૬૦ વર્ષ બાદ મોટેભાગે વ્યક્તિઓ ની આંખો મા આવે છે નબળાઈ, જો તમારે આ સમસ્યા થી બચવું હોય તો ખાસ ધ્યાન રાખો આ બાબતોનુ

Spread the love

મિત્રો, છેલ્લા અમુક વર્ષોથી આપણા આ વ્યસ્તતા ભરેલા જીવનના કારણે આપણા રોજિંદા જીવનમા એટલા બધા પરિવર્તન આવી ગયા છે કે, તેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. આ તણાવભરેલા જીવનની સીધી અસર આપણા ભોજન પર પડે છે અને યોગ્ય સમયે ભોજન ગ્રહણ ના કરવાથી શરીરમા અમુક પ્રકારના આવશ્યક પોષકતત્વોની ઉણપ સર્જાય છે અને તેના કારણે આપણે અનેકવિધ સમસ્યાઓ નો સામનો કરવો પડે છે.

એક સમય એવો હતો કે જ્યારે વૃધ્ધ લોકોને પણ ચશ્મા પહેરવાની આવશ્યકતા નહોતી પડતી ત્યારે હાલ વર્તમાન સમયમા નાનપણથી જ બાળકોને ચશ્મા આવી જાય છે. આંખોનુ તેજ નબળુ થવુ એ વર્તમાન સમયમા એક ગંભીર વિષય બની ચૂક્યો છે, જેના વિશે વિચારવુ અત્યંત આવશ્યક બની ગયુ છે. આ આંખોના તેજ વિશે લોકોમા જાગૃકતા ફેલાવાના હેતુથી દર વર્ષે ૧ એપ્રિલથી ૭ એપ્રિલ સુધીના એક વીકને “બ્લાઈંડનેસ વીક” તરીકે ઉજવવામા આવે છે.

આ વીક દરમિયાન નેત્રોની સાર-સંભાળ અને નેત્રોને લગતી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટેના ઉપાયો જણાવવામા આવે છે. તજજ્ઞ દાક્તરો ના મત મુજબ જો નેત્રોની યોગ્ય રીતે સાર-સંભાળ રાખવામા આવે અને તેની નિયમિત તપાસ કરાવવામા આવે છે તો વૃદ્ધાવસ્થામા પણ આપની નેત્રોનુ તેજ યથાવત રહેશે. હાલ, આપણે આજે આ લેખમા નેત્રોની સાર-સંભાળ રાખવા માટે અમુક જરૂરી ઉપાયો વિશે જણાવીશુ.

ખાણી-પીણી અંગે વિશેષ સાવચેતી રાખવી :

જો વ્યક્તિ પોતાની ખાણી-પીણીની આદતને યોગ્ય રાખે છે તો તેને કોઇપણ પ્રકારનો રોગ થતો નથી. પૌષ્ટિક આહાર નુ સેવન કરવાથી વ્યક્તિ સ્વસ્થ અને લાંબુ આયુષ્ય ભોગવે છે. આપણી આંખોના સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવી રાખવા માટે વિટામીન સી, વિટામીન ઈ, ઓમેગા 3, ફેટી એસીડ, લ્યુટીન અને જસત જેવા પોષકતત્વોની આવશ્યકતા પડે છે. આ તમામ પોષકતત્વોની શરીરમા આવશ્યકતા પૂર્ણ કરવા માટે આપણે આપણા આહારમા લીલા પાંદડાવાળી સબ્જી, માછલી, ઈંડા, ઘી, નટ્સ, દાળ, સંતરા અને અન્ય ખટાશ ધરાવતા ફ્રુટ્સને આહારમા સમાવિષ્ટ કરવા જોઈએ.

ધ્રુમપાન ની આદતથી દુર રહેવુ જોઈએ :

ધ્રુમપાન એટલે કે સ્મોકિંગની આદત એ આપણા શરીરને ઘણી બધી રીતે હાની પહોંચાડી શકવા માટે સક્ષમ છે. સ્મોકિંગ આપણા હૃદયની સાથે-સાથે આપણા નેત્રો માટે પણ ખુબજ હાનિકારક સાબિત થાય છે. અમુક અભ્યાસમા આ વાત આપણી સમક્ષ આવી છે કે, સ્મોકિંગ ની આદતથી ડ્રાઈ આઈસ, મૈક્યુલર ડીજરેશન, ડાયાબીટીક રેટીનોપૈથી, આઈ સિન્ડ્રોમ અને મોતિયા બિંદુ જેવી સમસ્યાઓ થવાનુ જોખમ ખુબ જ વધી જાય છે. જે વ્યક્તિઓ રેગ્યુલર સ્મોકિંગ કરે છે તેવી વ્યક્તિઓને નેત્રો સાથે સંકળાયેલ સમસ્યાઓ અવશ્યપણે થાય છે એટલા માટે નેત્રોની તંદુરસ્તીને જાળવી રાખવા માટે સ્મોકિંગ ની આદતથી દુર રહેવુ જોઈએ.

યુ.વી. કિરણોથી નેત્રોનુ રક્ષણ કરવુ :

આખા દિવસમા બપોરના સમયે સૌથી વધુ તાપ હોય છે એટલા માટે જો તમે બપોરના સમયે કોઈ કાર્ય હેતુસર ઘરની બહાર નીકળી રહ્યા છો તો તમારા નેત્રોને સૂર્યના અત્યંત હાનિકારક અલ્ટ્રા-વાયોલેટ કિરણોના સંપર્કમા આવવાથી બચાવી જોઈએ. આ હાનિકારક તરંગોના સંપર્કમા આવવાથી નેત્રોમા મૈક્યુલર ડીજરેશન અને મોતિયાબિંદુ થવાનો ભય વધી જાય છે. સૂર્યના અલ્ટ્રા-વાયોલેટ કિરણોથી નેત્રોને રક્ષણ આપવા માટે અને વિશેષ કરીને ઉનાળાની ઋતુમા નેત્રોની સુરક્ષા માટે અલ્ટ્રા વાયોલેટ પ્રોટેકટર ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ.

લેપટોપ અને ફોન પર વધુ પડતો સમય વ્યતીત કરવો નહી :

લેપટોપ કે ફોનની સ્ક્રીન પર બને ત્યા સુધી વધુ પડતો સમય પસાર કરવો નહિ કારણકે, આના કારણે નેત્રોનુ તેજ ઘટી શકે છે. વધુ સમય સુધી કમ્પ્યુટર અને મોબાઈલ ફોનની સ્ક્રીન પર જોવાના કારણે આપણી દ્રષ્ટી ધૂંધળી પડી જાય છે. આ સાથે જ સરદર્દ અને ખભામા દર્દ સહિતની અમુક અન્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમારે લેપટોપ કે મોબાઈલ પર વધુ પડતા સમય માટે કાર્ય કરવાનુ હોય છે તો તમારે એન્ટી-ગ્લેયર સ્ક્રીનનો વિશેષ ઉપયોગ કરવો. આ એન્ટી-ગ્લેયર ગ્લાસનો ઉપયોગ કરવા છતા પણ તમારે દર ૨ કલાકે કમ સે કમ ૧૫ મિનીટ જેટલો વિશ્રામ લેવો જોઈએ.

નેત્રો નુ રેગ્યુલર ચેક-અપ કરાવવુ :

આપણે આપણા નેત્રો ને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે નિયમિત રીતે તપાસ કરાવવી જોઈએ. નિયમિત રીતે તપાસ કરાવવાથી આપણને આપણી આંખોના તેજ વિશે માહિતી મળે છે અને જો આંખોમા કોઈ સમસ્યા જેવુ લાગે છે તો તેની માહિતી પણ અગાઉ થી જ મળી જાય છે જેથી, કરીને નેત્રોમા આવતી સમસ્યાને વહેલામા વહેલી તકે દુર કરવામા સહાયતા મળી રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *