જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા છ મહિનામાં આપ પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા

જાણીતા ગાયક વિજય સુવાળા આપ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાશે. મળતી માહિતી મુજબ આપમાં જોડાયા એના છ મહિના બાદ જ ભાજપ સાથે તેઓ ફરી જોડાશે. ટૂંકા સમયગાળામાં તેઓ એ ફરી પોતાની પાર્ટી ફેરવી નાખી છે.

આવતીકાલે બપોરે ૧૨ વાગ્યે યોજાયેલા કાર્યક્રમમાં તેઓ સત્તાવાર રીતે જાહેરાત કરે તેવી સંભાવના છે. થોડા સમય પહેલાં જ જાણીતા ચહેરાઓ આપ પાર્ટીમાં જોડાવાનો ક્રેઝ હતો.

પરંતુ તમામ લોકોને શંકા હતી કે ભાજપ અને કોંગ્રેસ બે મજબૂત પાર્ટીઓ વચ્ચે ત્રીજી પાર્ટી આપ ટકી શકે નહીં પરંતુ મળતી માહિતી મુજબ આપની પહેલી વિકેટ પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ઈશુદાન ગઢવી આપનો મુખ્ય ચહેરો છે.

વિજય સુવાળા નું આપ સાથે થયેલ ગઠબંધન કેમ તૂટ્યું તેને હજી કોઈ માહિતી મળી નથી એ બાબત પણ જાણવા મળી નથી . તેમનું આવું કરવા પાછળનું કારણ શું છે તે પણ જાણવા મળ્યું નથી.

Leave a Comment