સુરતના પર્વતગામ પાસેના મમતા સિનેમા બહાર યુવતીની છેડતી કરવા બદલ અસામાજિક તત્વોને ઠપકો અપાયો હતો, જેથી પિતા-પુત્ર સહિત ત્રણ જણા પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો.
આમાં વૃદ્ધને 20થી વધુ ઘા મારવામાં આવ્યા હતા. એટલું જ નહીં પણ હુમલાખોરોએ વૃદ્ધ પિતાની નજર સામે જ પુત્રને પણ અનેક ઘા મારતા હાલ તેની હાલત ગંભીર છે.
હુમલાખોરો નિર્દય થઈને હત્યા કરી હતી. આ હુમલાખોરોની એવી તે ધાક છે કે હજી સુધી સુરત પોલીસ પણ તેમને પકડવાની હિંમત કરી શકી નથી.
આ બનાવ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ઘટના લગભગ મોડી સાંજના 7:30 વાગ્યાના અરસામાં બની હતી. શિવાભાઈ ભોજુભાઈ નિકમ એમના દીકરા યશવંત અને મિત્ર સાથે કાપડ માર્કેટમાંથી છૂટ્યા બાદ નાસ્તાં માટે જઈ રહ્યા હતા.
આ દરમિયાન કેટલાક અસામીજીક તત્વો એક યુવતીની છેડતી કરી રહ્યા હતા. જે બાબતે શિવાભાઈ મધ્યસ્થી કરી ઠપકો આપ્યો જેથી એમની પર રોષે ભરાઇને હુમલો થયો હતો. ત્રણેયને લાફા મારી પિતા-પુત્રને ઉપરા ઉપરી ઘા ઝીંક્યા હતા.
કાપડના ધંધા સાથે સંકળાયેલા શીવાભાઈ મૂળ મહારાષ્ટ્રના હતા અને ૨૦ વર્ષથી સુરતમાં કામ કરતા હતા. હુંમલાખોર લોકો ત્રણથી ચાર જણ હોવાનું સામે આવ્યું છે.