અમદાવાદ વસ્ત્રાલ રિંગ રોડ સર્કલ પર શહેરનો સૌ પ્રથમ વર્તુળ આકારનો ફૂટ ઓવરબ્રિજ જૂન 2022 સુધીમાં તૈયાર કરવામાં આવશે.
હાલ રામોલ, વટવા, ઓઢવના લોકો વસ્ત્રાલ ગામ તેમજ મેટ્રો સ્ટેશન પહોંચવા એસપી રિંગ રોડનો ઉપયોગ કરતા હોવાથી ટ્રાફિક થાય છે.
તો વિકસતા શહેરની સાથે ભવિષ્યમાં મેટ્રો સ્ટેશને આવનારા લોકોની સંખ્યા વધવાની ધારણા છે. આ કારણે એસપી રિંગ રોડના વસ્ત્રાલ સર્કલ પર કરોડોના ખર્ચે એક અત્યાધુનિક ઓવરબ્રિજ બનાવાશે.
આ બ્રિજને લીધે લોકો મેટ્રો સ્ટેશનથી સીધો રિંગ રોડ પાર કરી શકશે જેથી ટ્રાફિક બાધા બનશે નહિ.
આ ઓવરબ્રિજની લંબાઈ 320 મીટર છે. જ્યારે તેના વર્તુળની લંબાઈ 250 મીટર જેટલી છે. પહોળાઈ 4 મીટર હશે.
અત્રે નોંધનીય છે કે મેટ્રો સ્ટેશન સાથે સીધી કનેક્ટિવીટી આ ઓવરબ્રિજ થી શક્ય બનશે.
ઉંચાઈ 5.67 મીટર રાખવામાં આવશે. આમાં અંદાજે ખર્ચ : 16.43 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.