૧૫ વર્ષના છોકરાંના ૧૦ વર્ષ મોટી ભાભી સાથે થયા લગ્ન, લગ્ન પછીની રાત્રે થયું કંઈક એવું કે…..

Spread the love

મિત્રો લગ્નને એક પવિત્ર બંધન છે. આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર નાની ઉંમરમાં લગ્ન કરવા તેને ગુનો માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે નાની ઉંમરમાં લગ્ન કરવાથી વ્યક્તિ ઘરની જવાબદારી પોતાના માથે થી ઉઠાવી શકતો નથી. તમે જોયું હશે કે આજે એવા ઘણા બધા છોકરાઓ છે કે જેના લગ્ન તેના કરતાં મોટી ઉંમરની છોકરીઓ સાથે થાય છે. પરંતુ છોકરા છોકરી સાથે વધુમાં વધુ બે-ત્રણ વર્ષનો ગેપ હોય છે.

પરંતુ આજે અમે તમને એક એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની અંદર એક 15 વર્ષના છોકરાએ તેના કરતાં દસ વર્ષ મોટી છોકરી સાથે લગ્ન કર્યા હતા. લગ્નની સુહાગરાતે જે થયું તે જાણીને તમે પણ ચોકી જશો.

આ ઘટના બિહારની છે. આ કુટુંબ એ પોતાના બાળકો માટે આ નિર્ણય લીધો હતો. બિહારના પટના શહેરમાં આવેલા એક કુટુંબ દ્વારા પોતાના બાળકને તેના કરતાં દસ વર્ષ મોટી છોકરી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરેલો. અહીં એક દીકરાને જબરજસ્તી પોતાની વિધવા ભાભી સાથે લગ્ન કરાવવામાં આવ્યા હતા.

આ ભાભી તથા તેના દિયર ની ઉમરમાં લગભગ દસ વર્ષનો તફાવત જોવા મળે છે. લગ્ન બાદ છોકરાને એવો આઘાત લાગ્યો કે તે ઘર છોડીને ભાગી ગયો. ત્યારબાદ થોડા સમયની અંદર તેણે રાશિ ઉપર લટકાવીને પોતાના પ્રાણ ત્યાગી દીધા.

મિત્રો આ છોકરાનું નામ મહાદેવ હતું. આ કુટુંબ ની અંદર તેના માતા-પિતા તથા તેનો મોટો ભાઈ સંતોષ દાસ રહેતા હતા. હાલમાં મહાદેવ નવમા ધોરણમાં ભણતો હતો. એક અકસ્માત ની અંદર તેના ભાઇનું મૃત્યુ થયું. જેને કારણે તેની પત્ની રૂબી દેવી વિધવા થઈ. આ પરિવારે એવું નક્કી કર્યું કે તેની વિધવા ભાભી ના લગ્ન 15 વર્ષના નાના દીકરા સાથે કરાવવામાં આવ્યો. આ લગ્ન માટે મહાદેવ રાજી ન હતો. આ લગ્ન માટે તેણે પોતાના કુટુંબના લોકોને ના પાડી. પરંતુ બળજબરીપૂર્વક કુટુંબના લોકોએ મહાદેવના લગ્ન વિધવા ભાભી સાથે કરાવી દીધા.

લગ્નના બીજા દિવસે આ ઘટનાના કારણે મહાદેવ ઘર છોડીને ભાગી ગયો. મહાદેવના શોધવા માટે તેના પરિવાર વાળા એ ઘણા પ્રયત્ન કર્યા. ત્યાર બાદ બે ત્રણ દિવસ સુધી તેના પરિવાર વાળા મહાદેવને શોધતા રહ્યા. પરંતુ બે દિવસ બાદ મહાદેવ જે સ્થિતિમાં મળ્યો તે જોઇને તેના ઘરના લોકોના હોશ ઊડી ગયા.

તમને જણાવી દઇએ કે મહાદેવે ઘર છોડીને ફાસી પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે કુટુંબ દ્વારા જબરદસ્તી કરવામાં આવેલા લગ્ન ટેન્શનથી આ પગલું ભર્યું હતું. મહાદેવના આ મૃત્યુ ના જવાબદાર તેના પરિવારના લોકો હતા. જો મહાદેવ ના લગ્ન પોતાના મરજીથી કરવામાં આવ્યા હોત તો કદાચ આજે મહાદેવ જીવતો હોત.

પરંતુ આજે અમે તમને એ પણ જણાવીશું કે તેના ઘરવાળાએ મહાદેવ ના લગ્ન જબરજસ્તી તેની વિધવા ભાભી સાથે શા માટે કરાવ્યા હતા. ત્યારે મહાદેવના મોટા ભાઇનું મૃત્યુ થયું ત્યારે મહાદેવના પિતાને વીમાના લગભગ ૮૦ લાખ રૂપિયા મળ્યા હતા. પરંતુ આ પૈસા સંતોષ ની ઘરવાળી વિધવા રૂબી દેવી ના ઘરવાળાઓ હડપ કરવા ઇચ્છતા હતા.

તેથી સંતોષ આપી દે એવો રસ્તો કાઢ્યો કે જો આપણે આ વિધવા રૂબી દેવી ના લગ્ન નાના દીકરા મહાદેવ સાથે કરી દઈશું તો આ પૈસા આપણા ઘરમાં જ રહેશે. પરંતુ તેના આ નિર્ણયના કારણે ત્યાં મોટા દીકરાની સાથે સાથે તેના નાના દીકરા નો જીવ પણ ગયો.

આ સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ મહાદેવના પરિવારજનોને મૃત્યુના જવાબદાર ગણાવ્યા હતા. આ સમગ્ર ઘટના બાદ આ વિસ્તારમાં રહેતા લોકો પણ નારાજ થયા હતા. દરેક પિતાએ પોતાના બાળકને પૂછ્યા વગર તેના લગ્ન ન કરાવવા જોઈએ.

(આ ઘટના ૨૦૧૭ ડીસેમ્બેર ની છે)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *