી છે. આને લઈને કેદારખંડ અને સ્કંદ પુરાણમાં કથાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ સ્થળ પર પ્રાર્થના કરીને દેવરાજ ઈન્દ્રએ તેમનું ગુમાવેલું રાજ્ય પરત મેળવ્યું હતું.

જૂની કથા પ્રમાણે રાજા દક્ષની પુત્રી સતી તેના પતિના રૂપમાં ભોળાનાથને પસંદ કર્યા હતા. પરંતુ તે રાજા દક્ષને પસંદ ન હતું. રાજા દક્ષે વૈદિક યજ્ઞનું આયોજન કર્યું ત્યારે તેને બધા દેવતાને આમંત્રિત કર્યા પરંતુ ભગવાન શિવને આમંત્રણ આપ્યું ન હતું. મહાદેવે સાથીને ઘણા સમજાવ્યા તે છતાં પણ સતી તેના પિતાના યજ્ઞમાં ગયા. ત્યારે તેની સામે તેના પતિની ખરાબ ટિપ્પણી કરતાં સતી ખૂબ નિરાશ થયા હતા. ત્યારે તેને તે યજ્ઞમાં તેના પ્રાણ આપી દીધા હતા.

જ્યારે મહાદેવને દેવી સતીના મૃત્યુના સમાચાર મળ્યા હતા ત્યારે તે ખૂબ દુખી થયા અને નિરાશ થયા. ત્યારે તે યજ્ઞમાં જઈને સતીના પાર્થિવ દેહને તેના ખાંભા પર લઈને તે હિમાલય તરફ ચાલ્યા ગયા. ત્યારે ભગવાન શિવના ક્રોધથી અને તેના તાંડવથી સુષ્ટિને બચાવવા માટે વિષ્ણુ ભગવાને તેના સુદર્શન ચક્રને સતીના દેહને કાપવા માટે મોકલ્યું હતું. ત્યારે સતીના દેહના ૫૧ જેટલા ટુકડા થયા હતા. તે જે ભાગમાં પડ્યા ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે.

જે જગ્યાએ દેવી સતીના મસ્તકનો ભાગ પડ્યું હતો ત્યાં સિરકાંડા કહેવાયું અને અત્યારે તેને સુરકાંડા કહેવાય છે. બધા મંદિરમાં આપણે મીઠાઇ અથવા માખણ મીશ્રીના પ્રસાદ ધરીએ છીએ. પરંતુ આ મંદિરમાં તેવો પ્રસાદ ધારાતો નથી. અહી પ્રસાદના રૂપે ગુલાબના પાન જોવા મળે છે. તેમાં ઔષધિય ગુણ રહેલા હોય છે.

એવું માનવામાં આવે છે કે તેને જે જગ્યાએ રાખવામા આવે ત્યાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આને ત્યાના લોકો દેવવૃક્ષ મને છે. કારણકે આના લાકડાનો ઉપયોગ ખાલી પૂજામાં જ કરવામાં આવે છે. આ મંદિરના દ્વાર હમેશા માટે ખુલા રાખવામા આવે છે. આ માતાના દરબાર સાથે બદ્રીનાથ, કેદારનાથ, તુંગનાથ, ચૌખંબા, ગૌરીશંકર અને નીલકંઠ અને બીજા ઘણા પર્વત જોડાયેલા છે.

તે મંદિરના પૂજારી કહે છે કે અહિ જે લોકો સાચા મનથી દેવીને પ્રાર્થના કરે તેના સેટ જન્મના પાપ ધોવાઈ જાય છે. આ માતાજીનાં દર્શન ગમે ત્યારે કરી શકાય છે. પરંતુ ગંગા દશેરા અને નવરાત્રીમાં માતાજીનાં દર્શનું ખાસ મહત્વ છે. એવું કહેવાય છે કે આ માતાજીનાં દર્શન કરવાથી તેમના ભક્તના બધા દુખ દૂર થાય છે. અહી દર્શન કરવા માટે આ કારણે દૂર દૂરથી ભક્તો આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *