વધારે પડતી ભૂખ લાગવી પણ બની શકે છે ગંભીર બીમારી, જાણીને થઈ જાવ સાવધાન..

મિત્રો, હાલ પ્રવર્તમાન સમય એટલો આધુનિકતા ભરેલો અને વ્યસ્તતા ભરેલો બની ચુક્યો છે કે, લોકો એ પોતાની સુખ-સુવિધા વધારવા માટે વધુ ને વધુ નાણા કમાવવા પાછળ આંધળી દોટ મૂકી છે. આ આંધળી દોટ ની પાછળ તે પોતાના જીવન નુ મૂળ અસ્તિત્વ સાવ ભૂલી જ જાય છે.

તે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે એટલા બેદરકાર બની જાય છે કે, તેમને સુધ્ધા જ નથી રહેયી કે ક્યારે ગંભીર બીમારી તેમના શરીરમા પ્રવેશીને તેમના શરીર ને જકડી લે છે. ઘણીવાર જ્યારે આપણા શરીરમા અમુક પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે ત્યારે આપણે તે સમસ્યાને સામાન્ય સમજીને અવગણી દેતા હોઈએ છીએ પરંતુ,

આ સામાન્ય એવી સમસ્યા ક્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે, તે અંગે કોઈપણ અનુમાન લગાવી શકતુ નથી. જો અમુક સમયે આ સમસ્યાઓ નુ યોગ્ય નિદાન ના થાય તો તે આપણને મૃત્યુના મુખ સુધી પણ પહોંચાડી શકે છે. તો ચાલો આજે આ લેખમા આપણે આવી જ એક સમસ્યા વિશે માહિતી મેળવીશુ.

હાયપોથાલેમસના રહસ્યવાદી ભાગમા સ્થિત ન્યુરોન સાથે જોડાણ ભૂખ અને શરીરના વજનને નિયંત્રિત કરવામા મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સંશોધનના તારણો હાલ સાયન્સ જર્નલમા પણ પ્રકાશિત થયા છે. તે ભોજન નુ નિયમન કરતી અગાઉની અજ્ઞાત નર્વસ સિસ્ટમની પણ વિગતો આપે છે અને ઉંદરોમા ભૂખમા થતા ફેરફારને સમજવા માટે એક નવો અભિગમ આપે છે.

ચીનના શાંઘાઈ ઝિયાઓ ટોંગ યુનિવર્સિટીના જીંગજિંગ સન સહિતના અન્ય અનેકવિધ સંશોધનકારોના જણાવ્યા મુજબ હાયપોથાલેમસ ના ક્ષેત્ર કાર્ય વિશેની માહિતીને ન્યુક્લિયસ ટ્યુબરક્યુલોસિસ લેટરલિસ એટલે કે એન.ટી.એલ. તરીકે ઓળખવામા આવે છે.આ એન.ટી.એલ. વિશેની માહિતી મળવી અત્યંત દુર્લભ છે.

વૈજ્ઞાનિકોહજુ પણ આ અંગે વધુ સારી રીતે સમજવાનો અને શક્ય તેટલું તેણી સાથે સંકળાયેલ ઉપયોગી જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છેકારણકે, દર્દીઓના મગજના આ ક્ષેત્રમા થતા નુકસાનથી સામાન્ય વ્યક્તિ ની ભૂખની ક્ષમતામા ઘટાડો જોવા મળે છે અને તમારા શરીરનુ વજન પણ ઝડપથી ઘટાડો થઇ શકે છે, જે ભવિષ્યમા આપણા માટે એક ચિંતા નો વિષય બની શકે છે.

ભૂખ અને શરીરના વજનના નિયમનમા એન.ટી.એલ. ની ભૂમિકા વિશે વધુ અભ્યાસ કરવા માટેસંશોધનકારોએ એન.ટી.એલ. મા સોમાટોસ્ટેટિન એટલે કે એસ.એસ.ટી. ન્યુરોન સાથેના ઉંદરોમાના વર્તન અને સ્વભાવ નો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હતો.

આ અભ્યાસ દરમિયાન સંશોધનકારોએ એવુ શોધી કાઢ્યુ કે, એસ.એસ.ટી. ચેતાકોષો આખી રાત રહ્યા ભૂખ્યા પછી અને ભૂખ હોર્મોન ગ્રેલીન બંને કારણો ને લીધે વધુ પડતો સક્રિય થાય છે. હજુ પણ આ અંગે સંશોધન ચાલી રહ્યુ છે અને કાર્યરત છે, હવે આવનાર સમયમાં આ સંશોધન શું નવા પરિણામો લાવી રહ્યુ છે, તે હવે જોવાનુ રહ્યુ.

Leave a Comment