૩૦૦૦ વર્ષ જૂની મમી પર વૈજ્ઞાનિકો એ કર્યું રીસર્ચ, ખોલ્યા ઘણા ચોકાવનારા રાજ..
મિત્રો અને સમાચાર ની અંદર એવા ઘણા બધા કિસ્સાઓ વિશે સાંભળ્યું હશે કે જેમાં વર્ષો જૂની વસ્તુઓ મળી આવતી હોય છે જેનું રાજ ચોકાવનારું હોય છે. આજે આપણે આવા જ એક 3000 વર્ષ જૂના મમી ના રિસર્ચ દરમિયાન મળતા રાજ વિશે વાત કરવાની છે.
દુનિયાના દરેક લોકોની દિલચસ્પી ઇજિપ્તના પિરામિડ અને તેના મમી માં રહી છે. સમય સમય પર એવા ઘણા ચોંકાવનારા સંશોધનો થઈ રહ્યા છે. જેના કારણે દુનિયાના દરેક લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. આવા જ એક શોધખોળ મોસ્કો ના કુર્ચતોવ ઇન્સ્ટીટયુટ ના વૈજ્ઞાનિકો એ કરી છે, જે લગભગ જ અત્યાર સુધી માં ક્યારેક થઇ હશે.
મિત્રો આપણે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ જેમાં વૈજ્ઞાનિકો પ્રાચીન ઇજિપ્તના 3 મમી ના વાળ પર રિસર્ચ કરી રહ્યા છે. આ મમી 3000 વર્ષ સુધી સુરક્ષિત રહી હતી. વૈજ્ઞાનિકો એ વાતથી હેરાન થઇ રહ્યા છે કે આટલા વર્ષ બાદ પણ આ વાળ આટલા લાંબા કઈ રીતે સુરક્ષિત રહી શક્યા. આ શોધની અંદર ઘણી ચોંકાવનારી વાતો સામે આવી છે.
શોધકર્તાઓએ જણાવ્યું હતું કે એક ખાસ આ પ્રકારના બામણા કારણે આ મમી ના વાળ 3000 વર્ષ સુધી સુરક્ષિત રહ્યા હતા. શોધકર્તાઓએ જણાવ્યું હતું કે મમી ના વાળ ઉપર દેવદારનું ગમ લગાવવામાં આવ્યું હતું, જેની અંદર ઘણા પ્રકારના પ્રાકૃતિક રસાયણ હતા.
મિત્રો જે વૈજ્ઞાનિકો આ વાળ રહસ્ય જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેઓએ ન્ફ્રારેડ સ્પેક્ટ્રમ નો ઉપયોગ કર્યો હતો. જેના દ્વારા જાણવા મળ્યું હતું કે આ બામમાં બીફ ચરબી, અરંડી, પીસ્તા નું તેલ અને મધમાખી ઓ માંથી તૈયાર કરવામાં આવેલું મીણ નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
રૂસી વૈજ્ઞાનિકો હવે જણાવ્યું હતું કે મમી ને તૈયાર કરવા માટે બે પ્રકારના લેપનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેમાંથી એક લેપ નો ઉપયોગ વાળ પર અને બીજા લેપનો ઉપયોગ શરીર પર લગાવવામાં થતો.આ રિસર્ચ ની અંદર જે પણ મમી નો યુઝ કરવામાં આવ્યો હતો તે હાલમાં મોસ્કોના પુશકીન સ્ટેટ મ્યુઝિયમ માં રાખવામાં આવી છે.
મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ પ્રાચીન સમયની અંદર ઈજીપ્ત માં લાશ ને મમી બનાવવા માટે એના આંતરિક અંગો ને કાઢી ને મીઠા ની સાથે રાખી દેતા હતા, આમ કરવાથી શરીરની અંદર રહેલી નમી દૂર થાય. ત્યારબાદ તે શરીર ઉપર એક ખાસ પ્રકારનો લેપ લગાવવામાં આવતો. લેપ લગાવ્યા બાદ આખા શરીરને કપડાથી લપેટી દેવામાં આવતા. ત્યારબાદ શરીરને શબપેટી ની અંદર રાખી ને રેતીમાં દફન કરી દેવામાં આવતું. જેથી કરીને આ મમી વર્ષો સુધી એકદમ સુરક્ષિત રહે અને તેના ઉપર વાતાવરણની પણ કોઈ અસર પડે નહીં.