૯૦ ટકા લોકો હશે અજાણ કે પેટમા એસીડીટી, ગેસ અને બળતરા પાછળનું શું છે કારણ? આજે જાણો આ સમસ્યાને દૂર કરવાના અસરકારક આયુર્વેદિક ઉપચાર…

Spread the love

મસાલાવાળું અને તળેલું ભોજન ખાવાથી શરીરનું પાચન નબળું પડતું જાય છે. તેને કારણે શરીરમાં અનેક સમસ્યાઓ થાય છે. પેટની કેટલીક તકલીફ થાય છે. તેનાથી બીજી ઘણી બીમારીઑનું સર્જન થઈ શકે છે. શરીરમાં રહેલું ભોજન પચે નહીં તેથી એસિડનું પ્રમાણ વધવા લાગે છે. તેનાથી પેટમાં બળતરા થાય છે. ખાટા ઓડકાર, પેટમાં દુખાવો, માથું દુખવું જેવી અનેક સમસ્યાઓ થાય છે. એસીડીટી થવાથી શરીરમાં ખૂબ તકલીફ થાય છે.

આપણે ખાધેલો ખોરાક પચવા માટે જુદા જુદા તંત્ર કામ કરતાં હોય છે. કેટલીક વાર શરીરમાં બળતરા થતી નથી તેનું મુખ્ય કારણ શરીરની વચ્ચે રહેલી ચામડી અને દીવાલ છે. જઠરની દીવાલ ઘસાઈ જાય ત્યારે શરીરમાં બળતરા થાય છે. તેનો અનુભવ આપણે કરી શકીએ છીએ. એસિડિટી થવાથી પેટમાં ખૂબ બળતરા થાય છે. વાલમાં રહેલું ભોજન પચે નહીં ત્યારે આ સમસ્યા થાય છે. તેનાથી અન્નનળીને નુકસાન થાય છે.

એસિડિટી થવાના લક્ષણ પેટમાં પહેલા બળતરા થવાનું શરૂ થાય છે. કેટલાક લોકોને ઓડકાર અથવા ગેસ થાય છે. તે પણ તેનું લક્ષણ કહી શકાય છે. જમીને તરત ઉલ્ટી થવી. પેટમાં દુખાવો થવો, પેટ ફૂલવું જેવી અનેક સમસ્યાઓ થાય છે. તે એસિડિટીની બીમારીમાં જોવા મળે છે.

એસિડિટી થવાનું કારણ અનિયમિત ભોજન છે. મસાલાવાળું અને તળેલું ભોજન લેવાથી આ સમસ્યા થાય છે. ખાટી છાસ, દહી, તીખા મરચાં જેવી અનેક વસ્તુઓ ખાવાથી એસિડિટી થાય છે. કેટલાક લોકો જમ્યા વગર દવા પીવે છે. તે લોકોને આ બીમારી થઈ શકે છે. પૂરતી ઊંઘ ન કરતાં લોકોને આ સમસ્યા થાય છે. રાત્રે મોડુ ભોજન અને વધારે લેવાથી આ સમસ્યાઓ થાય છે. વાસી ખોરાક ખાવાથી આ બીમારી થાય છે. તેનાથી શરીરમાં અપચો અને ગેસ જેવી બીમારી થાય છે.

જમ્યા પછી થોડી વરિયાળી ખાવી જોઈએ. તેનાથી એસિડિટી જેવી અનેક સમસ્યાઓ દૂર થાય છે. તે સમસ્યા માટે ખૂબ જરૂરી છે. સંતરાના રસમાં થોડું જીરું નાખીને પીવાથી તે બળતરામાં રાહત થાય છે. કેટલાક લોકોને વધારે એસિડિટી થવાની સમસ્યાઓ હોય છે. તે લોકોને જીરું અને અજમાને ગરમ પાણીમાં નાખીને ઉકાળીને તેમાં ખાંડ નાખીને પીવાથી તે સમસ્યામાંથી છુટકારો મળે છે.

બપોરના સમય કરતાં સાંજે ઓછું ભોજન કરવું જોઈએ. જમીને નિયમિત થોડું ચાલવું જોઈએ. તેનાથી શરીરમાં રહેલા ખોરાકનું પાચન બરાબર થાય છે. ઘણા લોકો જમ્યા પછી ચાલતા ન હોય તેથી એસિડિટીની સમસ્યા થાય છે. ઘણા લોકો તેનું ચૂર્ણ ખાઈ છે. છતાં પણ તેને કોઈ ફરક પડતો નથી.

ભોજન કરવા સમયે ગોળનું સેવન કરવું જોઈએ. કેટલાક લોકોને ગોળ જમવા સમયે પસંદ ન હોય તો તેમણે જમ્યા બાદ ગોળનો ટુકડો ખાવો જોઈએ. તેનાથી શરીરની પાચનશક્તિ મજબૂત થાય છે. તેથી એસિડિટીમાં રાહત થાય છે. શેરડીનો રસ પીવાથી એસિડિટી રાહત થાય છે. ધાણાનો રસ અને જીરું ખાવાથી તેમાં સાકર નાખીને પીવાથી ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *