જોમેટો ડીલીવરી બોય ઉપર ખોટો આરોપ લગાવનાર આ મહિલા પર કરવામાં આવ્યો સામો કેસ, પરિણીતી ચોપરા એ કહ્યું….

જોમેટો ડીલીવરી બોય ના કિસ્સામાં હવે એક નવો વળાંક આવી ગયો છે, અને જે મહિલા ડિલિવરી કોઈના વિરુદ્ધ મારપીટનો કેસ દર્જ કર્યો હતો, હવે તેની વિરુદ્ધ એફઆઇઆર દર્જ કરવામાં આવી છે. કન્ટેન્ટ ક્રિએટર હિતેશા ચંદ્રાણી પર ડીલીવરી બોય ને ચપ્પલ થી મારવા, ગાળ આપવા અને પછી તેને જ વિરુદ્ધ ખોટી ફરિયાદ દર્જ કરાવવાનો આરોપ લાગ્યો છે.

બેંગલુરુમાં રહેવાવાળી હિતેશા ચંદ્રાની એ કેટલાક સમય પહેલા સોશિયલ મીડિયા પર વિડીયો નાખીને જોમેટો ડીલીવરી બોય કામરાજ પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યો હતો, અને કહ્યું હતું કે કામ રોજે તેની સાથે મારપીટ કરી હતી.

હિતેશા ચંદ્રાણી એ કહ્યું હતું કે તેણે ઓર્ડર કેન્સલ કરી દીધો હતો, જેના કારણે તેની સાથે કામ રાજ મારપીટ કરવા લાગ્યા અને તે દરમિયાન નાક પર ચોટ આવી ગઈ. હિતેશા ચંદ્રાની એ કામરાજ પર કેસ પણ દર્જ કરાવી દીધો હતો. હિતેશા એ ૧૦ માર્ચે સોશિયલ મીડિયા ઉપર વિડીયો શેર કર્યો હતો, જેમાં તેમની નાક પરથી લોહી વહી રહ્યું હતું.

કામરાજ એ પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર નાખ્યો હતો, જેમાં કામરાજ એ પોતાનો પક્ષ રાખ્યો હતો, પોતાનો પક્ષ રાખતાં કામરાજે જણાવ્યું હતું કે ટ્રાફિકના કારણે તે ડિલિવરીમાં લેટ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે જ્યારે હું તેમના ઘરે પહોંચ્યો હતો, મેં પહેલા તેમના થી માફી માંગી પરંતુ તે લગાતાર મારી સાથે મોડા આવવા ના કારણે ઝઘડો કરતી રહી.

યુવતીએ મને પૈસા દેવા થી ઇનકાર કરી દીધો, તો મે ખાવાનું પાછું આપવાનું કહ્યું, પરંતુ છોકરીએ ખાવાનું પાછું આપ્યું નહીં. આ દરમિયાન તેણે ચપ્પલથી મને મારવાની કોશિશ કરી, ત્યારે હું ખુદને બચાવી રહ્યો હતો. ત્યારે છોકરીનો હાથ પોતાને જ મોઢા પર લાગ્યો હતો. જેના કારણે તેને ચોટ લાગી ગઈ.

કામરાજ નું આ નિવેદન આવ્યા પછી દરેક લોકોને આ બાબતે હકીકત જાણવા મળી, અને તેમાં તેણે તેમનો સાથ આપ્યો. આટલું જ નહીં અભિનેત્રી પરિણીતી ચોપરાએ ફૂડ ડિલિવરી કંપની ટોમેટો સાથે અપીલ કરતા કહ્યું કે ‘હકીકતની જાણ પૂછતાછ કરવામાં આવે અને તેને સાર્વજનિક કરે. જો આ ઇન્સાન નિર્દોષ છે (અને મને લાગે છે કે તે છે) તો પ્લીઝ તે મહિલાને સજા આપવામાં અમારી મદદ કરો. આ અમાનવીય શરમનાક અને દિલ તોડવા વાળી વાત છે. પ્લીઝ જણાવો કે હું તમારી કઈ રીતે મદદ કરી શકું છું. ‘

તેમજ હવે હિતેશા ની વિરુદ્ધ જ પોલીસે કેસ દર્જ કરી દીધો છે, પરંતુ અત્યાર સુધી આ મામલામાં કંપનીનો પક્ષ સંપૂર્ણ રીતે સાફ નથી થયો. પરંતુ સોશિયલ મીડિયા પર દરેક લોકો કામરાજ નું સમર્થન જ કરી રહ્યા છે.

Leave a Comment