ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા થતાં વિજય સુવાળા અને હેમંત ચૌહાણનું આપ્યું નિવેદન; જાણો શું કહ્યું…?

ધંધૂકામાં કિશન ભરવાડની હત્યા થતાં દેશભરમાં હિન્દુ સમાજમાં રોષ ફાટી નિકળ્યો છે. ત્યારે ગતરોજ બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ ફેસબૂક પોસ્ટ કરી આરોપીઓને સજા આપવાની માગ કરી હતી.

હવે ગુજરાતી કલાકારોએ પણ કિશનના હત્યારાઓને કડક સજા આપવાની માગ ઉઠાવી છે અને કિશનના પરિવારને ન્યાય મળે તેવી સરકાર અપીલ કરી છે.

જ્યારે, ગુજરાતના લોક સાહિત્યકારો માયાભાઈ આહિર, દેવાયત ખવડ, રાજભા ગઢવીએ આ ઘટનાની વખોડી કાઢી છે. કટર હિન્દુ યુવક કિશન ભરવાડ ની હત્યા મામલે સતત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.

હર્ષદ સંઘવી એ પરિવારને આપેલા ન્યાયના વચન બાદ ગુજરાત એટીએસને આ કેસની તપાસની તમામ જવાબદારી સોંપવામાં આવી છે. તો એટીએસે મૂળ સુધી પહોંચતાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.

ગાયક કલાકાર અને આપ માંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા નેતા એવા વિજય સુવાડા એ કિશન ભરવાડ ને ન્યાય અપાવવા બદલ કહ્યું છે કે, હું કીશન ભરવાડની સાથે છું, કિશન ભરવાડ સાથે જે પણ ઘટના બની છે તે ખૂબ ખરાબ બાબત છે.

હું પણ માલધારીનો દીકરો છું અને કિશન પણ માલધારીનો દીકરો હતો. કિશન ગૌરક્ષક અને ગૌપ્રેમી હતો . કિશનના પરિવારની ગુજરાત સરકારે જવાબદારી ઉપાડી લીધી છે.

કિશન ભરવાડના ઘર માટે જ્યાં પણ જરૂર પડશે ત્યાં હું 24 કલાક હાજર રહીશ. આજે હું કિશન ભરવાડના ઘરે શ્રદ્ધાંજલિ પાઠવવા જઇ રહ્યો છું.

ભજનિક હેમંત ચૌહાણ એ પણ આ ઘટના વિશે પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, ધંધૂકામાં ઘટના બની છે તે ખૂબ જ દુઃખદાયી છે. કિશનભાઈ ભરવાડના પરિવારને હું સાંત્વના આપું છું,

કિશનભાઈના આત્માને ભગવાન શાંતિ આપે તેવી મારી પ્રાર્થના છે. સરકાર પણ આ બાબતમાં ઝડપી પગલા લે તેવી મારી અપીલ છે. પોલીસે હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઇએ.

Leave a Comment