૪૦ વર્ષ જૂના પિત્ત, સાંધા તેમજ આંખ થી લગતી બીમારીઓને ટૂંક સમય મા જ મટાડી દેશે આ ચમત્કારી છોડ, જાણો અને બીજાને પણ જણાવો…

Spread the love

ગોરખમુંડી ને આયુર્વેદમાં એક મહત્વની ઔષધિ તરીકે ઓળખવામાં આવે છે. તે ડાંગરોના સૂકા ખેતરોમાં જોવા મળે છે. તે આપણા ભારત દેશમાં થાય છે. તેનું સેવન કરવાથી અનેક રોગો દૂર થાય છે. પેટની તકલીફો, અપચો, શ્વાસનળીમાં સોજો આવી જવો, એનીમિયા, ગર્ભાશયમાં દુખાવો, હરસ, મરડો, ઉલ્ટી, વગેરે જેવા અનેક રોગો દૂર કરવા માટે તેનો ઉપયોગ કરવો જરૂરી છે.

જે લોકોને ભૂખ ન લાગતી હોય, લોહીનું પ્રમાણ ઓછું હોય તે લોકો માટે ગોરખમુંડી ખૂબ ઉપયોગી છે. કેટલીક સ્ત્રીઓને માસિકસ્ત્રાવ નિયમિત ન હોય તે માટે આ ઔષધિ ખૂબ જરૂરી છે. મગજને ઠંડુ રાખવા માટે અને શરીરમાં થતી બળતરા ઘટાડવા માટે તેનો ઉપયોગ થાય છે. આંખ માટે તે ખૂબ ફાયદારૂપ બને છે. તેના ફૂલને તલના તેલમાં નાખીને તેને આંખોમાં નાખવાથી આંખોની અનેક સમસ્યાઓ દૂર થાય છે.

પથરી, પિતરોગ, ગર્ભાશયના રોગો દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. તેનો પાવડર અને કડવા લીમડાનો પાવડર નિયમિત પીવાથી રક્તપિતની બીમારીઓ દૂર થાય છે. ગોરખમુંડી અને લીમડાની છાલનો ઉકાળો નિયમિત પીવાથી શરીરમાં અનેક રોગો સામે બચી શકાય છે. તેના ચૂર્ણને નિયમિત પીવાથી શરીરમાં આવતી ખંજવાળ દૂર થાય છે. ગોરખમુંડીના બીજ, તેના દાણા, પાણી, ખાંડ ને મિકચરમાં પીસીને તે પીવું જોઈએ.

તેના મૂળ અને પાનને કેટલીક જાતિય શક્તિઓ વધારવા માટે ગોરખમુંડી ખૂબ ઉપયોગી છે. તેના મૂળનું ચૂર્ણ ,તેના પાન ગાયના દૂધ સાથે લેવાથી હરસ જેવી બીમારીઓ દૂર થાય છે. તે સેક્સ પાવર વધારવા માટે ખૂબ ઉપયોગી છે. નિયમિત તેનું સેવન કરવાથી હરસ થોડા સમયમાં મટી શકે છે.

હરસ, આંતરડાની કૃમિ, પેટમાં થતાં કીડા દૂર કરવા માટે ગોરખમુંડીના મૂળનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. તેની ડાળી અને મુળના ચૂર્ણને મધ સાથે પીવાથી આ રોગો દૂર થાય છે. નિયમિત તેનું સેવન કરવાથી પેટની અનેક બીમારીઓ દૂર થાય છે. તેમાં સરકો નાખીને તેનો પાવડર નિયમિત લેવાથી શ્વાસમાં આવતી ગંધ દૂર થાય છે.

ગોરખમુંડી શરદ ઋતુમાં થાય છે. તે ભેજવાળી જમીનમાં વધારે જોવા મળે છે. સુકાયેલા નદી-નાળા અને જળાશયોમાં તેનો છોડ થાય છે. તેનો સ્વાદ તીખો અને કડવો હોય છે. તેનાથી ભૂખ લાગે છે, જમેલું ભોજન ઝડપથી પચવા માટે તે ખૂબ ફાયદાકારક છે. તેના સેવનથી લોહી શુદ્ધ બને છે. તે ગરમ હોવાથી તેનું સેવન કરવાથી પરસેવો થાય છે તે શરીર માટે જરૂરી છે.

ગોરખમુંડીનો પાવડર, મધ અને ઘી ને મિક્સ કરીને નિયમિત પીવાથી કફ, પિત, વાયુ, દમ, વાતરક્ત, ત્વચાના રોગો, ઝાડા ઉલ્ટી વગેરે જેવા રોગો દુર થાય છે. તેનો ઉકાળો શરીર માટે ખૂબ ઉપયોગી છે. વાતરક્ત માટે આ ઔષધિ ખૂબ ઉપયોગી બને છે.

સાઇનસની બીમારીમાં તેનો રસ મરીના પાવડર સાથે પીવાથી તેના સોજામાં રાહત થાય છે. તેનો દુખાવો દૂર કરવા માટે તે ખૂબ ઉપયોગી છે. કૃમિની સમસ્યા દૂર કરવા માટે તે ખૂબ જરૂરી છે. કેટલાક લોકો એવું માનતા હોય છે કે કૃમિ બાળકોને થાય છે પરંતુ એવું જરૂરી નથી તે મોટા લોકોને પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *