યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમિર ઝેલેન્સકીએ બંકરમાંથી બાહર આવતા એક ટીવી ઇન્ટરવ્યુ કહ્યું અમે ફિલ્મ ઉતારવા નહીં લોકોના જીવ બચાવવા આવ્યા છીએ….

યુક્રેનની રાજધાની કિવમાં રશિયન હુમલા વચ્ચે રાષ્ટ્રપતિ વોલ્ડોમિર ઝેલેન્સકીએ બંકરમાંથી એક ટીવી ઇન્ટરવ્યુ આપ્યો છે.

સીએનએનને આપેલા આ ઈન્ટરવ્યુમાં ઝેલેન્સકીએ કહ્યું કે અમે અહીં જીવન બચાવવા આવ્યા છીએ, ફિલ્મ શૂટ કરવા માટે નથી. પુતિનના આ હુમલા સામે આખી દુનિયાએ લડવું પડશે.

ચાલી રહેલી રશિયા-યુક્રેન શાંતિ મંત્રણાના સવાલ પર ઝેલેન્સકીએ કહ્યું કે જ્યાં સુધી યુક્રેનના શહેરો પર રશિયન હુમલો ચાલુ રહેશે ત્યાં સુધી શાંતિનો કોઈ અવકાશ નથી.

તેમણે કહ્યું કે યુક્રેન યુરોપનું હૃદય છે અને યુરોપ તેને ગુમાવવા માંગશે નહીં. ઝેલેન્સકીએ વધુમાં કહ્યું કે સૌ પ્રથમ તમે નક્કી કરો કે આગળ શું કરવું. અમે રશિયા સાથે વાત કરી રહ્યા છીએ, પરંતુ જો પુતિન સહમત નથી, તો તે સ્પષ્ટ છે કે સમયનો બગાડ થઈ રહ્યો છે.

કોમેડિનમાંથી યુક્રેનના રાષ્ટ્રપતિ બનેલા ઝેલેન્સકીએ એક સવાલના જવાબમાં કહ્યું કે હું આઇકોન નથી, યુક્રેનના લોકો આઇકોનિક છે. આ યુક્રેનને બચાવવાની લડાઈ છે. તેમણે કહ્યું કે બિડેન પ્રશાસને રશિયા પર કઠોર અને મોટો નિર્ણય લેવો પડશે.

નાટોમાં જોડાવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે, આ તેમણે નક્કી કરવાનું છે, અમને નાટો નહીં તો ગેરંટી જોઈએ. અહીં ગેરંટીનો અર્થ એ છે કે રશિયાની સરહદ પર ક્યારેય હુમલો નહીં થાય.

રશિયન સમાચાર એજન્સી તાસના અહેવાલ મુજબ, યુક્રેન અને રશિયા વચ્ચે સમાધાન માટે વાતચીતનો બીજો રાઉન્ડ બુધવારે યોજાશે. આ સંવાદ બેલારુસ-પોલેન્ડ સરહદ પર પ્રસ્તાવિત છે.

આ પહેલા સોમવારે બંને દેશો વચ્ચે પાંચ કલાક સુધી વાતચીત ચાલી હતી. જો કે, મંત્રણા કોઈ નક્કર નિષ્કર્ષ વિના સમાપ્ત થઈ ગઈ.

Leave a Comment