ઝડપાઈ ગયો એ વ્યક્તી જે કરતો હતો કોમેડી ક્વીન ભારતી અને હર્ષને ડ્રગ સપ્લાય, જાણો કેવી રીતે કરતો હતો આવું કામ

 એનસીબીની ટીમ એ  ૨૧ નવેમ્બર ના રોજ મુંબઈમાં હાસ્ય ની ક્વીન ગણાતી ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડ કરવામાં આવી હતી. હવે તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે એનસીબીની ટીમે ભારતીને ડ્રગ્સ સપ્લાય કરનાર ડ્રગ પેડલરની પણ ધરપકડ કરવામાં આવી છે.  અને  તેના ઘરમાંથી ગાંજો પણ મળી આવ્યો હતો અને તેમની પુછપરછ દરમિયાન ભારતી અને તેના પતિ એ પણ ગાંજાના સેવનની કબૂલાત કરી હતી.

કોર્ટે પણ કહ્યું હતું કે ભારતી અને હર્ષનાં ઘર-ઓફિસમાં મળેલા ગાંજાનું પ્રમાણ ઘણું ઓછું છે. આ માત્ર વપરાશનો કેસ છે, માટે પોલીસ કસ્ટડીની જરૂર નથી. કોર્ટે એવું પણ કહ્યું હતું કે જે કલમ હેઠળ બંનેને અરેસ્ટ કરવામાં આવ્યાં છે તેમાં માત્ર એક વર્ષની સજાનું પ્રાધાન્ય છે, માટે તેને રિમાન્ડની પણ જરૂર નથી. હવે ભારતી અને હર્ષને આ કેસમાં જામીન પણ  મળી ગયા છે, પરંતુ એનસીબીની તપાસ હજુ પણ બંધ થઇ નથી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનસીબીએ ભારતી અને હર્ષને એક ડ્રગ પેડલર સામે બેસાડીને પણ સવાલ-જવાબ  કર્યા હતા, ત્યાર પછી બંનેએ પણ ગાંજો લેવાની વાત  સ્વીકારી હતી. બુધવારે રાત્રે એનસીબીએ એક મોટી કાર્યવાહી હાથ ધરી હતી અને ભારતી અને અન્ય કેટલાક એવા લોકોને ડ્રગ સપ્લાય કરતો ડ્રગ પેડલર ઝડપી પાડ્યો છે.

ડ્રગ પેડલરે શુક્રવાર ની પૂછપરછમાં ભારતી અને હર્ષનાં પણ નામ લીધાં હતાં. ત્યાર બાદ શનિવારે તેમનાં અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ઘર અને ઓફિસ બંનેમાં  રેડ પાડવામાં આવી હતી. અને  ભારતીના હાઉસ સ્ટાફની પણ પૂછપરછ કરવામાં હતી.

અને કહેવામાં આવી રહ્યું છે કે સુનીલ ગવાઈ નામના ડ્રગ સપ્લાયરને બુધવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા કોર્ટ જંક્શનમાંથી પકડી પાડ્યો છે. તેની પાસેથી 1.250 કિલો ડ્રગ્સ પણ મળી આવ્યું છે. પૂછપરછ દરમિયાન સુનીલે જણાવ્યું છે કે તે ડિલીવરી બોય બનીને તમામ ગ્રાહકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

પોલીસના હાથમાં ન આવે એ માટે તે દર વખતે ફૂડ ડિલીવરી બોય બનતો હતો. પરંતુ આ વખતે એનસીબીએ પૂરી તૈયારી સાથે તપાસ કરી અને ઝડપી પાડ્યો. સુનીલે એમ પણ કહ્યું છે કે ભારતી સિંહને પણ એ જ રીતે ડિલિવરી બોય બનીને ડ્રગ્સ સપ્લાય કરાતું હતું. પશ્ચિમ મુંબઈમાં આરોપી પેડલર્સનું નેટવર્ક વધુ સક્રિય હતું. તેના મોટાભાગના ગ્રાહકો પણ તે જ વિસ્તારના હતા.

 

Leave a Comment