બે રૂપિયાની એક સોપારી બનાવી શકે છે તમને માલામાલ, અચુક અજમાવો આ ટોટકો

Spread the love

ઘર માં થતા ઘણા ટોટકા વિષે તમે સાંભળ્યું હશે અને અમુક ટોટકા તમે અજમાવ્યા પણ હશે. જ્યોતિષ અનુસાર એક નાનકડી વસ્તુ પણ તમારી કિસ્મત બદલી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર માં નાની નાની વસ્તુ ને લઇ અને એવા અમુક ઉપાયો બતાવવા માં આવ્યા છે જે નો ઉપયોગ કરવાથી તમારી કિસ્મત રાતો રાત પલટી મારી શકે છે.


તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્ર માં સોપારી અને લઇ અને અમુક ઉપાયો બતાવ્યા છે. અને એવું માનવામાં આવે છે કે સોપારી ને અમુક મંત્રો દ્વારા મંત્રિત કરી અને ઘર માં રાખવાથી ઘર માં સકારાત્મક ઉર્જા નો પપ્રવેશ થાય છે. એક સામાન્ય સોપારી તમને ધનવાન પણ બનાવી શકે છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિષે.


કહેવાય છે કે ઘર ના ઉતર કે પૂર્વ ખૂણા અથવા ઇશાન ખૂણા માં  વિધિ વિધાન સાથે ચાંદી ના વાસણ માં સોપારી નું સ્થાપન કરવું. અને પછી રોજ સવારે  અને સાંજે આ સોપારી ની  પૂજા કરવી. આવું કરવાથી તમારા પરિવાર માંથી દુરભાગ્યનીકળી જાય છે. ઘન પ્રાપ્તિ કરવા માટે  લાલ કપડા ઉપર શ્રી યંત્ર સ્થાપિત કરવું. અને સાથે મધ્ય માં એક સોપારી રાખવી. જેની સ્થાપના ગણેશ સાથે  કરવી. આવું કરવાથી ભગવાન આપણી ઘન સબંધિત સમસ્યા ને દુર કરે છે.


સોપારી ને સિદ્ધ કરવા માટે કોઈ ચોક્કસ સમયે મુરત સારું ગોતી અને પીળા અથવા લાલ કપડા ઉપર તેને રાખી સાથે ગણેશજી ની પૂજા કરવી.  અને સાથે કંકુ, ચોખા  હળદર અને ચોખા સાથે લક્ષ્મીનું પૂજન પણ કરવું જોઈએ. આ સાથે સોપારી નું વિધિ વિધાન સાથે પૂજન કરવું એ ખુબ જ ચમત્કારિક માનવામાં આવે છે આવું કરવાથી શુભ ફળ મળે છે. જે વ્યક્તિ પાસે સિદ્ધ સોપારી હોય છે તેને પૈસા ની કમી ક્યારેય નથી આવતી.


જો તમેં કોઈ કામ માં સતત અટકતા હોય તો ભગવાન ગણેશ અને સિધ્દ સોપારી સામે લવિંગ ધરવું અને તે લવિંગ ને મોઢા માં રાખવું આં કરવાથી તમારું કામ ક્યારેય નહિ અટકે અને તમને મન માં હિમત રહેશે. તમે એલચી નો ઉપયોગ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *