૯૯ ટકા વ્યક્તિઓ હશે મોઢા પર બરફ ઘસવાથી થતા લાભ થી અજાણ, શું તમે જાણો છો આ ફાયદાઓ વિશે?

Spread the love

માણસો હંમેશા ઠંડુ પાણી પીવા માટે બરફનો ઉપયોગ કરે છે. પરંતુ બહુ ઓછા માણસો જાણતા હશે કે ચામડી માટે પણ બરફ નો ઉપયોગ થઇ શકે છે. તમને સુંદર ચહેરો આપી શકે છે. તો આજે અમે તમને બરફના કેટલાક ઉપાયો જણાવીશું જેનાથી તમને ચામડીને લગતી તકલીફો દૂર થશે. તેનો ઉપાય કઈ રીતે કરવો તે પણ જણાવીશું. મોટાભાગના લોકો બરફનો ઉપયોગ કરતી વખતે બરફને સીધો સ્પર્શ ચામડી પર કરાવે છે. પરંતુ આમ કરવું ન જોઈએ ઠંડીના કારણે ચામડી ઉપર લાલ ફોડકી થઈ જાય છે.

તેથી બરફ ને એક નરમ કપડામાં રાખવો જોઈએ. ત્યારબાદ તેને તમારા ચહેરા ઉપર લગાવવો જોઈએ. તે તમારો ચહેરો આકર્ષક અને સુંદર બનાવવા માટે ઉપયોગી થઇ શકે છે. ઉપરાંત ચહેરામાં ઘણા એવા ભાગ છે. જ્યાં લોહીનું પરિભ્રમણ ઓછું થતું હશે ત્યાં પણ લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદ કરે છે. જેથી જ ચામડીમાં ચમક આવે છે અને સાથે-સાથે કરચલીઓ પણ દૂર થાય છે. તમારો ચહેરો એકદમ યુવાન અને સ્વસ્થ જોવા મળે છે. ફક્ત પાણીથી જમાવેલો બરફને બદલે તમે કોઈ પણ ફળનો જ્યુસ કાઢી અને તેનો બરફ જમાવી અને તેનો ઉપયોગ પણ કરી શકો છો.

મોટાભાગની સ્ત્રીઓને સમસ્યા ખીલની સમસ્યા હોય છે. ખીલ ના લીધે તેના ચહેરા ઉપર કાળા અને લાલ ડાઘ ઉત્પન્ન થાય છે. ખીલના ડાઘ દૂર કરવા માટે તમારે લીમડો અને ફુદીનાના પાન લેવા લેવા પડશે. આ પાન ને ગરમ પાણીમાં ઉકાળો. થોડીવાર ગરમ કર્યા પછી તેને ઠંડું પાડો. ત્યારબાદ તે પાણી બરફની ટ્રે માં બરફ બનાવવા માટે મૂકી દો. તે બરફ ને નરમ કપડામાં રાખો. ખીલ ઉપર માલિશ કરવાથી ખીલની સમસ્યા દૂર થશે. આંખોની આજુબાજુ બની ગયેલા ડાર્ક સર્કલ દૂર કરવા માટે પણ બરફનો ઉપયોગ કરી શકો છો. તે એકદમ સુરક્ષિત છે. સારા પરિણામો આપે છે.

બરફ જમાવવા માટે તમે પાણી સાથે કાકડીનો રસ અને ગુલાબજળ પણ મિક્સ કરી શકો છો. બરફ ની મદદથી તમારી આંખો ની આજુબાજુ થયેલા ડાર્ક સર્કલ, કાળા કુંડાળા પર મસાજ કરવું થોડા દિવસ આ મસાજ કરવાથી ડાર્ક સર્કલ દૂર થઈ જશે. બરફ સોજો ઘટાડવામાં મદદરૂપ થાય છે. જો તમને શરીરમાં કોઈપણ જગ્યાએ એક સોજો થયો હોય તો તે અંગ ની આજુબાજુ બરફ ઘસવાથી સોજો દૂર થાય છે. ઝડપથી સોજો ઘટાડવા માટેનો સૌથી ઉત્તમ રસ્તો બરફ છે. ડોક્ટરોને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે બરફ શરીર પર લાગતા ની સાથે આપણા શરીરના તાપમાન ઠંડુ થઈ જાય છે.

તેની અસર અંદરની નસોમાં પડે છે. તે દુખાવામાં રાહત આપે છે. બળતરામાં પણ રાહત આપે છે. જો કોઈ જગ્યાએ તમને લાગ્યું હોય અને સોજો આવ્યો હોય તો ઓછામાં ઓછી ૨૦ મિનિટ સુધી બરફ ઘસવાથી ૭૨ કલાકમાં તે સોજો દૂર થશે. આ પ્રક્રિયા તમે દર બે કલાકે કરી શકો છો. આ ઉપરાંત તે દુખાવામાં પણ રાહત આપે છે અને બળતરામાં ઘટાડો કરે છે. લોહીનું પરિભ્રમણ વધારે છે. જ્યારે બાળકોને રસી પીવડાવવામાં આવે કે રસીકરણ કરવામાં આવે ત્યારે તેનાથી થતી પીડા દૂર કરવા માટે પણ બરફનો ઉપયોગ થાય છે.

બાળકોનું સ્પર્શ ડાયરેક્ટ બરફ સાથે કરવો નહીં તેના માટે બરફ નો એક ટુકડો તેને તમારી હથેળી ઉપર ઘશો અથવા હથેળીમાં રાખો અને જે જગ્યાએ રસીકરણ કરવામાં આવ્યું છે. તે જગ્યાએ બરફ મૂકવાને બદલે તમારી હથેળી મુકો. તેથી બાળકના દુખાવામાં રાહત થશે આ નાના બાળકો માટે આ ઉપાય તમે ફક્ત બે થી ત્રણ વાર કરી શકો છો આ ઉપરાંત બરફનો ઉપયોગ દાંતના દુખાવામાં પણ થાય છે. જો દાતના દુખાવા ને કે પૈસા ને લગતી કોઈ સમસ્યા હોય તો એક કપડામાં બરફ બાંધી અને તેને ગાલ પર રાખી રાખવાથી દાંત મા થતો દુખાવો અને પીડામાં થતા દુખાવામાં રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *