યુવતી એક યુવકની સાથે જબરજસ્તી લગ્ન કરિયા, આગળ શું થયું તમે જાણીને ચોકી જાશો….

આપણે એવા કિસ્સા સાંભળ્યા હશે કે એક યુવક હોય જે યુવતી સાથે લગ્ન કરવા માંગતો હોય પછી કોઈ કારણસર તેના લગ્ન એ યુવતી સાથે ના થાય અને પછી યુવક નક્કી કરી લે કે લગ્ન કરીશ તો એ યુવતી સાથે જ અને પછી તે યુવતીને પામવા માટે અલગ અલગ પધ્ધતિઓ અપનાવે અને કશું જ ચાલે નહીં ત્યારે તે યુવતીને જબરજસ્તી ઉઠાવી જાય. પણ તમને જણાવીએ કે આજે અમે એક એવો કિસ્સો લાવ્યા છીએ જ્યાં એક યુવતી યુવકને ઉઠાવી ગઈ છે. ચાલો જણાવીએ શું છે આખી હકીકત.

 

વાત એમ છે કે એક યુવક અને યુવતી લગ્નની ઉમરે પહોંચે છે એટલે ઘરના લોકો તેમની માટે યોગ્ય જીવનસાથી જોવાનું કામ ચાલુ કરે છે. એવામાં આ યુવકના પરિવારજનો યુવક સાથે એક યુવતીને જોવા માટે પહોંચે છે. પરિવારને યુવતી એટલી બધી ખાસ પસંદ આવતી નથી. એટલે તેઓ એ વાત ત્યાં જ પૂરી કરીને નીકળી જાય છે.

 

હવે યુવતી પરિવારને જ પસંદ નથી તો પછી આગળ કશી વાત કરવાની આવતી જ નથી. યુવક પણ પરિવાર સાથે ત્યાંથી ચાલ્યો જાય છે. હવે બીજી બાજુ પેલી યુવતીને આ યુવક પસંદ આવી ગયો હોય છે. તે યુવતી ચાલાકીથી તે યુવકનો નંબર શોધી નાખે છે. પછી તે યુવતી યુવકને ફોન કરે છે અને કહે છે, ‘લગ્ન ના થયા તો શું થયું આપણે સારા મિત્રો તો બની જ શકીએ ને? એમ પછી તે યુવક સાથે મિત્રતા કરે છે.

 

એકદિવસ તે યુવક એક માર્કેટમાં ફૂટબોલ ખરીદવા નીકળે છે આ વાતની જાણ પેલી યુવતીને થઈ જાય છે. પછી તે યુવકને ફોન કરીને મળવા બોલાવે છે. યુવક મળવા આવે છે પછી તે યુવતી એ યુવકને એક મંદિરમાં લઈ જાય છે અને ત્યાં તેને જબરજસ્તી પોતાની માંગમાં સિંદુર ભરવા કહે છે. પણ આ બધુ થાય એ પહેલા પરિવારને બધી જાણ થઈ જાય છે અને તેઓ પણ મંદિરમાં આવી જાય છે. પછી તેઓ એ યુવકને ત્યાંથી બચાવી લે છે.

 

હવે આ યુવતી પોલીસ સ્ટેશન પહોંચી છે અને કહે છે કે જો આ યુવક લગ્ન નહીં કરે તો તે જેર ખાઈને મૃત્યુ પામશે. હવે જોવું રહ્યું કે આગળ શું થશે. તમને શું લાગે છે શું કરવું જોઈએ. કોમેન્ટમાં જણાવજો. તમને જણાવી દઈએ કે આ કોઈ કાલ્પનિક વાત નથી આ આપણાં દેશના ઝારખંડની જ વાત છે.

Leave a Comment