છેલ્લા ઘણા દિવસોથી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સતત ચર્ચામાં છે. તેવામાં હવે તે જેલમાંથી બહાર આવી ગયા છે અને જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે મોટી જાહેરાત કરી દીધી છે. યુવરાજસિંહે કહી દીધું છે કે હજુ પણ તે યુવાનો માટે લડાઈ લડવાનું યથાવત રાખશે અને તેના માટે તેણે યુવા નવનિર્માણ સેના નામના સંગઠનની રચના કરી છે. તેમણે દાવો કર્યો છે કે આ સંગઠન બિન રાજકીય રહેશે.
યુવા નેતા યુવરાજસિંહે આ જાહેરાત સાથે એ એવા સંકેત પણ આપ્યા હતા કે જ્યારબાદ તે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી ચર્ચા શરુ થઈ છે. યુવરાજસિંહે કહ્યું હતું કે યુવાનોની લડતને રાજકીય રંગ આપવો જોઈએ નહીં. તેમના પ્રશ્નની યોગ્ય સ્તરે રજૂઆત થાય તે જરૂરી છે. તેણે વધુમાં કહ્યું હતું કે પાર્ટી છોડવાનો પ્રશ્ન જ નથી. યુવાનોની માટે જ લડ્યો છું અને મારી ભૂમિકા યુવા નેતા તરીકે જ છે.
યુવરાજસિંહ ઉમેર્યું હતું દરેક સમાજ તેની સાથે છે અને અન્યાય સામે અવાડ ઉઠાવ્યો છે. મે યુવાનો માટે અવાજ ઉઠાવ્યો હતો અને આગળ પણ એ કરતો રહીશ. તેના માટે યુવા નવ નિર્માણ સેના તૈયાર કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓની વેદના અને પ્રશ્નોને રજૂ કરશે. તેમના મુદ્દાઓ સાથે આવેદન, નિવેદન, વિરોધ પ્રદર્શન અને ઉગ્ર આંદોલનથી અવાજ આ સંગઠન ઉઠાવશે.
યુવા નવ નિર્માણ સેના બિન રાજકીય રહેશે. તે શિક્ષિત અને અશિક્ષિત બંનેના પ્રશ્નોને વાચા આપશે. દરેક વિદ્યાર્થીની વેદનાને દૂર આ સંગઠન કરશે અને યુવાનોના ભાવિ સાથે ચેડા કોણ કરે છે તેમને સંગઠન ખુલ્લા પાડશે.
થોડા સમય પહેલા પોલીસ પર હુમલાનો વીડિયો વાયરલ થયો હતો તેને લઈ યુવાનેતા યુવરાજસિંહે કહ્યું હતું કે તેણે જેલમાંથી આવીને ઘટના જોઈ, પોલીસને મારવાનો તેનો કોઈ ઈરાદો ન હતો. આ મામલે તેઓ પણ ન્યાયિક પ્રક્રિયાથી જ જવાબ આપીશે.
એલઆરડી પરીક્ષા મામલે પણ યુવરાજસિંહે કહ્યું હતું કે, તેમને ઘણી ફરિયાદો મળી છે જે મામલે તેઓ સરકારમાં હસમુખ પટેલને રજૂઆત કરશે. આ મામલે સત્યને તેઓ બહાર લાવશે. તેમને હજુ સુધી કોઈ મોટી ગેરરીતિ વિશે જાણકારી નથી પરંતુ જે માહિતી મળે છે તેની ચકાસણી થઈ રગી છે. હાલ નાની-મોટી જે ફરિયાદો છે તેમાં પેપર લીકની માહિતી નથી. જે ફરિયાદો મળી છે તેની પુષ્ટિ કરી જો તે સત્ય હશે તો તેને ઉજાગર કરવામાં આવશે.
જેલમાંથી આવીને યુવા નવ નિર્માણ સેનાની રચના કરવા અંગે યુવરાજસિંહે કહ્યું હતું કે આ સંગઠનની રચના વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપવા માટે ઠે. આ સંગઠન બિન રાજકીય રહેશે. કોઈપણ મુદ્દે રાજકારણ ન રમાય તે માટે આ સંગઠનની રચના કરવામાં આવી છે. તેઓ ભાજપ, કોંગ્રેસ અને આપને સાથે રાખીને વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપશે.