૫૦ કરતા પણ વધુ બીમારીઓ માટે છે અસરકારક આ ઔષધ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ…

Spread the love

ફટકડી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ભારતમાં કચ્છ, પંજાબ, બિહાર જેવા શહેરોમાં તેની બનાવાના કારખાના છે, ત્યાંથી તેને બધા દેશમાં મોકલવામાં આવે છે. તે સ્વાદમાં તુરી, તીખી, રંગ આપવાવાળી તથા કોઈ, પ્રદર, વિપતિકાર , મુત્રકુછ, ઉલટી જેવા અનેક રોગને દુર કરનારી છે.

ફટકડીનું રાસાયણિક નામ પોટૅશિયમ ઍલ્યુમિનિયમ સલ્ફેટ છે. સામાન્ય રીતે આ સફેદ ટુકડાનો ઉપયોગ આપણે બાળકોની નજર ઉતારવા માટે અથવા દાઢી પત્યા પછી દાઢી પર ઘસવાના કામમાં જ ઉપયોગ કર્યે છીએ. પણ ખરેખર તો ફટકડી ખૂબ જ ઉપયોગી વસ્તું છે. ફટકડી વૉટર-પ્યૉરિફાયર, ઍન્ટિ-બાયોટિક, ઍન્ટિ-ફંગલ, ઍન્ટિ-પર્સ્પિરન્ટ અને ઍન્ટિ-સેપ્ટિક તરીકે પણ કામ આપે છે.

ફટકડી તૃણવિનાશક હોવાથી તે આપણા શરીરમાં પડેલા ચાંદા, ચાંદી વગેરેને દુર કરવામાં આવતા મલમ માં ઉપયોગમાં લેવાય છે. કોઈ વસ્તુ લાગવાથી લોહી નીકળતું હોય ત્યારે ફટકડીને બારીક ભુક્કો કરી તેમાં ઘી મિક્સ કરી તેનો લેપ બનાવીને લાગેલા ઘા પર તે લેપ લગાવી પાટો બાંધીને રાખવાથી લોહી નીકળતું બંધ થાય છે. તેની અંદર ગ્રાહી, અને વિષમ ગુણ હોવાથી તે બહારના જંતુને અંદર જવા દેતા નથી.

તેથી ચામડી એકસાથે જલ્દી જોડાઈ જાય છે. આ ઉપાય નિયમિત દિવસમાં એક વાર કરવો. રૂ પર ગરમ કરેલું ઘી સારી રીતે મુકવું જેથી ફટકડી સુકાય ન જાય. તેનો ઉપયોગ તાવ, ઉધરસ અને દમ જેવી સમસ્યામાં પણ ફાયદાકારક છે. તેનો ઉપયોગ કોઈ પણ પ્રકારના તાવમાં પણ થાય છે. આર્યુવેદિક દવામાં પણ ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે.

રાતે સૂતા પહેલાં ફટકડીના ટુકડાને ઠંડા પાણીમાં પલાળી તેનાથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો. સૂકાયા બાદ ધોઈને મોઈશ્ચરાઈઝર લગાવો. કરચલીઓ ઝડપથી દૂર થશે અને ગ્લો વધશે. જે લોકોને ઉનાળામાં અથવા કોઈપણ સીઝનમાં વધુ પરસેવો થતો હોય અને તેની દુર્ગંધથી આવતી હોય તો રોજ ફટકડીવાળા પાણીથી સ્નાન કરો. આ સમસ્યા દૂર થશે. તેના માટે એક ડોલ પાણીમાં અડધી ચમચી ફટકડીનો પાઉડર નાખી દેવો. પછી એ પાણીથી સ્નાન કરવું.

જે વ્યક્તિને દાંતનો દુખાવો થતો હોય તેને ચપટી શેકેલી ફટકડી, સરસિયાનું તેલ અને ચપટી સિંધવ મીઠું મિક્સ કરી દુખાવાવાળા ભાગ પર લગાવો. તેમાં તમને તરત જ આરામ મળશે. આ ઉપાય દિવસમાં બે થી ત્રણ વાર કરવાથી તમને દવા વિના જ સારું થઈ જશે. ગળામાં કાકડા થવા પર ગરમ પાણીમાં ચપટી ફટકડી અને મીઠું નાખીને કોગળા કરવા. તેનાથી ગળાનો દુખાવો અને સોજો દૂર થાય છે.

આંખ આવી હોય, આંજણી થઈ હોય કે વારંવાર ચીપડા થતા હોય તો આંખની સફાઈ માટે ફટકડી વાપરી શકાય છે. ફટકડી નાખેલા હૂંફાળા પાણીમાં રૂનું પૂમડું બોળીને એનાથી આંખને સાફ કરવાથી ઇન્ફેક્શન ઘટે છે. ફટકડીમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ હોય છે, જેના કારણે વાળમાં થયેલી જૂ નો પણ સફાયો કરે છે. નીયમીત રૂપે ફટકડીના પાણીથી માથું ધોવાથી થોડક જ દિવસોમાં જૂ ગાયબ થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *