કોલેજીયન યુવક-યુવતી વચ્ચેની રીલેશનશિપનો અંત આવતાં રોષે ભરાયેલા યુવકે યુવતીનો ખરાબ ફોટા વાયરલ કરતાં થયો હોબાળો.

રાજકોટ શહેરના મોરબી રોડ પર આવેલી એક કોલેજમાં સાથે ભણતા કરતાં યુવક-યુવતી વચ્ચેની રીલેશનશિપનો અંત આવતાં રોષે ભરાયેલા યુવકે યુવતીનો ખરાબ ફોટા વાયરલ કરતાં હોબાળો મચી ગયો હતો.

યુવકે ધરાર રીલેશનશિપ રાખવા દબાણ કરી યુવતીને પોતાના સ્કૂટર પર બેસાડવાની કોશિશ કરતાં લોકોનું ટોળું એકઠું થઇ ગયુ અને યુવકની ધોલાઇ કરી નાખી હતી.

યુવક-યુવતી વચ્ચે ભૂતકાળમાં પ્રેમસંબંધ હતો જેનો કોઈ કારણસર યુવતીએ અંત દીધો. પરિણામે રોષે ભરાયેલા યુવકે પોતાની પાસે રહેલી યુવતીની બીભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા.એ મામલે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.

દરમિયાન મંગળવારે સાંજે યુવતી દ્વારકાધીશ હોટલ પાસે હતી ત્યારે તેનો પૂર્વ પ્રેમી સ્કૂટર લઇને ત્યાં પહોંચી ગયો હતો. એટલું જ નહીં, યુવતીને બળજબરીથી પોતાના સ્કૂટર પાછળ બેસાડવાના પ્રયાસ કર્યા હતા.

યુવતી સાથે ઝગડો કરી રહેલો પ્રેમી છેડતી કરતો હોવાનું સમજી લોકોનાં ટોળાં એકઠા થઇ ગયાં હતાં અને યુવકને માર માર્યો હતો.

ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસની ટીમ આવીને યુવક તથા યુવતીને પોલીસ સ્ટેશને લઇ જવાયાં હતાં. યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો.

Leave a Comment