વિરાટ કોહલીએ જણાવ્યું પોતાની ફિટનેસનું રાજ, કહ્યું “વીગન ડાઈટ” વિશે, જાણો વિસ્તારમાં…

ભારતીય ક્રિકેટ ટીમના કપ્ટાન વિરાટ કોહલી બધા ક્રીકેટ પ્લેયર્સ કરતા ફિટ અને તંદુરસ્ત પ્લેયર છે. તે દુનિયાના સૌથી તંદુરસ્ત પ્લેયરમા તેમનો સમાવેશ થાય છે. તેને જ્યારે રમવાનુ ચાલુ કર્યુ ત્યારે તે પોતાની તંદુરસ્તીનુ એટલુ ધ્યાન ન રાખતા હતા. વારંવાર ફેલ થવાના કારણે તે તેમની તંદુરસ્તી પર ધ્યાન આપવા લાગ્યા. ફિટ રહેવા માટે ખાલી કસરત કામ નથી કારતી તેના માટે ડાયટનુ સ્થાન વધારે હોય છે.

તેને હવે માસાહારી ખોરક છોડીને વીગન એટલે કે તે શુધ્ધ શાકાહારી બની ગયા છે. તે પોતાના ખોરાકમા લીલા શાકભાજી, સોયાબીન, પ્રોટીન જેવો ખોરાક લે છે. તે પોતાના ખોરાકમા એગ અને દુધની વાનગીઓ પણ નથી ખાતા. હમણા થોડા દિવસ પહેલા તેમણે 32મો જન્મ દિવસ દુબઇમા ઉજવીઓ હતો. તો આજે તમ્ને તેના વીગન ખોરાક વિશે જણાવશુ. તે કેવી રીતે આ ડાયટ કરે છે.

વિગન ડાયટ શુ છે? વિગન એટલે શુધ્ધ શાકાહારીનુ ટુંકુ નામ છે. આ ડાયટમા લીલા શાકભાજી, ફળો, કઠોળો, અનાજ, દાલ, ડ્રાયફ્રુટસ, છોડ આધારીત તેલ, મગફળી અને પ્રોટીન જેવી વસ્તુઓ ખાય શકાય છે. આમા ઇંડા, દુધ, દહીં, છાશ, મલાઇ, મીઠાઇઓનો સમાવેસ નથી થતો. વિરાટ કોહલી આ વસ્તુઓનુ સેવન નથી કરતા.

ક્યા સમયે અને શુ ખાય છે વિરાટ? વિરાટ સવારે ઉઠીને બ્રેકફાસ્ટમા ઘઉની બ્રેડ અને પીનટૅ બટર ખાય છે. પછી તે આખો દીવસ ડ્રાયફ્રુટસ અને ગ્લુટેન વગરના નાસ્તાનુ સેવન થોડા થોડા સમયે કરે છે. પછી તે સીધા સાંજનુ ભોજન લે છે. સાંજના ભોજનમા તે પ્રોટીનવાળુ સુપ, સલાડ અને બાફેલા શાકભાજીઓ ખાય છે. આ બધુ ખાવાથી તેના શરીરને જોતા વિટામિનો, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને પુરતા પોષણો મળે છે. તે ગ્લુટીન વગરના નાસ્તા ખાવાનુ પણ પસંદ કરે છે. તેમને મખાના ખાવા ખુબ પસંદ આવે છે. તેની સાથે સાથે તે ઘઉ માથી બનાવેલ મલ્ટીગ્રઇન વેફર અને કૈકર્સ ખાવાનુ પસંદ કરે છે.

બીજા સેલેબ્રીટીઝ પણ કરે છે વિગન ડાયટ : વિરાટએ વિગન ડાયટ શરુ કર્યાને એક વર્ષ થઇ ગયુ છે. તે કહે છે કે તે પોતાના શરીરને પહેલા કરતા વધારે તંદુરસ્ત અને તાકતવર હોવાનો અનુભવ કરી રહ્યા છે. તેમની પાચનશક્તિ પહેલા કરતા વધારે સારી અને મજબુત બની ગઇ છે. વિરાટ સિવાય ઘણા બોલીવુડના સેલેબ્સ પણ વિગન ડાયટ કરે છે. જેમણે માસાહારી ખોરાક છોડીને શુધ્ધ શાકાહારી ખોરાક અપનાવ્યો છે. સોનમ કપુર, કંગના રનૌત, જેક્લીન ફર્નાનડીસ, આમિર ખાન અને સોનાક્ષી સિન્હા જેવા બોલીવુડ સ્ટાર વિગન ડાયટ કરે છે.

વીગન ડાયેટના ફાયદા : આ ડાયટૅ કરવાથી શરીરમા એન્ટી-ઑક્સીડેન્ટનુ પ્રમાણ જોતા પ્રમાણમા મળી આવે છે. તેથી શરીરમા કોઇ જાતની બિમારી થતી નથી. લોહીના દબાણ અને મધુપ્રમેહ જેવી સમસ્યા માથી રાહાત મળે છે. તેનાથી કોલેસ્ટ્રોલ પણ કાબુમા આવે છે. આનાથી શરીરમા ચરબી ઓછી થાય છે. તેથી તે ચરબીને લગતી બીમારીઓ માથી રાહત આપે છે. હદય ને લગતી સમસ્યાનો ખતરો પણ ઘટે છે. આ ડાયટ કરવાથી તમારા ખોરાકમા કેલેરીઓ ઓછા પ્રમાણે મળે છે. કેલેરી પર નિયંત્રણને કારણે તમારુ વજન પણ ઓછુ વધે છે અને વજન ઘટે છે. વિગન ડાયટ કરવાથી આપણૅઅ શરીરને જ નહી પણ આપણા પર્યાવરણને પણ ફાયદો કરે છે. વાતાવરણમા કાર્બન ફુટપ્રિંટમા ઘટાડો થાય છે. વિગન ડાયટ કરવાથી પશુ અને પ્રાણીઓના જીવ પણ બચે છે.

Leave a Comment