૯૯ ટકા લોકો નથી જાણતા કે ગેસ, કબજિયાત જેવી તકલીફ માટે ખુબ જ અસરકારક છે આ ઉપચાર, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, આપણે સૌ એ જોયુ હશે કે, ધાર્મિક અને માંગલિક પ્રસંગો દરમિયાન મુખવાસ તરીકે સોપારીનો ખુબ જ વધારે પડતો ઉપયોગ કરવામા આવે છે. આ વસ્તુનુ સેવન વિશેષ તો ભોજન કર્યા બાદ મોઢાને ચોખ્ખુ કરવા માટે ખવાય છે. મુખવાસરૂપે ઝીણી કાતરીને અથવા તો તેને પાનમા નાખીને પણ તમે ખાઈ શકો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ સોપારીને જ્યારે શેકીને ખાવામા આવે તો તે તમને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફિલિપાઈન, શ્રીલંકા, બાંગલાદેશ વગેરે જેવા દેશોમા આ વસ્તુનુ ઉત્પાદન બહોળા પ્રમાણમા થાય છે. આપણા દેશમા તામિલનાડુ, દક્ષિણ મહારાષ્ટ્ર, બંગાળ અને અસમમા આ સોપારીના વૃક્ષ મુખ્યત્વે નજરે પડતા જોવા મળે છે.

આ વૃક્ષ તાડ અને નાળિયેરીની માફક ડાળીઓ વગરના અને પચાસ થી સાઈઠ ફૂટની ઊંચાઈ ધરાવતા હોય છે. આ વૃક્ષના પાન ચાર થી છ ફૂટ લંબાઈ પણ ધરાવતા હોય છે. આ વૃક્ષ ખુબ જ ચીકણા હોય છે. આ વૃક્ષ મોટાભાગે નાળિયેરીની સાથે વાવવામાં આવે છે. નાળિયેરી અને ખજૂરીની જેમ તેમા પણ ઝુમખાંમાં ફળ બેસે છે. એક વર્ષમા આ વૃક્ષ પર બે-ત્રણ ઝૂમખા આવે છે. એક ઝૂમખામા બસો થી ત્રણસો જેટલા ફળ મળી રહે છે.

જો તમે નિયમિત આ સોપારીનુ સેવન કરો છો તો તેનાથી તમારા દાંતના પેઢા મજબૂત બને છે અને તમારી જીભમા લાળનો સ્રાવ વધારે પડતો થવાથી પાચનક્રિયા માટે પણ ખુબ જ લાભકારક સાબિત થાય છે. આ ઉપરાંત તે સ્ત્રીઓની માસિકધર્મની સમસ્યાને દૂર કરવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થાય છે.

જો તમે આ સોપારીના ભુક્કાને ગરમ પાણી સાથે સેવન કરો તો તમને કફની સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે. આ સિવાય તેના નિયમિત સેવનથી તમારુ પાચન પણ મજબુત બને છે. આ ઉપરાંત તેનુ નીયામોત સેવન તમને આમવાતની સમસ્યા સામે રાહત અપાવવા માટે પણ ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

જો તમે સોપારીનો ભુક્કો કરીને તેમા ગૌમૂત્ર મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરો તો તમને નેત્ર સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ સામે રાહત મળી શકે છે. આ સિવાય જો તમે સોપારીના ભુક્કાને સાકર અને ગોળ સાથે મિક્સ કરીને તેનુ નિયમિત સેવન કરો તો તમને સોજા અને સંધિવાની સમસ્યામાંથી તુરંત રાહત મળી શકે છે.

આ ઉપરાંત તેમા એરકોલાઈન નામનુ ક્ષારીય દ્રાવ્ય વધુ માત્રામા સમાવિષ્ટ હોય છે, તેથી જો તમે તેનુ નિયમિત સેવન કરો તો તમને મૂત્ર સાથે સંકળાયેલ સમસ્યાઓ સામે પણ રાહત મળી શકે છે. આ ઉપરાંત જો તમે હૃદય સાથે સંકળાયેલી કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો તેમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ સોપારીના ભુક્કાનુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તો આજથી તમે પણ શરુ કરી દો આ સોપારીનુ સેવન અને રાખો તમારા શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *