૨૦મી એપ્રિલ પછી માત્ર આ કમ્પનીઓ થશે કાર્યરત, સરકારે આપી કામ કરવાની છૂટ, શું તમારો સમાવેશ થાય છે આ યાદી મા

Spread the love

મિત્રો, કોરોના વાયરસના સંક્રમણ ને અટકાવવા માટે લોકડાઉન નો હાલ દ્વિતીય તબક્કો દેશમા પ્રારંભ થઇ ચૂક્યો છે. સરકાર દ્વારા આ અંગે નવી ગાઈડલાઈન્સ પણ જાહેર કરી દેવામા આવી છે. આ ગાઈડલાઈન્સ અનુસાર ૨૦ એપ્રિલ થી આઈ.ટી. , આઈ.ટી. એનેબલ્ડ સર્વિસીસ અને ઇ-કોમર્સ કંપનીઓ ને કાર્ય કરવાની મંજૂરી મળી ચૂકી છે.

લોકડાઉન ચાલુ રહે ત્યા સુધી સરકારે આઈ.ટી. વિભાગ ને તેના ૫૦ ટકા કર્મચારીઓ સાથે કાર્ય કરવા માટે જણાવ્યુ છે. જો કે ઈ-કોમર્સ કંપનીઓ પર આ પ્રકાર નુ કોઈ જ બંધન નથી. ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામા આવેલી નવી ગાઈડલાઈન્સ મુજબ, “ આપણા દેશ ની ડિજીટલ અર્થવ્યવસ્થા માટે આઈ.ટી. વિભાગ નુ સક્રિય રહેવુ ખૂબ જ અગત્ય નુ છે.  તે દેશના આર્થિક વિકાસ માટે ખૂબ જ મહત્વ નો ભાગ ભજવે છે.”

ઇ-કોમર્સ ની માફક સરકારી પ્રવૃત્તિઓ માટે આઈ.ટી. , આઈ.ટી.એસ. , ડેટા અને કોલ સેન્ટરોનુ કાર્ય પણ શરૂ થશે. જો કે, આ લોકડાઉન ના સમય દરમિયાન ફક્ત શાળાઓ અને કોલેજો મા ઓનલાઇન વર્ગો ચલાવવામા આવશે. ગૃહ મંત્રાલય દ્વારા કૃષિ અને તેની સાથે સંકળાયેલ ક્ષેત્રોમા કાર્ય કરવાની મંજૂરી પણ આપી છે.

આ સિવાય મેન્યુફેક્ચરિંગ, સેઝ ના ઓદ્યોગિક એકમો, નિકાસ સાથે સંકળાયેલ એકમો તથા ઓદ્યોગિક વસાહતો મા પણ ૨૦ એપ્રિલ થી કાર્ય શરૂ થશે. ઉદ્યોગો માટે આવશ્યક એ છે કે, સરકાર તેમને કાર્ય કરવા માટે ની મંજૂરી આપી રહી હોય પરંતુ, આ સાથે ઉધોગોમા અને ઑફિસો મા કર્મચારીઓએ સામાજિક અંતર નુ યોગ્ય પાલન કરવુ પડશે. જો કે, ૨૦ એપ્રિલ થી આપવામા આવેલી મુક્તિ હોટસ્પોટ ક્ષેત્રો મા લાગુ પડશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *