વેરાવળમાં ગઇકાલે સાંજે એક યુવકે યુવતીના ઘરમાં ઘુસી જઇ ગળું કાપી હત્યા કરવાની કોશિશ કરી, યુવતીની બહેન ઘરે પહોચતા યુવક થયો ફરાર…

ગુજરાતમાં હાલમાં પ્રેમ સંબંધને લઇને અત્યાર થવાના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે વેરાવળમાં ગઇકાલે સાંજે એક યુવકે યુવતીના ઘરમાં ઘુસી જઇ ગળું કાપી હત્યા કરવાની કોશિશ કરી હતી.

આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી યુવકને ઝડપી લઇ પુછપરછ કરી હતી . જેમાં આરોપી યુવક અને યુવતી વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંઘ હતો. પરંતુ છે

લ્લા દોઢેક વર્ષ પૂર્વે સંબંધોમાં અણબનાવના કારણે આરોપી યુવકે યુવતીને મોતને ઘાટ ઉતારવાની તૈયારી સાથે તેના ઘરે પહોંચ્યો હોવાનું પોલીસને યુવકે જણાવ્યું હતું.

આરોપી યુવકે એમસીએનો અભ્યાસ કરેલ હોય અને યુવતી એમબીએનો અભ્યાસ ચાલુ છે.

આ માટે આજે સાંજના સમયે બ્રહ્મસમાજ અને અન્ય સમાજના લોકોએ સાથે મળી વેરાવળમાં રેલી યોજી આવેદનપત્ર પાઠવી આક્રોશ બતાવ્યો હતો. આરોપીને ફાંસીની સજા કરવાની માગ કરી હતી.

શહેરના પોશ વિસ્તાર ગણાતા ટાગોર નગર – 2 માં ગઈકાલ સાંજે સાતેક વાગ્યે 21 વર્ષીય યુવતી પોતાના ઘરમાં એકલી હતી આ તકનો લાભ લઈ પ્રેમી યુવક ઘરમાં છરી, એસીડની બોટલ તથા હથોડી લઇને ઘુસી છરી વડે યુવતીનું ગળુ કાપવાની કોશિશ કરી હતી ત્યારે યુવતીએ સ્વબચવામાં સામે હાથાપાયી થઈ.

એ જ સમયે યુવતીની બહેન ઘરે પહોંચતા યશ કારીયાના ઇરાદા સફળ ન થયા જેથી તે ત્યાંથી નાસી છુટ્યો હતો. આ સમયે લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલ યુવતીને તાત્કાલીક નજીકની ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવી.

તો બીજી તરફ શહેર પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવક યશ કારીયાને શહેરના સીમાડા પાસેથી ઝડપી લીઘો હતો.

Leave a Comment