૮૦ કિલો વજન ધરાવતી સ્ત્રીએ ઉતાર્યું ૨૫ કિલો વજન, જાણો કેવી રીતે…

Spread the love

કેટલાક લોકોનું વજન વધતું જતું હોય છે. તે લોકો વજન ઓછુ કરવા માટે અનેક પ્રયાસો કરતાં હોય છે. છતાં પણ વજન ઓછું થતું નથી. એક સ્ત્રીએ પોતાનું વજન નિયંત્રિત કરવા માટે તેની જાતે ઉપાય કર્યા તે સફળ થયા. આજે તે દુનિયાના લોકોની મદદ કરે છે. તેમનું નામ કૃતિકા ખૂંગર છે.

તેમનું વજન ખૂબ વધી ગયું હોવાથી તે પોતાના શરીરને જાળવી શકતી નથી. તેથી વજનને ઘટાડવા માટે તેણે કેટલાક ઉપાય કર્યા. તેમણે વજન ઘટાડવા માટે પોતાના જીવનને બદલાવ્યું. તેનાથી તેના વજનમાં ઘટાડો થયો. તે પોતે નાની હતી ત્યારથી જ તેમના શરીરમાં ચરબી હતી. કેટલાક તેમના મિત્રો તેમની મજાક કરતાં છતાં પણ તેણે ક્યારેય વજન ઘટાડવાનું વિચાર્યું નહિ. ત્યારબાદ થોડા સમય પછી તેને જાતે જ અનુભવ થયો તેથી તેને યોગાસન અને ભોજનમાં ફેરફાર કર્યા.

તેને પોતાની જાતે દિવસે દિવસે અલગ ખોરાક લેવાનું શરૂ કર્યું. સવારમાં પોહા, ખિચડી, ઉપમા, સેન્ડવિચ, વેગી સલાડ, મુંગ દાળ ચીલા વગેરેમાથી એક વસ્તુ લેતા અને આમળા અને જીરુનું પાણી નિયમિત પીવાથી ફાયદો થાય. તેના થોડા સમય પછી ગ્રીન ટી, બદામ, કિસમિસ, અખરોટ વગેરેમાથી એક વસ્તુ લેવાની. ત્યારબાદ બપોરે લીલા શાકભાજી, દહી અને સાંજના સમયે સૂપ, કચુંબર જેવી વસ્તુઓ લેવી.

તે નિયમિત ૫ વાગ્યે વજન ઘટાડવા માટે ઉઠતાં. ત્યારબાદ તે યોગા અને કાર્ડિયો કરતાં. તે સમયે તે ખૂબ પ્રમાણમા પાણી પીતા. તેનાથી શરીરમાં રહેલું ઝેર દૂર થઈ શકે છે. તેનાથી તેમનું શરીરનું વજન ઘટવા લાગ્યું અને કેટલાક બદલાવ આવવા લાગ્યા. તેના વજન ઘટવાથી તે ખૂબ ખુશ થયા. તેનું શરીરનો સુડોળ સારો બન્યો.

તેમણે વજન ઘટાડવા માટે ભોજન લેવામાં અને પોતાના જીવન જીવવાની રીત બદલી નાખી. તેથી તેમનું વજન નિયંત્રિત બની ગયું. તે સવારમાં વહેલા જાગવા લાગ્યા. તેથી તેમનું સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો. તેને કેટલાક ખોરાક સાવ બંધ કરી દીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *