૫૦ કરતા પણ વધુ રોગો માટે અકસીર ઈલાજ છે આ ઔષધી, ફક્ત એકવાર જાણી લો તેની ઉપયોગ ની રીત

Spread the love

મિત્રો, બધી જ જગ્યાએ ખુબ જ સરળતાથી મળી આવતુ લસૂન એ એક શ્રેષ્ઠ ખાદ્યપદાર્થ અને પ્રસિદ્ધ રસાયણ છે. પૌરાણિક કાળથી આપણા દેશમા લસણનો ભોજનમા અને ઔષધી તરીકે ઉપયોગ કરવામા આવે છે. લસૂનના બીજ થતા નથી એટલે ભાદરવા કે આસો માસ સરમીયાન તેની કળીઓ રોપીને જ તેનુ વાવેતર કરવામા આવે છે. રેતાળ કે સારા નિતારવાળી જમીન લસૂનના પાકને વધારે પડતી અનુકૂળ આવે છે. આ સિવાય આપણા પ્રાચીન આચાર્યોએ તેને આપણા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન ગણેલ છે.

જો તમે વાયુની બીમારીથી પીડાતા હોવ તો તેના નિવારણ માટે લસૂનથી શ્રેષ્ઠ અન્ય કોઈપણ ઔષધિ નથી. લસણમા વાયુનો નાશ કરવા માટેની શક્તિ પુષ્કળ માત્રામા હોય છે. ઠંડીની ઋતુમા જો વિધિપૂર્વક લસૂનનુ સેવન કરવામાં આવે તો મનુષ્ય નીરોગી, તેજસ્વી અને બળવાન બની દીર્ઘ આયુષ્ય ભોગવે છે. આ સિવાય લસૂનમા એક શ્રેષ્ઠ રસાયણ સમાવિષ્ટ હોય છે. તે બુદ્ધિ, આયુષ્ય, વીર્ય અને પુરુષત્વવર્ધક છે, તેથી શિયાળા અને ચોમાસાની ઋતુમા તેનો વિશેષ ઉપયોગ કરવો જોઈએ.`

વિટામિનોની ઉણપને કારણે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી ગઈ હોય છે, તેમના માટે લસૂનનો ઉપયોગ ખુબ જ હિતકારી સાબિત થાય છે. લસૂન એ પોષ્ટિક, વીર્યને વધારનાર, સ્નિગ્ધ, ગરમ, પાચન કરનાર, ઝાડની સમસ્યા દૂર કરનાર, તીક્ષ્ણ તથા મધુર ગણાય છે. આ સિવાય તે પિત્ત તથા લોહીને વધારનાર, બળ આપનાર, શરીરનો રંગ સુધારનાર તથા બુદ્ધિ અને નેત્ર માટે પણ હિતકારી રસાયણ સાબિત થાય છે. આ સિવાય હૃદયરોગ, જીર્ણજ્વર, પડખાનું શુળ, ઝાડા અને કબજીયાત, અરુચી, ઉધરસ, સોજો, કોઢ, કૃમિ, વાયુ, શ્વાસ અને કફને મટાડે છે.

લસૂન, કોથમીર, આદુ, દ્રાક્ષ, ખાંડ અને સિંધવની ચટણી તૈયાર કરીને ખાવાથી અરુચિની સમસ્યા પણ દૂર થાય છે તથા ખોરાકનુ પાચન પણ ખુબ જ વહેલુ થાય છે. આ માટે સૌથી પહેલા તો લસૂન અને તુલસીનો રસ અડધો-અડધો તોલો લઈને તેમા સૂંઠનું ચૂર્ણ બે ભાગનુ અને મરીનુ ચૂર્ણ એક ભાગનુ મિક્સ કરી અડધો શેર ગાયના દૂધ સાથે સવારે અને સાંજના સમયે પીવામા આવે તો તમને થોડા જ દિવસમા શરદીની સમસ્યામા આશ્ચર્યજનક લાભ થશે. શરદીની સમસ્યા દૂર કરવા માટે આ રામબાણ ઉપાય છે.

આ સિવાય જો લસૂનનો રસ એક તોલો, વાવડીંગનું ચુર્ણ ત્રણ તોલા, આદુનો રસ અડધો તોલો અને સિંધવ એક તોલુ લઈ એક માસ સુધી ગરમ પાણી સાથે પીવામા આવે તો શરદી, દમ અને શ્વાસ સાથે સંકળાયેલ બીમારીઓમાંથી મુક્તિ મળે છે. લસણની એક થી દોઢ તોલા જેટલી કળીઓ દૂધમા વ્યવસ્થિત રીતે પકવી અને ત્યારબાદ તેને ગાળીને દૂધ સાથે બાળકોને પીવડાવામા આવે તો કાળી ઉધરસની સમસ્યામાંથી તુરંત મુક્તિ મળે છે.

આ ઉપરાંત જો તમે ત્રણ તોલા લસૂનને પીસી, તેમાં છ તોલા તલનું તેલ કે ઘી અને સિંધવ મિક્સ કરીને સવારે ખાવાથી વિષમજવર જેવી સમસ્યાઓ તુરંત દૂર થઇ જાય છે. આ સિવાય લસૂન, ખાંડ અને સિંધવ એકસમાન ભાગે મિક્સ કરી તેને ચાટવાથી મંદાગ્નિ, અજીર્ણ, આફરો, ઉદરશૂળ, ઉધરસ-ખાંસી, ઇન્ફ્લુએન્ઝા, સંધિવા વગેરે બીમારીઓમાંથી છે તેમજ ક્ષય રોગમાં પણ ફાયદો થાય છે.

જાણો ધરતી પરના અમૃત ગણાતા આ છોડ વિશે કે જેમાં છુપાયેલો છે અનેક બીમારીઓ નો ઈલાજ - Gujarati Govadiyo

આ સિવાય જો તમે લસૂનની કળીઓ અડધો તોલો ગાયના ઘીમાં તળીને નિયમિત ભોજન પહેલા ખાવાથી આમવાતની સમસ્યા જડમુળથી દૂર થશે. લસૂનને ક્રશ કરીને તલના ઓઈલમા મિક્સ કરીને ખાવાથી કે લસણ અને અડદના વડા તૈયાર કરીને તલના ઓઈલમાં તળીને માખણ સાથે ખાવાથી વાઈની સમસ્યા દૂર થાય છે. લસણની એક કળી ગળવાની શરૂઆત કરી, રોજ એક-એક વધારતા જઈ, ચાલીસમા દિવસે ચાલીસ કળીઓ ગળવી અને એ જ રીતે એક-એક કરી ઓછી કરતા જઈ બીજા ચાલીસ દિવસ સુધી કળીઓનું ગળવાથી લકવો મટે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *