૧૦૦ થી પણ વધુ બીમારીઓ માટે સૌથી અસરકારક છે આ ઔષધિનુ ચૂરણ, જાણો તેના ઉપયોગની રીત…

Spread the love

આજે એક એવી ઔષધીય વનસ્પતિ વિષે વાત કરીશું જે માથાથી લઈને પગ સુધીના બધા રોગને દુર કરવામાં ખુબ ઉપયોગી છે. કુબો એક એવો ઔષધીય છોડ છે જે ચોમાસામાં થતો જોવા મળે છે. કુબાના પાનને ચોળવાથી તેની સુગંધ તુલસી જેવી લાગે છે. તેની ઉચાય લગભગ એક થી બે ફૂટ જેટલી હોય છે. તેની નીચેની ડાળીઓ ફૂટે ત્યારે તેનો આકાર ધુમ્મટ જેવો લાગે છે. તેના પાન જાડા અને પહોળા હોય છે. તેના પર સફેદ રંગના ફૂલોની દાંડી જોવા મળે છે. કુબાની દાંડી શિવજીને ચડવામાં આવે છે.

આ છોડની સુગંધ વધારે તેજ હોવાથી તેની આજુબાજુ સાપ આવતો નથી. કુબના પાનનો ઉપયોગ ઔષધીય દવા તરીકે પણ વાપરવામાં આવે છે. કુબાનો ઉપયોગ તાવ, ટાયફોડ, મેલેરિયા,શરદી ,ઉધરસ, આંખના રોગ, વિછીથી લાગેલા ડંખ વગેરેમાં તેનો ખુબ ઉપયોગ થાય છે. હવે તેનાથી થતા અનેક ફાયદાઓ વિશે વાત કરીશું. કુબાનો છોડના ગુણધર્મો આંખના કોઈ પણ રોગમાં ખુબ ઉપયોગી બને છે. કુબાના પાનનો રસ માથા પર લગાવાથી માથું દુખવાની સમસ્યા માંથી છુટકારો મળે છે.

આ પાનને પીસીને તેમાં કાળો મરી પાવડર મિક્સ કરી કપાળ લગાવવાથી માથાનો દુખાવો દુર થાય છે. પાંચ ગ્રામ જેટલો કુબાના પાનનો રસ લઈ તેમાં મધ મિક્સ કરી પીવાથી શરદી, ઉધરસમાં ફાયદો થાય છે. જે વ્યક્તિને અપચાની સમસ્યા રહેતી હોય તેના માટે આ ખુબ ફાયદાકારક ઔષધ છે. તેના પાનનું શાક બનાવીને ખાવાથી તે ભૂખ માં વધરો કરે છે, અને આપણું વજન પણ વધારે છે. પાંચ મિલી જેટલો કુબાના પાનનો રસ લઈ તેની અંદર ૫૦૦ મીલીગ્રામ જેટલો મરીનો પાવડર લઈ તેમાં સિંઘવ મીઠું ઉમેરીને પીવાથી એનીમિયા અને કમળો મટે છે. તેનું દિવસમાં ત્રણ વખત સેવન કરવું.

કુબાનો ઉકાળો પીવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. નાકના નસકોરામાં કુબાના પાનના બે ટીપા નાખવાથી નાક બંધ હોય તો તે જલ્દીથી ખુલી જાય છે. કુબા નું પંચાંગ બનાવીને તેમાં દસ થી ત્રીસ મિલીલીટર ઉકાળામાં પીપળાના પાનનો પાવડર એક થી બે ગ્રામ જેટલો મિક્સ કરી પીવાથી સાંધાના દુખાવામાં ફાયદો થાય છે. કુબાના પાનનો રસ સુંઘવાથી શરદી માટે છે. શરીરમાં કોઈ પણ જગ્યાએ આવતી ખંજવાળ માટે પણ કુબાના પાન ખુબ ઉપયોગી છે. કુબાના પાનનો લેપ બનાવીને ખંજવાળ, ધાધર, શરીરમાં થતા બળતરા વગેરેમાં ખુબ ઉપયોગી બને છે.

કુબાના રસનો ઉકાળો પીવાથી તે અનિદ્રા માંથી છુટકારો મળે છે. કૂબો, ફુદીનો, મોથ, જટામાંસી, શુદ્ધ પારદ, તજ, તમાલપત્ર, રીસામણી, સરસવ, ધાણા, સૂવા, દેવદાર અને કાળી પાટ આ બધી વસ્તુને સાત સાત ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનાવો. ત્યારબાદ તેની અંદર તુલસીના પાનના ત્રણ થી ચાર ટીપા રસ નાખી તેની નાની નાની ગોળીઓ વાળી લેવી. તે ગોળીનું નિયમિત સેવન કરવાથી સોજા, કોઢ, હદય, પાંડુ, કમળો વગેરે ઘણા રોગમાં ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *