વડોદરાની યુવતીની લાશ નર્મદા જિલ્લામાંથી મળતાં ભારે સનસનાટી મચી ગઇ, લાશને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવી…

યુવતીઓ માટે ગુજરાતના મેટ્રોસિટી હવે જોખમી બની રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યના વિવિધ શહેરોમાં યુવતીઓની હત્યા અને હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. તેમાં વધારો તાજેતરમાં જ વડોદરામાં થયો છે. થોડા દિવસો પહેલા વડોદરામાં તૃષા સોલંકી નામની યુવતીની હત્યા પછી હવે મીરા સોલંકી નામની યુવતીની લાશ મળી આવતા રાજ્યભરમાં ચકચાર મચી ગઇ છે. તિલકવાડામાં મીરા સોલંકી નામની યુવતીની લાશ મળી હતી. જાણવા મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે વીસ વર્ષીય યુવતી રહેતી હતી. તેની લાશ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ખેતરમાંથી મળી. લાશ ને જોતા જ સ્પષ્ટ થઈ ગયું હતું કે યુવતીની કરપીણ હત્યા કરવામાં આવી છે.

 

વડોદરાની યુવતીની લાશ નર્મદા જિલ્લામાંથી મળતાં ભારે સનસનાટી મચી ગઇ છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મીરાં સોલંકીએ તેની બહેનને છેલ્લો મેસેજ કર્યો હતો કે તે સંદિપ સાથે છે અને ચિંતા ન કરતા. તેણે મેસેજમાં લખ્યું હતું કે રવિવારે સાંજ સુધીમાં તે ઘરે પરત ફરશે. મીરા સોલંકીનો આ છેલ્લો મેસેજ હતો. ત્યાર પછી તે ઘરે પરત ફરી નહીં પરંતુ તેની લાશ ખેતરમાંથી મળી.

 

મીરા સોલંકીએ તાજેતરમાં જ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. યુવતીની લાશને પોસ્ટમોર્ટમ માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ હત્યામાં પ્રેમ પ્રકરણ નું પરિણામ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતી સોલંકી બે દિવસ પહેલાં તેના ઘરેથી નીકળી હતી. કે મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા તેના પિતા નિલેશભાઈ સોલંકીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકની હદમાં આવતા એક ખેતરમાંથી એક યુવતીની લાશ મળતાં તિલકવાડા પોલીસે લાશની ઓળખ કરવા માટે તપાસ હાથ ધરી.

 

ખેતર માંથી મળેલી યુવતીની લાશ ના ફોટા સોશિયલ મીડિયા પર ફરતા થયા. આ ફોટા મીરાના પરિવારજનો અને માંજલપુર વિસ્તારના પૂર્વ કોંગ્રેસના કાઉન્સેલર ચિરાગ ઝવેરી ને પણ ફોનમાં મળ્યા. તેમના વિસ્તારની એક દીકરી ગુમ થઈ છે તે વાતની જાણ હોવાથી તેઓ લાશના ફોટા જોઈને તિલકવાળા દોડી ગયા હતા. લાશની ઓળખ થઈ ગઈ કે મૃતક યુવતી સોલંકી જ છે ત્યાર પછી તેના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

 

જોકે તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સુવિધાનો અભાવ હોવાથી મીરા સોલંકી નું પોસ્ટમોર્ટમ કરવા માટે વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે મૃતદેહને મોકલવામાં આવ્યો. આ મામલે તિલકવાડા પોલીસે અજાણ્યા હત્યારાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

 

પોલીસે મૃત દેહની પ્રાથમિક તપાસ કરી તેમાં જાણવા મળ્યું કે મીરાં કોઈએ ગળુ દબાવ્યું છે અને તેના શરીર પર ડામ પણ આપવામાં આવ્યા છે. જોકે મીરાનુ હજુ સુધી પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યો નથી પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી તેની હત્યાના ચોક્કસ કારણની જાણ થશે.

 

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ એક તરફી પ્રેમમાં પાગલ યુવાને તૃષા નામની વડોદરાની યુવતીની ક્રૂર હત્યા કરી હતી. તેવામાં ગણતરીના જ દિવસોમાં માંજલપુર વિસ્તારની વધુ એક યુવતીની હત્યા થતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઇ છે. તૃષા સોલંકીની હત્યાનો બનાવ્યું હજુ તાજો છે તેવામાં વધુ એક યુવતી પ્રેમ પ્રકરણનો ભોગ બની હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે.

માંજલપુર વિસ્તારના કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ આ મામલે જણાવ્યું હતું કે મીરાં સોલંકી તેના પરિવારની એકની એક દીકરી હતી તેણે તાજેતરમાં જ ધોરણ12ની પરીક્ષા આપી હતી અને બે દિવસ પહેલા તે ઘરેથી નીકળી હતી તેણે તેની બહેનને સંદિપ સાથે હોવાનો મેસેજ પણ કર્યો હતો. પરંતુ દીકરી મોડે સુધી ઘરે પરત ન ફરતાં તેના પરિવારજનોએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી પણ આપી હતી.

 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે મીરાં સોલંકી ની હત્યા પણ પ્રેમ પ્રકરણમાં થઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે તેણે તેની પિતરાઇ બહેનને whatsapp પર મેસેજ કરીને કહ્યું હતું કે તે સંગીત નામના યુવાન સાથે છે અને રવિવાર સુધીમાં ઘરે પરત ફરશે. જાણવા મળતી માહિતી અનુસાર સંદીપ મકવાણા નામનો યુવાન પાદરા રોડ પર રહે છે. હાલ તો પોલીસને મીરાના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ છે જ્યારે લોકો મીરાના હત્યારાને પકડી ને તેને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. તિલકવાડા પોલીસે વડોદરાની મીરા સોલંકી ની હત્યા કોણે કરી અને શા માટે કરી તેની તપાસ શરૂ કરી દીધી છે..

 

જોકે પોલીસને ઘટનાસ્થળ પરથી મીરા નો ફોન મળ્યો નથી તેથી પોલીસ પણ ફોનની તપાસ કરી રહી છે. મીરા સોલંકીએ છેલ્લે કરેલા મેસેજ અનુસાર તે સંદીપ મકવાણા સાથે હતી. તેથી અનુમાન છે કે મીરા સોલંકી સંદીપ સાથે જ ગઈ હતી તેથી પોલીસની પ્રથમ શંકા સંદીપ મકવાણા ઉપર છે. તિલકવાડા પોલીસે સંદીપ ના માતા પિતા સહિત પરિવારના ચાર સભ્યોની પૂછપરછ શરૂ કરી છે.

Leave a Comment