૯૯ ટકા લોકો છે આ વસ્તુ થી અજાણ, આ ઔષધી ૧૦૦ થી પણ વધુ બીમારીઓ નો કરે છે સફાયો, જાણો તમે પણ…

Spread the love

આર્યુવેદમાં એક એવી દવા છે જેનો ઉપયોગ દેરક પ્રકારના રોગને દુર કરવા માટે થાય છે. આયુર્વેદમાં ગુગળને ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ગુગળ એક વૃક્ષ છે તેની અંદર થી નીકળતા પદાર્થને ગુંદરને આપણે ગુગળ કહીએ છીએ. તેનો ઉપયોગ ઘણા રોગને દુર કરવા માટે થાય છે.

આ વનસ્પતિ વધારે ઉત્તર, મધ્ય ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રની ખડકાળ ટેકરીઓ તથા કંકરયુકત તેમજ રેતાળ વિસ્તારોમાં વધુ થાય છે. તે કાળા રંગનું હોય છે. તે સ્વદે કડવો હોય છે. ગુંદર ચીકણું, સોના જેવા કલરનું અથવા પીળું ગુગલ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારી છે. તો ચાલો તેનાથી થતા ફાયદા વિષે જાણીએ. તેનો ઉપયોગ કરવાથી આપણને ઘણી બીમારીઓમાં રાહત થાય છે.

ગુગળ આર્યુવેદિકમાં સૌથી સારો ઔષધ છે. તેને આર્યુવેદમાં જીવન રસાયણ તરીકે ઓળખવામાં આવે છે. આર્યુવેદમાં તેને બધા દુખ દુર કરનાર કહે છે. તેનો ઉપયોગ કમરના દુખાવામાં વધારે ઉપયોગી થાય છે. તેના માટે તમારે શુદ્ધ ગુગળ ત્રણ ગ્રામ લઈ એક ખજુરની પેશી લેવાની . તેમાંથી ઠળીયો કાઢી તેમાં શુદ્ધ ગુગળ રાખીને પછી ખજુરમાં ગુગળનો પાવડર નાખ્યા પછી ખજુર પર બાંધેલા લોટનું પડ ચડાવી દેવાનું છે. પછી તેણે ગરમ રાખમાં મૂકી દેવું.

ત્યાર પછી તેને પીસી લો અને તેની નાની નાની ગોળીઓ બનાવવી પછી છાયામાં સુકવી અને તે રોજ સવારે એક એક ગોળીનું સેવન કરવું. આ રીતે સેવન કરવામાં આવે તો કમરનો દુખાવો હમેશા માટે મટી જાય છે. ગુગળનો ઉપયોગ ભાંગેલા હાડકાને સાજા કરવા માટે પણ થાય છે, અને અગ્નિદીપક, ભીનો, મધુર, તીક્ષ્ણ સ્નિગ્ધ, સુગંધ, પૌદ્રષ્ટિક, ભેદક અને કફ, વાયુ કાસ, કૃમિ, વાતોદર, સોજો, પ્રમેહ, ભેદરોગ, રક્તદોષ, ગ્રંથિરોગ, કંડમાલા, કોઢ, ઉલ્ટી, આમવાયુ તથા અશ્મરી જેવી અનેક બીમારીને દૂર કરવા માટે થાય છે.

જો કોઈ પ્રકારનો ઘાવ છે અને તે રૂજાતો ન હોય ત્યારે ગુગળના ચૂરણને નાળિયેરના તેલમાં અથવા ઘી માં પીસીને લેપ બનાવી લેવો અને ઘાવ પર લગાવવામાં આવે એટલે માત્ર ત્રણ જ દિવસમાં ઘાવ બિલકુલ રૂજાય જાય છે. જે વ્યક્તિને લકવા હોય તેણે નવસો મીલીગ્રામ કેસર, ગુગળ અને ઘી સાથે સેવન કરવાથી કોઈપણ પ્રકારનો લકવા દુર થાય છે.

જે વ્યક્તિને કબજિયાતની સમસ્યા વધુ રહેતી હોય, તેના માટે પણ ગુગળ એક રામબાણ ઈલાજ છે. ગુગળનો ઉપયોગ કરવાથી માસિકને લગતી બધી સમસ્યાને દુર કરે છે. તેનો ઉપયોગ સ્ત્રી માટે બેસ્ટ છે. તે હદયની બીમારી અને સ્ટ્રોકથી પણ આપણને બચાવે છે. કોઈ પણ પ્રકારની ચરબીને દુર કરવા માટે શુદ્ધ ગુગળને એક થી બે ગ્રામ ગરમ પાણીની સાથે રોજ રાત્રે ત્રણ વાર તેનું સેવન કરવાથી તમારી ચરબી ઉતરી જાય છે.

વાળની કોઈ પણ સમસ્યાઓ માટે ગુગળ ખુબ જ ફાયદાકારક છે આ સમસ્યા માટે ગુગળને વિનેગરમાં ઘોળીને રોજ રાત્રે નિયમિત રીતે માથામાં લગાવવાથી લાભ મળે છે. તે આપણા ખરતા વાળને રોકે છે, અને વાળને મુલાયમ બનાવે છે. ખાટા ઓડકાર આવતા હોય તો એક ચમચી ગુગલના ચૂરણને એક કપ પાણીમાં ઓગળીને એક કલાક બાદ ગાળી લો અને જમ્યા બાદ આ પાણીનું સેવન કરવાથી ખાટા ઓડકાર આવતા બંધ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *