૨૦ એપ્રિલ બાદ ભારતીય અર્થતંત્ર ને ધ્યાન મા રાખી બહાર પાડવામા આવી છે આ મહત્વપૂર્ણ માર્ગદર્શિકા

Spread the love

મિત્રો, સમગ્ર દેશમા હાલ હવાઈ યાત્રા, રેલ યાત્રા અને બસની યાત્રા, શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓનુ સંચાલન, ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓ, આતિથ્ય સેવાઓ, સિનેમા હોલ, શોપિંગ સંકુલ, થિયેટરો. સામાજિક, રાજકીય અને અન્ય કાર્યક્રમો અને ધાર્મિક મંડળો સહિતના તમામ સભ્યો, ધાર્મિક સ્થળો, પૂજા સ્થળ વગેરે હાલ પ્રતિબંધિત કરવામા આવ્યા છે.

તેમ છતા હાલ ૧૪ એપ્રિલ ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે કોવિડ-૧૯ ની બીમારીને પોતપોતાના ક્ષેત્રમા નિવારવા માટે જિલ્લાઓ, રાજ્યોની કામગીરી પર સતત દેખરેખ રાખવામા આવશે અને જો તેમને યોગ્ય લાગશે તો જ ૨૦ એપ્રિલ, ૨૦૨૦ મા રોજ અમુક છૂટછાટ આપવામા આવશે.

ગૃહ મંત્રાલય દ્વારા આ અંગે એક વિશિષ્ટ માર્ગદર્શિકા પ્રકાશિત કરવા મા આવેલ છે , જે હેઠળ અમુક આર્થિક પ્રવૃત્તિઓ ને મંજૂરી આપવા મા આવશે. ૨૦મી એપ્રિલ, ૨૦૨૦ થી માન્ય પ્રવૃત્તિઓ કૃષિ અને તે સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવામા આવશે. રાજ્ય અને કેન્દ્રશાસિત કેન્દ્રો મા જિલ્લા અધિકારીઓ દ્વારા કરાયેલા માર્ગદર્શન હેઠળ લોકડાઉન નુ પાલન કરતા નીચે મુજબ ના ક્ષેત્રો કાર્યરત કરવામા આવશે.

જીવન જરૂરિયાત ની વસ્તુઓના પરિવહન ને કોઈપણ પ્રકાર ના બંધન વિના મંજૂરી આપવામા આવશે. આ ઉપરાંત કૃષિ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેમકે, ખાતરો, જંતુનાશકો અને બીજનું ઉત્પાદન, વિતરણ અને છૂટક સહિતની કામગીરી તથા દરિયાઇ અને અંતરિયાળ માછીમારી ની પ્રવૃત્તિઓ, દૂધ ઉત્પાદનો, પશુપાલન પ્રવૃત્તિઓ વગેરે ને મંજૂરી આપવામા આવશે.

ગ્રામ્ય ક્ષેત્ર ના અર્થતંત્રને વેગ આપવા માટે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો સહિત ગ્રામીણ વિસ્તારોમા કાર્યરત અન્ય ઉદ્યોગો જેમકે, ગ્રામીણ વિસ્તારોના માર્ગ નિર્માણ નુ કાર્ય, સિંચાઇ પ્રોજેક્ટ્સ, ઇમારતો અને ઔદ્યોગીક પ્રોજેક્ટ્સ નુ નિર્માણ, મનરેગા અંતર્ગત સિંચાઇ અને જળ બચાવ ના કાર્યો ને મંજૂરી આપવામા આવશે.

સામાજિક અંતર નુ પાલન થાય તે શરતે ઔદ્યોગિક વસાહતો અને ઔદ્યોગીક ટાઉનશીપ તથા અન્ય ઔદ્યોગિક સંસ્થાનોને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ૫૦ ટકા સ્ટાફ સાથે આઇટી હાર્ડવેરના ઉત્પાદન અને આવશ્યક ચીજો અને પેકેજિંગને પણ મંજૂરી આપવામા આવશે. નાણાકીય વસાહતો જેવી કે આર.બી.આઈ., એટીએમ, મૂડી અને રોકાણ બજારો, સેબી તથા વીમા કંપનીઓ અમુક સૂચિત સૂચન હેઠળ ધિરાણ સહાય પૂરી પાડવાના દૃષ્ટિકોણ થી કાર્યરત રહેશે.

ડિજિટલ અર્થતંત્ર સેવાઓ વધુ પડતી મહત્વપૂર્ણ છે અને રાષ્ટ્રીય વિકાસ પણ તે માટે આવશ્યક છે. તે સિવાય ઇ કોમર્સ ઓપરેશન, આઇટી સેવાઓ, સરકારી પ્રવૃત્તિઓ માટે ડેટા અને કોલ સેન્ટર્સ અને ઓનલાઇન શિક્ષણ આ બધી પ્રવૃત્તિઓ પણ ધીમે ધીમે કાર્યરત કરવા અંગે વિચારણા ચાલુ છે.

આ નવી માર્ગદર્શિકા મુજબ બધી જ આરોગ્ય સેવાઓ અને સામાજિક ક્ષેત્ર ને કાર્યરત રહેવાની પણ મંજૂરી મળી ગઇ છે. કોઈપણ અડચણ વિના કાર્ય કરવા માટે જાહેર સગવડો, આવશ્યક માલનો સપ્લાય અને કેન્દ્રિય તથા રાજ્ય સરકારની સ્થાનિક સંસ્થાઓની મહત્વપૂર્ણ કચેરીઓ આવશ્યક સમય માટે ખુલ્લી રાખવા માટે પરવાનગી આપવામા આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *