૭૦ વર્ષની ઉમરે પણ મળી રહેશે ૨૫ વર્ષના યુવા જેવું બળ, આજથી જ શરુ કરો આ ગુણકારક ઔષધિનુ સેવન અને તમારી નજરે જુઓ ફરક…

Spread the love

આજે આપણે એક એવી વસ્તુ વિશે જાણીશું જેનો ઉપયોગ આપણે લાડવા અને અડદિયા બનાવવામાં કરીએ છીએ. તેના કેટલાક આયુર્વેદિક ગુણધર્મો પણ છે. તે વસ્તુ છે ગુંદર. ગુંદર ખૂબ પૌષ્ટિક અને શીતળ હોય છે. તે માત્ર અડદિયા બનાવવામાં જ કામમા નથી આવતો આ ઉપરાંત તે ઘણી દવા બનાવવા પણ ઉપયોગી છે. તો ચાલો જાણીએ ગુંદર ખાવાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે.

તાવ ના લીધે ચક્કર આવે કે ઉલટી થતી હોય અથવા આધાશીશી હોય તો તમે ગુંદર નો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ કરવા માટે અડધો ગ્લાસ દૂધ લો. તેમા ગુંદર અને ખાંડ નાખી સરખી રીતે ઓગળી લો. આ દૂધ નું સેવન કરવાથી ફાયદો થશે. તેમજ ૩-૬ ગ્રામ ગુંદર નું પાણી સવાર-સાંજ પીવાથી ઝાડા ઉલ્ટી માં રાહત મળશે.

જે લોકોને રોજ એસિડિટી અને કબજિયાત જેવા પેટના રોગો ની તકલીફ હોય તે લોકો રોજ એક ચમચી ગુંદર પાણી અથવા દૂધમાં ઓગળીને પીવો જોઈએ. તેનાથી આ તકલીફો દૂર થશે. દરરોજ સવારે દૂધ સાથે ગુંદર નું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ માં પણ વધારો થશે. આ ઉપરાંત કેન્સર, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓમાં પણ આના ઉપયોગ થી રાહત મેળવી શકશો.

ગુંદર શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર કરે છે. તેથી તે વજન ઘટાડવામાં પણ ઉપયોગી છે. ગુંદરનું રોજ નિયમિત રીતે સેવન કરવાથી વજન ઓછો કરી શકાય છે. તે શરીરમાં કેન્સર સેલ નો નાશ કરે છે એથી કેન્સર થી બચવા માટે પણ તમે ગુંદરનો ઉપયોગ કરી શકો છો. ગુંદર કે તેના ઉપયોગ થી બનેલી વસ્તુઓ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદય રોગ નો ખતરો ઓછો થાય છે.

ગુંદરમાંથી બનાવેલો પાક સ્તનપાન કરાવતી મહિલાઓને ખવડાવવામાં આવે છે, તેને લીધે શરીરમાં શક્તિ વધે છે. આ સિવાય ગુંદરને શેકીને ત્યારબાદ તળીને તેનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી ખાંસી, શરદી, ઇન્ફેકશન જેવી તકલીફો પણ દૂર કરી શકાય છે. ગુંદર અને સાકર કાચા દૂધમાં સરખે ભાગે મિક્સ કરી મહિલાઓએ ખાવી જોઈએ, જેથી તેમને પિરિયડ્સ ના દુખાવાથી અને અશક્તિ થી છુટકારો મળશે.

અનિંદ્રાની બીમારી હોય તો રાત્રે ગરમ દૂધમાં ગુંદર નાખી પીવાથી પણ સારી નિંદર આવશે. આ ઉપરાંત તે શરીરમાં લોહીની ઉણપ પણ પૂરી કરે છે. શિયાળામાં તેનું સેવન કરવાથી શરીર અંદર થી ગરમ રહે છે. એસિડિટી માં ગુંદર નું પાણી પીવાથી રાહત મળશે. ૧૦-૧૦ ગ્રામ ગુંદર અને ગેરુ લઈ તેનું ચૂર્ણ બનાવી તેને ગાયના દૂધ સાથે પીવાથી હરસની સમસ્યામાં રાહત મળશે. દાઝી ગયેલા ભાગ પર ગુંદર નું પાણી લગાવવાથી રાહત મળશે. માથું દુખતું હોય તો બાવળ નો ગુંદર પાણીમાં ઘસી માથા પર લગાવવાથી દુખાવો તરત જ મટી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *