૩૦મી એપ્રિલ ની જગ્યાએ ૩જી મે સુધી લોકડાઉન લંબાવવા પાછળ નુ આ છે કારણ

Spread the love

મિત્રો, કોરોના સામે યુધ્ધ લડવા માટે સમગ્ર દેશમા ૨૧ દિવસ નુ લોકડાઉન જાહેર કરવામા આવ્યુ હતુ જે હાલ ૧૪ એપ્રિલ ના રોજ પૂર્ણ થયુ છે અને ફરી પાછુ ૩ મે સુધી લોકડાઉન લંબાવવામા આવ્યુ છે. આ લોકડાઉન જાહેર કરવામા આવ્યુ તે પહેલા થી જ બે અઠવાડિયા ના લોકડાઉન નુ અનુમાન લગાવવામા આવી રહ્યુ હતુ.

હવે અહી ચર્ચા નો મુદ્દો એ બન્યો છે કે અનુમાન તો ફક્ત બે અઠવાડિયા નુ જ હતુ તો પછી ૩ મે સુધી લોકડાઉન કેમ વધારવામા આવ્યુ? રાજ્યો દ્વારા અને કેન્દ્ર સરકાર તરફ થી તો ૩૦ એપ્રિલ સુધી જ લોકડાઉન વધારવાની અટકળો ચાલી રહી હતી. જો કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ગઇકાલે આ લોકડાઉન ૩૦ એપ્રિલ નહિ પરંતુ, ૩ મે સુધી નુ જાહેર કરી દીધુ છે.

આ વાત પર સરકારના સુત્રોએ ટિપ્પણી કરી છે કે, ૧ મે ના રોજ પબ્લિક હોલીડે છે, ૨ મે ના રોજ શનિવાર છે અને ૩ મે ના રોજ રવિવાર છે. આ કારણોસર ૩૦ એપ્રિલ ની જગ્યાએ ૩ મે સુધી લોકડાઉન લંબાવવામા આવ્યુ છે. આ ૩ દિવસ ની રજાના દિવસો મા મોટી સંખ્યા મા લોકો એકસાથે બહાર નીકળી શકે છે. તેથી સામાજિક અંતર ની યોગ્ય જાળવણી થશે નહિ. તેથી, લોકડાઉન ને ૩ મે સુધી વધારવામા આવ્યુ છે.

કેજરીવાલે પહેલા જ જણાવી દીધુ હતુ :

૧૧ એપ્રિલે મુખ્યમંત્રી સાથે થયેલ વિડિયો કોન્ફરન્સમા મોદીજીને લોકડાઉન લંબાવવા ની અપીલ કરવામા આવી હતી. જો કે મોદીજી લોકડાઉન લંબાવવા ના જ હતા. એવી ઉમ્મીદ હતી કે, મોદીજી ૧૨ કે ૧૩ એપ્રિલ ના રોજ લોકડાઉન લંબાવાશે પરંતુ, તેમણે લોકડાઉન ના અંતિમ દિવસે એટલે કે ૧૪ એપ્રિલ ના રોજ લોકડાઉન વધારવા નો નિર્ણય જાહેર કર્યો.

લોકડાઉન વધારવા નો સંકેત દિલ્લી ના સી.એમ. કેજરીવાલે કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ તુરંત જ આપી દીધો હતો. તેમણે ટવીટ કરીને કહ્યુ હતુ કે, માનનીય વડાપ્રધાન મોદીજીએ લોકડાઉન વધારી ને ઘણો સારો નિર્ણય લીધો. આ સિવાય કર્ણાટકના મુખ્યમંત્રીશ્રી યેદિયુરપ્પાએ પણ કોન્ફરન્સ પત્યા બાદ જણાવ્યુ હતુ કે, આગળ ના ૧-૨ દિવસોમા કેન્દ્ર સરકાર આગળના ૧૫ દિવસો માટે ની ઘોષણા કરશે. આવુ પ્રધાનમંત્રીએ વિડીઓ કોન્ફરન્સ મા કહ્યુ છે.

આના થી એ વાત નો તો સૌ કોઈને ખ્યાલ આવી ગયો હતો કે લોકડાઉન ને આગળ લંબાવવા નો નિર્ણય લેવામા આવ્યો છે. તમને જણાવી દઈએ કે કોરોના સંક્રમણ ને રોકવા માટે ઓડીસા, પંજાબ, પશ્ચિમ બંગાળ અને તેલંગાણા જેવા રાજ્યો બાદ ૪ અન્ય રાજ્યો તમિલનાડુ, પોંડીચેરી, અરુણાચલ પ્રદેશ તેમજ મિઝોરમ એ પણ લોકડાઉન ને ૩૦ એપ્રિલ સુધી લંબાવી નાખ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *