૨૧ દિવસ બાદ લોકડાઉન હટાવવા ચાર સપ્તાહ ના પ્લાન પર વિચાર-વિમર્શ, જાણો વિવિધ સંભાવનાઓ

Spread the love

મિત્રો, કોરોના વાયરસના કારણે સમગ્ર દેશમા હાલ ૨૧ દિવસ નુ લોકડાઉન છે. આ લોકડાઉન ૧૪ મી એપ્રિલના રોજ પૂર્ણ થઈ રહ્યુ છે. ત્યારે દરેકના મનમા એક જ પ્રશ્ન ઉભો થાય છે કે ૨૧ દિવસ પૂરા થયા બાદ શુ થશે? આ અંગે જુદી-જુદી સંસ્થા, ઉદ્યોગો અને દાકતરો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ઉદ્યોગ જૂથો, રાજકીય નેતાઓ, વિચારકો અને નીતિ ઘડતર કરનારા લોકો સાથે ચર્ચા વિચારણ થયા બાદ લોકડાઉનને હટાવવા માટે ૪ અઠવાડિયાના તબક્કાની વિચારણા કરવામા આવી રહી છે. જે નીચે મુજબ હોઈ શકે છે.

આઇ.ટી., ફાઇનાન્સિયલ સેવા, બી.પી.ઓ. કંપની :

પહેલા અઠવાડિયે માત્ર ૨૫ ટકા સ્ટાફ, ત્યારબાદ બીજા અઠવાડિયેથી ૫૦ ટકા સ્ટાફ, ત્યારબાદ ત્રીજા અઠવાડિયાથી ૭૫ ટકા અને ચોથા અઠવાડિયા મા ૧૦૦ ટકા હાજરી. આ સમય દરમિયાન ઓફિસમા સોશિયલ ડિસ્ટન્સિંગનુ વિશેષ ધ્યાન રહે, એ મુજબ બેસવાની વ્યવસ્થા કરવામા આવે. બાકીના લોકો આ દરમિયાન ઘરે થી જ કામ કરશે.

ઉદ્ધોગો અને ફેક્ટરીઓ :

ખાવાની ચીજવસ્તુઓ તેમજ જીવનજરૂરીયાત ની વસ્તુઓનુ ઉત્પાદન કરતી કંપનીઓ પહેલા અઠવાડિયા થી જ ૧૦૦ ટકા ફોર્સ સાથે પ્રોડક્શન નુ કાર્ય શરૂ કરી શકશે. જો કે, તેમને પહેલા જ ફેક્ટરીઓ ચાલુ રાખવાની છૂટ આપવામા આવી છે.

જીવન જરૂરીયાત ના હોય તેવી ચીજવસ્તુઓ :

આ લોકો પણ ૪ અઠવાડિયામા સૌથી પહેલા અઠવાડિયામા ૨૫ ટકા , ત્યારબાદ ૫૦ ટકા , પછી ૭૫ ટકા અને અંતે ૧૦૦ ટકા આ રીત ને અનુસરશે. શરૂઆતમા આ લોકો એવા જ પ્લાન્ટ્સ કે મશીન શરૂ કરે જેમા ૧૦૦ ટકા હાજરી ની આવશ્યકતા ના હોય.

જાહેર પરિવહન માર્ગ સેવા :

આ જાહેર પરિવહન માર્ગ શરૂ કરવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવુ થોડુ અઘરુ બની શકે. તેથી આ મામલે ૪ અઠવાડિયા સુધી કોઈ છૂટ આપી શકાય તેમ નથી.

ખાનગી પરિવહન સેવા :

ખાનગી પરિવહન ને કદાચ છૂટ આપી શકે પરંતુ, સુરક્ષા નુ ધ્યાન રાખવામા આવે તે પ્રથમ આવશ્યકતા રહેશે.

માલ-સામાન પરિવહન કરતી સેવાઓ :

બધા જ ટ્રકો તેમજ ડિલિવરી કરતા વાહનો ને અમુક હદ સુધી છૂટ આપવામા આવી શકે પરંતુ, હાઇજિન અને સોશિયલ ડિસ્ટન્સિંગ નુ ધ્યાન રાખવાની વિશેષ સૂચના આપવામા આવે.

ઇ-કોમર્સ સેવા :

પહેલા અઠવાડિયા થી જ કદાચ બધી વસ્તુઓની ડિલિવરી અને સેવા શરૂ કરી દેવામા આવશે.

શાળા/સિનેમા/મોલ :

જાહેર પરિવહન ની જેમ શાળા, સિનેમા કે પછી મોલ મા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામા સમસ્યા ઉદભવી શકે તેમ છે. જેથી , તેમને ૪ અઠવાડિયા સુધી બંધ જ રાખવાનો નિર્ણય લેવામા આવી શકે. ૪ અઠવાડિયા બાદ પરિસ્થિતિ ને ધ્યાનમા રાખીને કોઈ નિર્ણય લઈ શકાય.

હૉટસ્પોટ :

દેશમા કોરોના વાયરસના કારણે ૨૦ કરતા પણ વધુ હૉટસ્પોટ ધ્યાનમા આવ્યા છે. આ બધા જ હૉટસ્પોટ ને ૪ અઠવાડિયા સુધી લૉકડાઉન જ રાખવામા આવે. કારણ કે, આ સ્થળો પરથી કોરોના વધુ ફેલાય તેવુ ઇચ્છનીય નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ ની રીતે જોવામા આવતા ખાનગી વાહનો સૌથી સુરક્ષિત છે. આથી તેમને છૂટ આપવામા આવે. પરંતુ, તે પણ સુનિશ્ચિત કરવામા આવે કે ટેક્નોલોજી અને બિઝનેસ સેક્ટરની વિશાળ કંપનીઓ ની ઓફિસ શરૂ થવાનો સમય સવારે ૭-૧૦ અને બંધ થવાનો સમય સાંજે ૪-૭ વાગ્યા નો જ રાખે.

વિશેષ નોંધ :

આ અંગે કોઈ જ અધિકૃત જાહેરાત કરવામા આવી નથી પરંતુ, આ તમામ બાબતો વિચારણા હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *