૯૦ ટકા માણસો વાળ કાળા કરવાની યોગ્ય રીત થી હશે અજાણ, આ રીતે મેહદીથી કરો એકદમ કાળા તેમજ મુલાયમ વાળ, જાણો તમે પણ…
આજના ઘણા બધા લોકોને વાળ સફેદ થઈ જવાની સમસ્યા હોય છે. કેટલીક સ્ત્રીઓ એવું ઇચ્છતી હોય છે કે તેના વાળ કાળા, લાંબા, સિલ્કી અને સારા રહે. તેથી કેટલીક મહિલાઓ વાળને લાંબા અને કાળા કરવા માટે ઘણા પ્રયત્નો કરતી હોય છે. તેથી બજારમાં ઘણી બધી પ્રોડક્ટની જાહેરાત જોઈને તે આકર્ષાય છે. તેનો ઉપયોગ કરે છે.
આજના આ ફેશનના જમાનામા લોકો બજારમાં મળતા કેમિકલ, શેમ્પૂ અને તેલનો ઉપયોગ કરે છે, તેનાથી વાળ અમુક સમયે સફેદ થાય છે. કોઈ પણ ના વાળ સફેદ થાય પછી તે કાળા વાળ કરવા માટે તે બજારમાં મળતી મહેંદી લગાવે છે, પરંતુ તે થોડા સમય રહે છે પછીથી વાળ ફરી સફેદ દેખાવા લાગે છે. તેના કરતાં આ બજારના કેમિકલ વાપરવા ન જોઈએ અને ઘરેલુ ઉપાય કરવાથી કાયમ માટે સફેદ વાળ દૂર થઈ જાય છે.
આમળા વાળ માટે ખૂબ ઉપયોગી છે, તેનો પાવડર બજારમાં મળે છે. તે પાવડરમાં અડધો લિટર જેટલું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટને બનાવીને થોડી વાર માટે મૂકી દેવી જોઈએ. તેથી પાવડર બરાબર મિક્સ થઇ જાય.
તે પાવડરને રાતના સમયે પાણીમાં પલાળીને તેને બીજા દિવસે ગેસ પર ઉકાળવું જોઈએ. તેથી તે થોડું ઘટ્ટ થઇ જાય છે. તેમાં એક ચમચી અરીઠાનો પાવડર ઉમેરીને આ પેસ્ટને બરાબર રીતે મિક્સ કરી લેવી જોઈએ. ત્યારબાદ તેને ઠંડી થવા દેવી. પેસ્ટ જ્યારે ઠંડી થઈ જાય ત્યારપછી તેમાં એક લીંબુનો રસ ઉમેરવો.
આ પેસ્ટ ને વાળના મૂળથી વાળના છેડા સુધી લગાવવી જોઈએ. તેને લગાવીને તડકામાં બેસવાથી ઘણો ફાયદો થાય છે. તેથી વાળ કાળા અને મજબૂત બને છે અને સફેદ વાળ થતાં અટકે છે. વાળ ખરતા હોય તો તે સમસ્યા હંમેશાને માટે દૂર થાય છે.
આવી રીતે અઠવાડીયામાં ઓછામાં ઓછું બે વાર વાળમાં લગાવવું જોઈએ. થોડા સમય પછી તમારા વાળ કાળા થાય છે અને તમારા વાળ કુદરતી રીતે ચમકવા લાગશે. તેનો ફાયદો કુદરતી રીતે ખૂબ જ થાય છે. આ મહેંદી લગાવવાથી આપણાં વાળને કોઈ પણ નુકસાન નહિ થાય અને આપણું માથું તેનાથી ઠંડુ રહે છે. તેનાથી વાળ કાળા ઝડપથી થાય છે.
આપણે તેમાં મહેંદી પાવડર નાખવો જોઈએ. તેમાં થોડીમાત્રામાં હિના અને શિકાકાઇ પાવડર ઉમેરવો. પછી તેમાં પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવીને રાખો. તેને યોગ્ય રીતે વાસણમાં રાખવું જોઈએ અને એક વાસણમાં બદામનું તેલ ગરમ કરીને રાખવું. પછી મહેંદીમાં તેને મિક્સ કરીને તેને થોડી વાર રહેવા દો. તેને વાળમાં લગાવવું. તેથી વાળ સફેદ થતાં અટકે છે અને વાળની ચમકમાં વધારો થાય છે.